Breaking News

વિદેશોમાં ઘઉંની માંગ દેખાતા જ ભાવમાં અચનાક જ ધરખમ વધારો નોંધાયો, ભાવ જોઈ ખેડૂતો ઘઉં વેચવા કરી રહ્યા છે પડાપડી..

ગુજરાતમાં મોટાભાગના ખેડૂતોએ શિયાળુ પાકમાં ઘઉંનો પાક વાવેતર કર્યું હતું. કારણકે ઘઉંના પાકમાં ઓછી મહેનતે સારી નિપજ મળી રહે છે. તેમજ પાકને ઉછેર કરવા માટે અન્ય ખર્ચ પણ ખૂબ ઓછો થયો હોવાને કારણે મોટા ભાગના ખેડૂતો અને ચણાના પાકને શિયાળામાં વાવેતર કરવાનું વિચારતા હોય છે.

ગુજરાતના મોટાભાગના ખેતીલાયક હેક્ટરમાં ઘઉં અને ચણાનું વાવેતર થયું હતું. હાલ ના સમય દરમિયાન શિયાળુ પાક ની કાપણી થઈ રહી છે. તો ઘણા બધા ખેતરોમાં પાક તૈયાર થઇ ને પડ્યો છે. તો ઘણા બધા ખેડૂતોએ પાકને વેચી પણ નાખ્યો છે. ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ઘઉંના પાકની આવક ખૂબ મોટા પ્રમાણમાં નોંધાઇ રહી છે…

કારણ કે આ વર્ષે વાવેતર ખૂબ વધારે માત્રામાં થયું છે. એટલા માટે શરૂઆતમાં લાગી રહ્યું હતું કે ખેડૂતોને ભાવ ખૂબ ઓછા મળશે. પરંતુ એકાએક સમગ્ર વિશ્વમાં ઘઉંની માંગ વધી જતા ગુજરાતના ખેડૂતોને ઘઉંના ભાવ સારા મળી રહ્યા છે. માંગ વધવાને કારણે ઘઉંના પાકમાં હજી પણ વધારો નોંધાયો છે..

તેવું ખેતીવાડી માર્કેટિંગ યાર્ડના મોટા મોટા અધિકારીઓએ જણાવ્યું છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો ઘઉંના પાકનો સંગ્રહ કર્યા વગર ખેતી જ સીધા વેચવા માટે માર્કેટયાર્ડમાં પહોંચી જાય છે. કારણ કે આ વર્ષે ઘઉંના પાકનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચી ચૂક્યો છે..

એટલા માટે દરેક ખેડૂતો ખુશખુશાલ છે. જ્યારે ચણા, અજમો, રાયડો, સોયાબીન, એરંડા, મગફળી અને કપાસ જેવા પાકોમાં પણ ભાવો ખૂબ સારા રહેવાને કારણે દરેક ખેડૂત મિત્રો પાકને વાહનમાં ભરીને માર્કેટ યાર્ડ સુધી વેચવા માટે આવી પહોંચે છે. વાત કરીએ જુદા જુદા માર્કેટયાર્ડની તો ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 420 થી લઈને 500 રૂપિયા સુધી નોંધાયો છે..

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં 405 થી લઈને 510 રૂપિયા, જામનગર માર્કેટિંગ યાર્ડમાં 450 થી 495, જેતપુર માર્કેટિંગ યાર્ડમાં 430 રૂપિયાથી લઈને 480 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો છે. આ ઉપરાંત જસદણ માર્કેટિંગ યાર્ડમાં 420 રૂપિયાથી લઈને 530 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો છે. તો અમરેલી માર્કેટીંગ યાર્ડમાં 390 થી 470 સુધીનો ભાવ નોંધાયો છે.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 440 થી લઈને 570 સુધીના ભાવ નોંધાયા છે. તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં 405 રૂપિયાથી લઈને 470 સુધીના ભાવ નોંધાયા છે. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં 400 થી 550 સુધીના ભાવ નોંધાયા છે. તો મહુવા, વાંકાનેર અને જામજોધપુરમાં 400 રૂપિયાથી લઈને 520 રૂપિયા સુધીના ભાવ નોંધાયા છે.

આ ઉપરાંત વિસાવદરમાં 430 થી 480, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 430 થી 570, પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં 390 થી 460, રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 450 થી 590 જેટલા ભાવ નોંધાયા છે. આ ઉપરાંત ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 420 રૂપિયા થી લઈ 560 રૂપિયા સુધીના ભાવ નોંધાયા છે..

તેમજ ઉપલેટામાં 400 થી લઈને 495 સુધીના ભાવ નોંધાયા છે. વાંકાનેરમાં 450 થી 540 સુધીના ભાવ નોંધાયા છે. ઘારી માર્કેટિંગ યાર્ડમાં 450 થી 495 , ધ્રોલમાં 410 થી 470 , ઇડરમાં 470 થી 525 , ડીસામાં 410 થી 590 , વિસનગરમાં 425 થી 510 રૂપિયા ભાવ નોંધાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *