ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. અને હવે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ એકદમ શુષ્ક બનવા જઈ રહ્યું છે. હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં અચાનક પલટા પણ નોંધાયા છે.

બીજી તરફ હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસુ આગળ વધતી અટકી ગયું છે. એટલે કે હવે ચોમાસું ક્યારે બેસે તે ચોક્કસ તારીખ અંગે કોઈ ચોક્કસ માહિતી આપી શકાય નહીં. કારણકે ગુજરાત તરફ જે ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું હતું. અચાનક જ પાંચ દિવસથી આ ચોમાસું આગળ વધતો અટકી ગયું છે.

ભારતના હવામાન વિભાગે ભારતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની હજુ કોઈ પણ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. પરંતુ પૂર્વ ભારતના ઘણાં બધાં રાજ્યોમાં તેમજ દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યોમાં ચોમાસુ ધમધોકાર વરસાદ વરસાવી રહ્યું છે. બીજી તરફ ચોમાસુ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું.

પરંતુ છેલ્લા પાંચ દિવસથી આ ચોમાસા આગળ વધતા અટકી ગયા છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ચોમાસું દક્ષિણ શ્રીલંકા પાસે પહોંચી ગયું છે. પરંતુ તે જે ગતિથી આગળ વધવું જોઈએ તે ગતિથી આગળ વધતું નથી. આ ઉપરાંત ચોમાસુ આગળ વધવાના ખૂબ જ સંજોગ રહેલા છે. પરંતુ ચોમાસું આગળ ન વધતા કદાચ વરસાદ મોડો વરસે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જુદા જુદા હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે, અંદમાન નિકોબાર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી હતી. પરંતુ ત્યારબાદ આગળ વધ્યું નથી. કારણ કે દરિયામાં વાદળા બનવાનું તેમાં ચોમાસાની પ્રગતિને અનુકૂળ રહી નથી. એટલા માટે ચોમાસુ એક સપ્તાહ વહેલા આવવાનું હતું. હવે તે એક અથવા બે સપ્તાહ સુધી પાછો ખેંચાય તેવી શક્યતા રહેલી છે.

તો બીજી બાજુ ગુજરાતના હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે, પશ્ચિમ તરફથી જે પવનો ભારતમાં પ્રવેશે છે. તે પવનો એકદમ નબળા પડી ગયા છે. જેના કારણે જે ગતિએ ચોમાસાનો વરસાદ વરસવો જોઈએ તેવો વરસી રહ્યો નથી. તેમજ ચોમાસુ પ્રવેશતાની સાથે જ નબળું દેખાઈ રહ્યું છે.

ગુજરાતમાં ચોમાસાનો તમામ આધાર કેરળના ચોમાસા પર હોય છે કારણ કે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળ રાજ્યમાં થાય છે. પાછળના ઘણા વર્ષોથી કેરળમાં ૧ જૂનના રોજ ચોમાસુ શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે એક સપ્તાહ પહેલાં શરૂ થવાનાં એંધાણ દેખાઈ રહ્યા હતા પરંતુ હવે એક સપ્તાહ મોડું દેખાશે તેવા એંધાણ છે. આ ઉપરાંત કેરળમાં ચોમાસું શરૂ થયાના એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસુ શરૂ થશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment