Breaking News

ટ્રક ટક્કર મારીને મહિલા ઉપરથી ચાલી ગયો છતાં પણ મહિલાનો થયો ચમત્કારિક બચાવ, ચોંકાવનારી ઘટના..

અકસ્માતના બનાવો એટલા વધી રહ્યા છે કે જેના લીધે રોજ રોજ કોઈક ને કોઈક પરિવાર પોતાના કીમતી સભ્યોને ખોઈ બેસે છે. અકસ્માતમાં ઘણા પરિવારો ખલાસ થઈ ગયા છે જયારે ઘણાના જીવ ચમત્કારિક રીતે બચી જતા હોઈ છે અને નવી જિંદગી પ્રાપ્ત કરતા હોઈ છે…

ચમત્કારિક બચાવનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાને પાછળથી એક ટ્રક ટક્કર મારે છે. પરંતુ એ મહિલા ખુબ જ નસીબદાર હતી કે તે બચી ગઈ અને એક પણ પ્રકારનો ઘા લાગ્યો ન હતો.

મહિલા બજારમાં ખરીદી કરવા માટે આવી હતી અને સમાન ખરીદી ને પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની સાથે એવો અકસ્માત બન્યો કે જેના વિશે તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહી હોઈ. તેને એ વાતનો ખ્યાલ જ નતો કે તે ચાલતી વખતે રસ્તા પર પહોંચી ગઈ છે.

એટલામાં જ તેની પાછળથી એક ટ્રક આવતી દેખાય છે, જે તેને ટક્કર મારીને આગળ નીકળી જાય છે. જાણે કંઈ થયું જ નથી. એક રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં દર વર્ષે લાખો માર્ગ અકસ્માતો થાય છે, જેમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. તેથી જ કહેવામાં આવે છે કે લોકોએ દરેક ટ્રાફિકના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ.

આ સિવાય વાહન ચલાવતા લોકોની બેદરકારીને કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. તેથી, રસ્તા પર ચાલતી વખતે પણ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આગળ પાછળ કોઈ વાહન ન આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ટાળી શકાય.

જોકે સદનસીબે ટક્કર માર્યા બાદ મહિલા ટ્રકના બે પૈડા વચ્ચે આવી ગઈ હતી, જેના કારણે તેનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેનો સામાન ટ્રકના પૈડા નીચે આવી ગયો હતો. આ ચોંકાવનારી ઘટના ક્યાં બની તે જાણી શકાયું નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @CrazyFunnyVidzz નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે.

જેના પર અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને સેંકડો લોકોએ લાઈક કર્યો છે. તે જ સમયે ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કરી છે. યુઝર્સે મહિલાને લકી કહ્યું છે કે આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો છે, નહીંતર જે રીતે ટ્રકે તેને ટક્કર મારી હતી, તેની હાલત ગંભીર બની શકી હોત.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *