Breaking News

તાપીના કિનારે આવેલા આ કર્ણના 3 પાનના વડ નું છે ચોંકાવનારું રહસ્ય, વર્ષો જૂનું છે આ વડ.

મિત્રો સુરતની અંદર તાપી નદીના કિનારે ૫ હજાર વર્ષ પહેલાં એટલે કે લગભગ દ્વાપર યુગનું આ ત્રણ પાનના વડ નું વૃક્ષ લોકોમાં આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. તમને થતું હશે કે આ વૃક્ષ છે એટલે તેની ઊચાઇ ૧૦-૨૦ ફૂટ હશે પરંતુ તેની ઊંચાઈ માત્ર દોઢ ફુટ જ છે. આ ત્રણ પાનના વડ નુ અહી ઉગવું એ તાપી નદીનું મહત્વ દર્શાવે છે. આ ત્રણ પાનના વડ સાથે પૌરાણિક અને ધાર્મિક કથાઓ જોડાયેલી છે.

આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના અંતમાં મહાયુદ્ધ થયેલું. આ યુદ્ધના અંત સમયે કર્ણનો પણ વધ થયો હતો ત્યારબાદ તેની અંતિમવિધિ અશ્વિનીકુમાર ખાતે કરવામાં આવી હતી. તેની યાદગીરીની પ્રતિકરૂપે આ ત્રણ પાનનો વડ ભગવાન શ્રી ક્રિષ્ણાની ઇચ્છાથી ઉગ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે આ વડમાં ચોથું પાન આવે છે ત્યારે એક પણ પાન ઓટોમેટીક ખરી જાય છે.

કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ અર્જૂનની તીરથી ઘાયલ હતા : મિત્રો તાપી નદી એ સૂર્યની પુત્રી છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ કર્ણ પણ સૂર્યપુત્ર છે. ધર્મની આ લડાઈ દરમ્યાન સુર્યપુત્ર કર્ણ કૌરવો સાથે હતા. યુદ્ધ દરમિયાન જ્યારે કર્ણ અર્જુનના તીરથી ઘાયલ થયા હતા ત્યારે તેઓએ ભગવાન શ્રીકૃષ્ણ પાસે તેમની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી.

તેની ઈચ્છા એવી હતી કે તે એક કુવારી માંનો દીકરો હોવાથી તેની અંતિમવિધિ પણ એક કુવારી જગ્યા પર કરવામાં આવે. ત્યારે આખી દુનિયામાં શ્રીક્રિષ્ણ અને પાંડવો ફર્યા માત્ર સુરતમાં તાપી કિનારે અશ્વિનીકુમાર પર સોઇ જેટલી કુંવારી ભુમિ તેમને મળી હતી.

શા માટે આ જગ્યાએ ને અશ્વિનીકુમાર ભૂમિ કહે છે ? : મિત્રો તમને જણાવી દઈએ કે અશ્વિની અને કુમાર બંને કર્ણના ભાઇ હતા અને તાપી કર્ણની બહેન હતી. અશ્વિની-કુમારે આ ભૂમિ ઉપર એ સમય દરમિયાન તપ કરેલું હતું. અને ત્યારે કર્ણની અંતિમ વિધિ આ સ્થળ પર કરવામાં આવી હતી.

વિધિ દરમિયાન પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે આવનારા સમયમાં લોકોને કઈ રીતે ખબર પડશે કે આ એક કર્ણની સમાધિ ધરાવતી જગ્યા છે? ત્યારે શ્રીક્રિષ્ણએ કહ્યું હતું કે અહીં ત્રણ પાનનો વડ થશે. જેના ત્રણ પાન બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે. તાપી પુરાણમાં પણ આ બાબતોનો ઉલ્લેખ છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *