Breaking News

વિદેશમા લાખોની નોકરીને ઠોકર મારી ને આ એક કારણ ના લીધે આવી ગયા પોતાના ગામડે અને કરવા લાગ્યા ખેતી કામ, જાણો શા માટે

મિત્રો , હાલ મોટાભાગ ના ગ્રામ્યવિસ્તાર ના લોકો પોતાની ખેતીવાડી તથા પશુપાલન ના વ્યવસાય નો ત્યાગ કરી ને શહેર મા જઈ ને નોકરી કરવા માટે સ્થળાંતરીત થવા માંડયા છે. હાલ લોકો ને ફક્ત વધુ મા વધુ નાણા કઈ રીતે કમાવવા અને પોતાનુ એક સારી રીતે સ્ટેટસ કઈ રીતે ઊભુ કરવુ તેની જ ચિંતા સતાવતી હોય છે અને આ માટે કેટલાક લોકો વિદેશ મા પણ સ્થળાંતરીત થતા હોય છે.

હાલ , કોઈપણ વ્યક્તિ ને ગ્રામ્ય વિસ્તાર નુ જીવન પસંદ જ નથી. બધા ને હાલ આધુનિકતાભર્યુ જીવન જીવવા ની લય લાગેલી છે. આવા સમય તથા આવા લોકો ની વચ્ચે હાલ તમને એક એવા યુગલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે વિદેશ મા વ્યવસ્થિત રીતે સેટલ થયા. પોતે પોતાના કરીયર મા પણ ઉચ્ચ સ્તર સુધી પહોચી ને લાખો રૂપિયા ની ઈન્કમ મેળવતા થઈ ગયા.

પરંતુ ,હાલ આ બધી જ સુખ-સુવિધાઓ નો ત્યાગ કરી ને તે પોતાના દેશ પોતાના વતન પરત આવી ને વસી ગયા. હવે આપણા મન મા એક પ્રશ્ન તો અવશ્ય ઉદ્દભવશે કે એવુ તો શુ થયુ કે તેઓ પરત પોતાના ગામ આવી ને વસવા માંડયા ? આ ઉપરાંત તે ગામડે પરત ફરી ને જે કાર્ય કરી રહ્યા છે તે વિશે જાણી ને તમને વધુ નવાઈ લાગશે. તો ચાલો આ વિશે થોડી વિસ્તૃત મા ચર્ચા કરીએ.

આ યુગલ છે રામદે ખુંટી અને ભારતી ખુંટી. જે છેલ્લા ૮ વર્ષ થી ઈંગ્લેન્ડ મા વસેલા હતા. તેઓ હાલ આ વિદેશી જીવનશૈલી નો ત્યાગ કરી ને ગુજરાત ના પોરબંદર ના બેરડ ગામ મા આવી ને વસ્યા. આ યુગલ પોતાના મૂળ ગામ પરત ફરી ને ખેતી નુ કાર્ય કરવા માંડયા. રામદે ઈંગ્લેન્ડ મા એક સારી એવી કંપની મા એક ઉચ્ચ હોદ્દા પર કાર્ય કરી રહ્યા હતા અને તેમની પત્નિ ભારતી બ્રિટીશ એયરવેઝ મા એર હોસ્ટેસ તરીકે કાર્ય કરી રહ્યા હતા.

પરંતુ , તે હાલ ગામડે વસી ને પશુપાલન ની પ્રવૃતિ કરી રહ્યા છે. જેણે ક્યારેય છાણ નુ તગારુ પણ નિહાળ્યુ ના હતુ તે હાલ હાથ મા લઈ ને વાસીંદા કરે છે. જેણે ગાય ના આંચળ પણ નહોતા નિહાળ્યા તે ગાયો ને દોહી ને દૂધ પણ કાઢે છે. ભારતી ખુંટીએ પોતાની બી.એસ.સી ની ડીગ્રી લંડન મા થી મેળવી ત્યારબાદ તેમણે હેલ્થ એન્ડ સેફટી નો કોર્સ તથા એરપોર્ટ મેનેજમેન્ટ નો પણ કોર્સ કર્યો. ત્યારબાદ તેમણે બ્રિટીશ એયરવેઝ મા એરહોસ્ટેસ ની નોકરી શરુ કરી.

હાલ , ભારતી ખુંટી અને રામદે ખુંટી ના વિવાહ બાદ તેમને એક ૫ વર્ષ ની વય નો પુત્ર પણ છે જેનુ નામ ઓમ છે. મિત્રો , હવે પ્રશ્નો પણ ઉદ્દભવે કે હાલ મોટાભાગ ના ભારતીય યુવાઓ વિદેશ મા સ્થિત થવા ના સ્વપ્નો જોતા હોય છે. પરંતુ , આ યુગલ તો પાછલા ૮ વર્ષ થી ત્યા સ્થાયી હતા. એક સારી એવી નોકરી કરી ને તેઓ લાખો ની ઈન્કમ પણ મેળવી રહ્યા હતા. તો તેઓ પોતાના વતન શા માટે પરત આવ્યા ?

ભલે તેઓ પોતાના વતન પરત ફર્યા પરંતુ , પોતાની ડિગ્રી ની સહાયતા થી અને અનુભવ ના આધાર પર તે એક સારી એવી નોકરી મેળવી શકતા હતા તેમ છતા તેમણે આ ખેતી તથા પશુપાલન ની પ્રવૃતિ નો નિર્ણય કેમ લીધો ? આ પાછળ ની વાત જાણશો તો તમે પણ આ યુગલ ના વિચારો થી પ્રેરિત થઈ જશો. ભારતી અને રામદે ખુંટી એવુ જણાવે છે કે તેઓ વિદેશ થી પરત ફરી ને પોતાનો જૂનો વ્યવસાય સંભાળી ને તેમના માતા-પિતા ને આ વ્યવસાય મા થી નિવૃત કરી તેમના બુઢાપા નો સહારો બનવા માંગતા હતા.

તેઓ પોતાના માતા-પિતા ની સંગાથે રહી ને તેમની સેવા કરવા ઈચ્છતા હતા. આ ઉપરાંત તેઓ પોતાના પુત્ર ઓમ નો ઉછેર ભારતીય શૈલી તથા સંસ્કૃતિ અનુસાર કરવા ઈચ્છતા હતા. આ ઉપરાંત વિશેષ મા તેઓ જણાવે છે કે તેમના પુત્ર ઓમ ને તે ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય સભ્યતા થી અવગત કરાવી ને તેમનો ઉછેર કરવા ઈચ્છે છે.

જેથી તેમા યોગ્ય સંસ્કારો નુ સિંચન થાય. આ બધી જ બાબતો વિશે વિચારી ને તેમણે ગામડે પરત ફરવા નો નિર્ણય લીધો હતો અને અંતે તેમણે આ વિચાર નો અમલ કરી ને પોતાના વતન પરત ફરી ને પશુપાલન તથા ખેતી નો વ્યવસાય સંભાળ્યો. ખરેખર , આ યુગલ દ્વારા કરવામા આવેલી આ પહેલ અત્યંત સરાહનીય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા દાદાએ સ્ટેજ ઉપર ચડીને કર્યો ‘મુરઘા ડાન્સ’, 75ની ઉંમરે લગાવ્યા એવા ઠુમકા કે વિડીયો પરથી નજર નહી હટે તમારી..!

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે કે, જેમાં દેશ વિદેશના લોકોનું ટેલેન્ટ દુનિયાના તમામ લોકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *