વર્ષો પહેલા કહેવામા આવેલી વાતો જે આજે સાચી પડી રહી છે: દૂલાભાયા ની કાગ વાણી

ભુખ લાગવી એ પ્રકૃતી છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે. રાત્રિ સુર્યને મળવા ગઈ, યુવાની ઘડપણને મળવા જતાં અને માણસ કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.

બાધેડું પાડોશી, ઘાસવાળૂ ખેતર, ભાઠું પડેલું ધોડો અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે. તારામાં ચાંદ છુંપાતો નથી. વાદળાંઓથી સુર્ય છુંપાતો નથી. આડુ જોવાથી પ્રેમ છૂપાતો નથી. યાચકોને ભાળીને દાતાર છૂપાતો નથી અને રાખ ચોળે તોપણ ભાગ્ય છૂપાતું નથી.

જેવીરીતે પારસ સાથે રાખેલી તલવાર સોનું બને છે પણ એની ધાર અને આકાર એનાં એ જ રહે છે, તેમ સંતના પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા વખત આવ્યે પ્રગટ થાય છે. નીંદર વિના રાત લાંબિ લાગે છે અને ઉત્સાહ વીનાનાને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.

નાથ ને નાખવાથી ફક્ત બળદ વશમાં આવે છે. અંકુશથી હાથિ વશ થાય છે. નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વીદ્વાનો-બુઘ્ધિમાનો વશ થાય છે. પગિ, પારેખ, કવી, રાગિ, શુંરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.

ઉટને ત્રિજે વરસે, ઘોડાને પાંચમે વરસે, મહિલાને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે. પૂરા જંગલનો વિનાશ ફક્ત એક તણખો કરે છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.

જે ઘર અંદર બાળકોનો કીલ્લોલ નથી, જે ઘરમાં સભ્યો વચ્ચે સંપ નહી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવું.

પ્રભુ બે જ સમયે દાત કાઢે છે એક તો ભાઈ સાથે ભાઈ બથોબથ બાઝે ત્યારે અને બીજું સો વરસનો પથારીવશ બુઠ્ઠો જીવવા માટે ઓસડ ખાય ત્યારે. સાપ ને હોય ઘીનો દિવો, લોભિને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભીજનને કવિ અળખામણો લાગે છે.

જે ઝાડ માં ફળ નથી તેને પંખી ત્યાગ કરે છે, કદરહીણા ધણીનો સેવક ત્યાગ કરે છે, સંશયવાળાનો શ્રઘ્ધા ત્યાગ કરે છે તેમ વૃઘ્ધ થયેલાઓનો કૂટુંબીજનો ત્યાગ કરે છે. ઉદરના ઘરે કાણ મંડાય ત્યારે બીલાડીના ઘેર ગીતો ગવાય છે. આપણા સંસારનું પણ એવું જ છે.

માં ધરતી નો ચમત્કાર તો જૂઓ, આપણે ગમે તેવું ગંધાતું અને ગોબરું ખાતર નાખીએ તો તે પણ ત્રણ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે. પેટમાં પડેલું ઝેર દેહ નો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું જેર હજારોનો નાશ કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment