Breaking News

દીકરો બોલ્યો કે, મમ્મી મને સપનું આવ્યું કે “હું કાલે મરી જઈશ”, અને હકીકતમાં બીજે દિવસે સવારે બન્યું એવું કે પરિવારના મોતિયા મરી ગયા..! હોશ ઉડી ગયા બધાના…

એવું કહેવાય છે કે, આપણે જે પણ વિચારીએ છીએ અથવા બોલીએ છીએ તે ઘટનાઓ ઘટવાના અણસાર સૌથી વધારે હોય છે. એટલા માટે હંમેશા ચોખ્ખું અને સારું બોલવું જોઈએ. અત્યારે એક એવી ઘટના બની છે કે, જેને જાણીને સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા છે. આ ઘટના ઓરિસ્સાની છે. અહીં 21 વર્ષનો મુકેશ નામનો યુવક એવી ઘટનાનો ભોગ બન્યો છે.

કે જેને જાણીને ભલભલા લોકો માથું પકડીને નીચે બેસી ગયા છે. અને લોકો વિચારવા માંડ્યા છે કે શું આ બાબત હકીકતમાં શક્ય છે કે નહીં..? કહેવાય છે કે, આવતી કાલે આપણી સાથે કઈ ઘટના બનવાની છે. તેની થોડી ઘણી માહિતી સાવલા જેવા લોકોને અણસાર સ્વરૂપે મળી જતી હોય છે..

એવી જ રીતે એક દિવસ સવારે પથારીમાંથી બેઠો થઈને 21 વર્ષના મૂકેશે તેની માતાને જણાવ્યું હતું કે, મમ્મી મને ગઈ રાત્રે એક સ્વપ્ન આવ્યો છે અને એ સ્વપ્નમાં હું આવતીકાલે મરી જવાનો છું તેવું દેખાયું છે. મુકેશને તેની માતાએ જણાવ્યું કે, બેટા આપણે ક્યારેય પણ મનમાં આ પ્રકારના વિચારો લાવવા જોઈએ નહીં…

પરંતુ મુકેશ બોલવા લાગ્યો કે, આવા વિચારો મારે મારા મગજમાં લાવવા નથી. પરંતુ મને સપનું આવ્યું હતું કે, હું કાલે મરી જવાનો છું અને મારા સ્વપ્નની અંદર તમે બધા લોકો માટે હાથ દઈને રડતા હતા તો મારા પપ્પાને સંભાળવા માટે આસપાસના પડોશીઓ પણ આવી પહોંચ્યા હતા..

બહેન પણ મારા મૃત્યુ બાદ ખૂબ જ રડવા લાગી હતી. પોતાના દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળીને માતાને ખૂબ જ દુઃખ થયું હતું. તેણે તેના દીકરાને વારંવાર સમજાવવાની કોશિશ કરી કે બસ હવે આ પ્રકારની વાતચીતો બોલવાનું બંધ કરી દે. કારણ કે આવી બાબતો ક્યારેય પણ બોલવી જોઈએ નહીં. મૂકેશે આ બાબતો બોલવાનું બંધ કરી દીધું હતું..

પરંતુ જ્યારે બીજે દિવસે સવારે તે લાંબો સમય સુધી જાગ્યો નહીં, ત્યારે મુકેશની માતા તેને ઉઠાડવા માટે તેની પાસે આવી પહોંચી હતી. અને તેને જોયું તો મુકેશનો શ્વાસ પણ બંધ થઈ ગયો હતો અને તેણે કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા મુકેશની માતાએ મુકેશના પિતાને ત્યાં બોલાવ્યા હતા..

મુકેશના પિતા બલરામ ભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા, તેઓએ તપાસ કરી તો મુકેશના શરીરમાંથી જીવ ચાલ્યો ગયો હોય તેવું જણાયું હતું. તરત જ તેઓ આસપાસના પડોશીઓને બોલાવ્યા અને મુકેશને હોસ્પિટલ લઈ જવા માટે જણાવ્યું હતું. તાબડતોબ તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો…

પરંતુ ત્યાં ડોક્ટરે જણાવી દીધું કે, મુકેશનું મૃત્યુ થઈ ચૂક્યું છે. હકીકતમાં મૂકેશે આગળના દિવસે તેની માતાને કહ્યું હતું કે, મને સપનું આવ્યું છે કે હું આવતીકાલે મરી જવાનો છું. અને હકીકતમાં બીજે દિવસે સવારે જ તેનો જીવ જતો રહ્યો હતો. આ ઘટના જાણ્યા બાદ પરિવારજનોના મોતિયા મરી ગયા છે.

તો આસપાસમાં રહેતા પડોશીના પણ હોશ ઉડી ગયા હતા. ડોક્ટર પણ વિચારવા મજબૂર બન્યા છે કે, આખરે આમલો કેવી રીતે શક્ય બને છે. મુકેશનું મૃત્યુ કેવી રીતે થયું છે, તેની જાણકારી મેળવવા માટે મુકેશના પિતા બલરામભાઇએ ડોક્ટરને તમામ તપાસ અને રિપોર્ટ કરવા માટે જણાવ્યું હતું..

જ્યારે રિપોર્ટ સામે આવ્યા ત્યારે ખબર પડી કે જ્યારે મુકેશ રાત્રે ભોજન કર્યા બાદ સુઈ ગયો ત્યારે તેને હૃદય રોગના હમલા આવી ગયા હતા. જેને કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. જુવાનજોધ દીકરાને મૃત્યુ બાદ મુકેશના પિતા બલરામભાઈ માટે તો દુઃખની આ ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. તો મુકેશ ની માતા રડી રડીને બેહાલ થઈ ગયા છે. આ ઉપરાંત મુકેશની બહેન અને આસપાસના પડોશીઓ પણ દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …