Breaking News

વડોદરા હરણી તળાવમાં જો આવું થયું હોત તો ચારેકોર લાશોના ઢગલા થઈ જાત, હે ભગવાન બિચારા બાળકોનો શું વાંક ? ઓમ શાંતિ..

ગઈકાલે ગુજરાતમાં એક અત્યંત ગંભીર અને ઘટના બની છે, જેમાં કેટલાય નાના બાળકોના જીવ ગયા છે. આ કિસ્સાએ ગુજરાતના દરેક લોકોને એકાએક બેઠા કરી દીધા છે. હકીકતમાં આ ઘટના વડોદરા શહેરના હરણી તળાવમાંથી સામે આવી છે, અહીં ન્યુ સનરાઈઝ શાળામાંથી કેટલાક બાળકો અને શિક્ષકો એક દિવસીય પ્રવાસ માટે મોજ મજા માણવા માટે પહોંચી ગયા હતા..

આ તળાવની અંદર બોટિંગ કરતી વખતે અચાનક જ બોર્ડ પલટી ખાઈ જતા બોર્ડ પર સવાર 12 બાળકો તેમજ બે શિક્ષકોની સાથે મળીને કુલ 14 જેટલા લોકો તળાવના ઊંડા પાણીની અંદર ખાબકીયા હતા, આ તમામે લોકોનું અરેરાટી મચાવતુ મોત નીપજતા પ્રશાસન એકાએક દોડતું થયું છે..

આ ઘટનાને લઈ ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો છે, આ ઘટના વિશે વધુ માહિતી સાંભળીને દરેક લોકોની આંખમાંથી આંસુ વહી નીકળ્યા હતા, માહિતી મળી રહી છે કે બોટની અંદર બેસીને બોટિંગ કરીને કુલ 60 જેટલા બાળકો સહી સલામત રીતે તળાવમાંથી બહાર આવી ગયા હતા..

પરંતુ સૌથી છેલ્લી બોટમાં બેસેલા અંગ્રેજી માધ્યમના બાળકોની બોટ પરત આવતી હતી, ત્યારે તેમની બોર્ડ પલટી ખાઈ જવાને કારણે કુલદેવી જેટલા બાળકો તેમાં ચાર શિક્ષકો ડૂબી ગયા હતા. જેની અંદર કુલ 13 જેટલા બાળક અને બે શિક્ષકોના મૃત્યુ થયા છે, આ મૃતક વિદ્યાર્થીઓમાં સકીના શેખ આયાત, મનસુરી અયાન, મોહમ્મદ રેહાન, ખલીફા મુઆઉ જાઉજા શેખ, નેન્સી માછી, હેતવી શાહ..

રોશની સુરવે, વિશ્વા નિઝામ આ એસા ખલીફા અને જુહાબીયા સુબેદારનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત વૃતક શિક્ષકોમાં ફાલ્ગુની સુરતી અને છાયા પટેલનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બનતાની સાથે જ ત્યાં આસપાસના વિસ્તારમાં રહેલા લોકો તાબડતો તળાવમાં કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર બાળકોને બચાવવા માટે કૂદી પડ્યા હતા..

પરંતુ તેમના હાથમાં નિરાશા સિવાય કશું બચ્યું નહીં, આ દુર્ઘટનાની અંદર બચી ગયેલા વિદ્યાર્થીઓને શિક્ષિકાઓનું કહેવું છે કે જો ગુજરાતી માધ્યમના બાળકોની બોટ સમયસર પહોંચી ન હોત તો આ તળાવની અંદર કેટલી લાશો નો ઢગલો થયો તેનું નક્કી હોત નહીં, ડૂબી ગયેલી બોટનો ભોગ બનનાર એક વિદ્યાર્થીનું કહેવું છે કે, બોટ પલટી ખાતાની સાથે જ કેટલાક લોકો નીચે ચાલ્યા ગયા હતા..

પરંતુ હું એકલો જ બોટને પકડીને બેઠો હતો, એટલા માટે તેનો જીવ બચી ગયો છે. કોઈપણ વ્યક્તિએ લાઈવ જેકેટ પહેરેલા ન હોવાને કારણે સૌ કોઈનો જીવ ચાલ્યો ગયો હતો, મોડી રાત સુધી આ ઘટનાને લઈને રેસ્ક્યુ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું, ઘણા બધા વિદ્યાર્થીઓના વાલી આ તળાવના કિનારે પહોંચી ગયા અને પોતાની બાળકની લાશ મેળવવા માટે પણ અહીંયા ફાટ રુદન કરી રહ્યા હતા..

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની માહિતી મળતાની સાથે છ જેટલી ટીમો ત્યાં હાજર થઈ ચૂકી હતી અને રેસ્ક્યુ ની કામગીરીમાં લાગી પડી હતી, છતાં પણ હજુ પાંચ બાળકો લાપતા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં વધારે સારવાર માટે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા..

આ ઘટનાનો શોક દરેક નેતાઓ મુખ્યમંત્રી તેમ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કર્યો છે અને આગવી સહાય આપવાનું પણ નિવેદન જાહેર કર્યું હતું. આ ઘટનાને લઈને ન્યુ સનરાઈઝ શાળાનો પ્રવાસ મહત્વના માતમમાં ફેરવાઈ ગયો હતો, આ ઘટના બની ત્યારબાદ ના અઢી કલાક સુધી પણ ડૂબી ગયેલા બાળકોની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી..

ઓછી ક્ષમતા ધરાવતી બોર્ડની અંદર વધારે બાળકોને બેસાડીને વગર લાઈફ જેકેટએ વોટીંગ કરાવવું એ ખૂબ જ ગંભીર ગુનો ગણાય છે, આ દુર્ઘટનાની અંદર સમગ્ર તળાવને સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ ફૂડ કોર્ટની દુકાનોને પણ બંધ કરાવી દેવામાં આવી હતી. આ ઘટનાને લઈને તંત્ર એકા એક દોડતું થયું છે..

અને ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં તેવું પણ જણાવવામાં આવ્યું હતું, આ દુઃખદાયી ઘટના કુલ પંદર લોકોના જીવ ખેંચી ગઈ છે. ત્યારે આ ઘટનાની અંદર બેદરકાર દરેક લોકોને કડકમાં કડક સજા થાય તેમજ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ દુર્ઘટના ન સર્જાઈ એ અંગે તંત્રએ વ્યવસ્થિત કામગીરી કરવી જોઈએ તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …