Breaking News

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે આવી ગયો છે, આજકાલના સમયમાં જુવાન ઉંમરના યુવક યુવતીઓ ઉપર માતા-પિતાનું ધ્યાન ખૂબ જ ઓછું રહે છે, અને આમાં સમયની અંદર જ દીકરા કે દીકરીઓ એવી ઘટનાની અંદર સપડાઈ જતા હોય છે કે માતા-પિતાને હંમેશા માટે પછતાવું પડતું હોય છે..

આ ઉંમરની અંદર જે વ્યક્તિ શાંતિથી જીવન જીવી ગયા અને પોતાનો સમય કોઈ સારી જગ્યાએ ઉપયોગ કર્યો તેવા દીકરા કે દીકરીઓને ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પ્રશ્ન કે ચિંતા રહેતી નથી, પરંતુ જુવાન ઉંમરમાં જુવાનીના જોશમાં જે વ્યક્તિઓ કાળા કારનામાંની અંદર સપડાઈ ગયા અથવા તો ભવિષ્યની રાહથી દિશા ભટકી ગયા તેવા લોકોને આગળ જઈને પસ્તાવું પણ પડે છે..

અત્યારે માત્ર 22 વર્ષની એક યુવતી રોજબરોજ કોલેજ જવાના બહાને ઘરેથી તો નીકળી જતી હતી, પરંતુ તે કોલેજ ભણવા જવાને બદલે એવી જગ્યાએ જઈને કાળા કારનામા સપડાઈ ગઈ કે માતા-પિતાએ તેની દીકરીને જીવતા જ મળેલી સમજીને સ્નાન કરી લીધું હતું. આગળના જ્યારે સામે આવી ત્યારે ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..

આ ઘટના વિલાસ કૃપા કોલોની માંથી સામે આવી છે, આ કોલોનીની અંદર અલ્પેશભાઈ નામના વ્યક્તિએ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની રીંકલબેન તેમનો 15 વર્ષનો દીકરો યથાર્થ તેમજ તેમની 22 વર્ષની દીકરી રિયાનો સમાવેશ થાય છે. તેમની દીકરી રિયા કોલેજનો અભ્યાસ કરે છે..

અને આ ઉંમરની અંદર તે રોજબરોજ સવારના સમયે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને કોલેજ જવા માટે નીકળી જતી હતી, બીચારા પરિવારની એવી તો શી ખબર કે તેમની દીકરી કોલેજ જઈને અભ્યાસ કરવાની બદલે અન્ય કોઈ જગ્યાએ જઈને પોતાનો સમય વિતાવી રહી છે, એક દિવસ જ્યારે રિયાના પિતા અલ્પેશભાઈ રિયાના કોલેજની ફી ભરવા માટે તેના કોલેજ પર અચાનક જ પહોંચી ગયા હતા..

ત્યાં જઈને તેઓએ રિયાની મુલાકાત લેવાનું વિચાર્યું અને અન્ય શિક્ષકો તરફથી રિયાના અભ્યાસ અંગેની પણ માહિતી મેળવવાની કોશિશ કરી હતી, ત્યાં રહેલા દરેક શિક્ષકોએ જણાવી દીધું કે, રિયા છેલ્લા છ મહિનાથી કોલેજ આવતી નથી અને ક્લાસની અંદર પણ એક પણ વાર તે દેખાઈ આવી નથી..

આ શબ્દો જ્યારે અલ્પેશભાઈએ પોતાના કાનેથી સાંભળ્યા ત્યારે તેમના હોશ છૂટી ગયા કારણ કે, રિયા રોજબરોજ સવારના સાત વાગ્યામાં ઘરેથી નીકળી જતી હતી. પરંતુ તે છ મહિનાથી શા માટે કોલેજ આવતી નથી અને આ સમય દરમિયાન તે ક્યાં જઈ રહી છે અને શું કરી રહી છે તેની પણ હવે તેઓ જાણકારી મેળવવા લાગ્યા હતા..

તેણે આ ઘટના વિશે રિયાને જણાવ્યું નહીં અને બીજા દિવસે જ્યારે રિયા સવારે કોલેજ જવા માટે નીકળી ત્યારે અલ્પેશભાઈ તેની પાછળ પાછળ તેનો પીછો કરવા લાગ્યા હતા, એ વખતે રિયા તેના સોસાયટીના ગેટથી થોડે દૂર એક યુવકની કારમાં બેસી ગઈ હતી અને તેની સાથે જવા લાગી હતી..

અલ્પેશભાઈ તેની પાછળ પાછળ જવા લાગ્યા અને તેમણે જોયું તો રિયા આ અજાણ્યા જુવાનિયા યુવકની સાથે શહેરની બહાર આવેલા એક બંગલા હાઉસની અંદર ચાલ્યા ગયા હતા, અલ્પેશભાઈ આ બંગલા સુધી પણ પહોંચી ગયા અને તેની બારીમાંથી નજર નાખીને જોવાની કોશિશ કરી તો આ બંગલાની અંદર તેઓ દારૂની સાથે સાથે અન્ય વ્યસનની ચીજ વસ્તુઓનું પણ વ્યસન કરતા હતા..

આ ઉપરાંત અંદર વિદેશી દારૂની હેરાફેરી થતી હોય તેવા દ્રશ્યો પણ નજરે ચડ્યા હતા, રીયા જે યુવકની સાથે રહેતી હતી તે યુવક દારૂનો ખૂબ જ મોટો વેપારી હોય તેવું જણાયું હતું, આ માહિતી મળતા જ હોય અલ્પેશભાઈના ડોળા ફાટેલાને ફાટેલા જ રહી ગયા હતા. તેઓએ તરત જ પોલીસને માહિતી આપી કે, આ બંગલાની અંદર ખૂબ જ કાળા કારનામાં ચાલી રહ્યા છે..

અને તેની અંદર તેમની દીકરી પણ સપડાઈ ચૂકી છે, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આ બંગલા ઉપર છાપો મારતાની સાથે જ અંદર રહેલા લોકોમાં હડિયાપાટી મચી ગઈ હતી, એ જ્યારે તેના પિતા અલ્પેશભાઈને આ બંગલો ઉપર જોયા ત્યારે તે પગ પકડીને માફી માંગવા લાગી હતી..

અને જોડે જોડે રડવા લાગી પરંતુ અલ્પેશભાઈ એ તેમની દીકરીને જણાવી દીધું કે, તેઓએ સારા સંસ્કાર આપવામાં કોઈ પણ કચાસ બાકી મૂકી નથી. પરંતુ થોડી ઘણી છૂટછાટ આપી દીધી જેના કારણે આ દીકરી તેના હાથમાંથી સરકી પડી અને આ અજાણ્યા યુવકની સાથે અવળા રવાડે ચડીને ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે દારૂ જેવા વ્યસન વાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરવા લાગી હતી..

જ્યારે રિયાને કડક પૂછપરછ કરીને તેના પિતાએ પૂછ્યું કે, તે કેટલા સમયથી આ યુવકની સાથે છે. ત્યારે તેને જણાવ્યું કે, તેને આ યુવકની સાથે કુલ બે વર્ષની જિંદગી વિતાવી છે અને આ યુવકને તે પ્રેમ કરી રહી છે, આ યુવકની સાથે જ તે લગ્ન કરીને આગળનું જીવન પણ ગુજારવા માંગે છે..

બસ એટલું સાંભળતાની સાથે જ અલ્પેશભાઈ તેની દીકરીને અંતિમ વખત મોઢું બતાવીને ત્યાંથી પોતાના ઘરે આવ્યા અને ઘરે આ વાતની જાણકારી દરેક લોકો સુધી પહોંચાડી હતી અને કહ્યું કે, આજથી રિયા હવે આપણા ઘરની અંદર પગ મૂકશે નહીં અને આપણે તેને મરેલી સમજી લીધી છે કારણ કે મેં જે દીકરીને ભવિષ્ય માં સારું કામકાજ કરશે તેવી રીતે વિચારીને મનમાં ઈજ્જત બનાવી હતી..

તે તમામ ઈજ્જત મારી દીકરીએ ઉતારી નાખી છે, આ બનાવ જ્યારે સામે આવ્યો ત્યારે દરેક લોકો ચોકી ઉઠ્યા હતા. આજકાલના યુવતીઓનું દરેક માતા પિતાએ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તેમના મોબાઈલથી માંડવીને તેમના દફતર સુધીની ચીજ વસ્તુઓને પણ ઘણી બધી વાર ચેક કરતી રહેવી પડે છે..

કારણ કે, આપણા દીકરા કે દીકરીઓ ખૂબ જ સારા અને સંસ્કારી હોય છે, પરંતુ તેઓ જેમની સાથે રહે છે તેમની સંગત કેવી છે..? તેનો પણ ખૂબ જ વધારે ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે, આવનારા સમયની અંદર ચોકાવનારા પ્રશ્નોને ટાળવા હોય તો અત્યારથી જ બાળકો ઉપર ખૂબ જ વધારે ધ્યાન આપવું પડશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *