Breaking News

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ થયા છે, આ દર્દનાક ઘટનાને લઈને અત્યારે ગુજરાતના તમામ લોકો ખૂબ જ દુઃખી છે. આ ઘટનાના પડઘા ખૂબ જ દૂર દૂર સુધી પડ્યા છે, કારણ કે જે માતા પિતા એ તેમના બાળકોને સવારમાં હસતા મુખે પ્રવાસે મોકલ્યા હતા..

તે બાળકોની મૃત્યુની ખબર સાંભળતાની સાથે જ હવે માતા પિતાની આંખમાંથી આંસુની ધારા સુકાઈ રહી નથી, દરેક માતા પિતા નું હૈયાફાટ રૂદન જોઈને ભલભલા લોકોની આંખમાંથી આંસુ નીકળી ગયા છે. આ દુર્ઘટનાની અંદર ઋત્વી શાહ નામની એક બાળકી પણ મૃત્યુ પામી છે..

આ બાળકી જ્યારે તેની શાળામાંથી પ્રવાસની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારથી તેને પ્રવાસમાં જવાની ખૂબ જ ઈચ્છા હતી. તેણે તેના માતા-પિતાને પણ પ્રવાસે જવાની મંજૂરી આપવા માટે જણાવ્યું હતું, પરંતુ તેના માતા પિતાએ કોઈને કોઈ કારણસર તેની બાળકીને પ્રવાસમાં જવાની મનાઈ ફરમાવી હતી..

પરંતુ તેની દીકરીને પ્રવાસ જવાની ખૂબ જ ઈચ્છા હતી અને તે જીદ પકડીને બેઠી હોવાને કારણે અંતે ઋત્વી શાહ નામની આ બાળકીને તેની માતાએ પ્રવાસે જવાની પરવાનગી આપી હતી, પરંતુ બિચારી માતાને શું ખબર કે તેની દીકરી હસતા મોઢે પ્રવાસે જઈ રહી છે, પરંતુ સાંજે તેની દીકરી નહીં પરંતુ તેની દીકરીની લાશ તેના હાથમાં આવવાની છે..

જ્યારે પૃથ્વીની માતાને ખબર પડી કે પ્રવાસમાં ગયેલા બાળકોની બોટ તળાવમાં પલટી ખાઈ જવાને કારણે ઘણા બધા બાળકો સહી શિક્ષકોનો પણ મૃત્યુ થયું છે, એમાં પણ તેને વધુ માહિતી મળી કે તેમાં તેમની લાડકવાઈ દીકરી પણ મૃત્યુ પામી છે, ત્યારે તેમના પગ નીચેથી તો જમીન ખસી ગઈ હતી..

જ્યારે તેઓએ એસએસજી હોસ્પિટલે તેમની દીકરીને મૃત હાલતમાં જોઈ ત્યારે પૃથ્વીની માતા તેણે ત્યાં નીચે ઢળી પડી હતી, તે વારંવાર રૈયા માંથી વરાળ કાઢતા કહેવા લાગી હતી કે મેં અંતિમ ઘડી અમારી દીકરીને પ્રવાસે જવા માટે હા પાડી હતી. મેં હસતા મુખે તેને વિદાય પણ આપી અને અંતે મારે તેને ગુમાવી દેવાનો વારો આવ્યો છે..

અમારા બાળકોનો જીવ લેનારની સામે કાયદેસરના પગલાંઓ ભરાવવા જોઈએ અને તેમને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ માતા-પિતાને તેમના બાળકોને ગુમાવવાનો વારો ન આવે, આ ઘટનાને લઈને તંત્ર પણ સફાળું બેઠું થયું છે. અને બેદરકાર લોકો સામે એફઆઇઆર પર દાખલ કરવામાં આવી છે..

પરંતુ એફઆઇઆર દાખલ કરતી વખતે પણ કેટલીક બેદરકારીઓ દેખાઈ આવી છે, કારણ કે એફઆઇઆરની અંદર આરોપી બિનિત કોટીયા અને હિતેશ કોટિયા નામના બંને વ્યક્તિઓનું સાચું એડ્રેસ પણ પોલીસ પાસે નથી, જેમાંથી એક વ્યક્તિ તો હયાત પણ નથી આ ઘટનામાં દરેક બાળકોના વાલીઓ સ્કૂલ સંચાલકની સામે આંગળી રહ્યા છે..

જ્યારે સ્કૂલના સંચાલકો કોન્ટ્રાક્ટર અને દેશી ગણાવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ સરકાર ન્યાય આપવાના વાયદાઓ કરીને સહાય તેમજ આશ્વાસન આપી રહ્યા છે. આ તમામ તંત્ર રામ ભરોસે ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ દુર્ઘટનાની પાછળ જવાબદાર વ્યક્તિ કોણ છે અને તેને શું સજા થશે તે જોવા માટે ગુજરાતના દરેક નાગરિકો રાહ જોઈ રહ્યા છે..

કારણ કે આ દુર્ઘટનામાં કુલ 15 લોકોના જીવ ગયા છે,  દરેક બાળકોના માતા પિતાએ સ્વપ્ન જોયા હશે કે તેમના બાળકો ભણી ગણીને તેમનું નામ રોશન કરે પરંતુ આ એક દિવસીય પ્રવાસીઓ ઘટનામાં એક સાથે કુલ 13 બાળકોને બે શિક્ષકોના મોત થયા છે, જેમાં ઘણા બધા માતા પિતા હોય તેમના વહાલ સોયા દિકરા કે દીકરીને ગુમાવી દીધા છે..

આ માતા પિતાની દુઃખદ સ્થિતિ જાણીને ભલભના લોકોના જીવ ફફડી ઉઠ્યા છે, બિચારા મા-બાપ ઉપર ત્યારે શું વીતી હશે જ્યારે તેઓને તેમના બાળકોના મૃત્યુના સમાચાર સાંભળવા મળ્યા હતા. આ ઘટનાના પડઘા ખૂબ જ ઘેરા સંભળાયા છે, આ પ્રકારની ઘટના આગળના સમયમાં પણ સામે આવી ચૂકી છે..

જેમાં મોરબીની પુલ તૂટી જવાની ઘટના પણ સામેલ છે, સેફટીના કારણે આજે 13 જેટલા બાળકો તેમજ બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે, આ ઉપરાંત મોરબીની દુર્ઘટનામાં પણ 55 જેટલા બાળકોની સાથે મળીને કુલ 150 કરતાં પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો, આવી ઘટનાઓને સામાન્ય ઘટના સમજીને જતી કરવાને બદલે આરોપી વ્યક્તિઓને કડકમાં કડક સજા થવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …