આ વર્ષે ગુજરાત રાજ્યમાં વાતાવરણ ખૂબ જ અનિયમિત સાબિત થયું છે. વાવાઝોડું માવઠા જેવા કુદરતી ફેરફારને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી છે. કારણ કે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોનો કેટલોક પાક બળી ગયો છે. જ્યારે મોટાભાગનો પાક વાવાઝોડાના કારણે આડો પડી ગયો હતો.
જેથી આ વર્ષે પાકના ઉત્પાદન નું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. પાકના ઉત્પાદનનું પ્રમાણ ઘટતા બજારમાં તેની માગમાં વધારો થયો છે જેથી આ વર્ષે ખેડૂતોને પોતાના બધા જ પ્રકારના પાકના સારા એવા ભાવ મળી રહ્યા છે. પાકના સારા ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.
આવામાં જ ચરોતર પ્રદેશના ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર મળ્યા છે. સામાન્ય રીતે ચરોતર પ્રદેશ ના વિસ્તારમાં ખેડૂતો મોટાભાગે તમાકુ નું વાવેતર કરતા હોય છે. અહીંયા અન્ય પાકોની જેમ તમાકુના પાકના ભાવમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તમાકુનું ઉત્પાદન ઓછું થતાં માર્કેટયાર્ડોમાં તેની માંગમાં ખૂબ જ વધારો થયો છે…
મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં સામાન્ય રીતે તમાકુની ખરીદી કરવામાં આવતી હોઈ છે. હાલ આ માર્કેટયાર્ડમાં તમાકુની હરાજી શરુ થઇ ગઈ છે. ઘણા બધા ખેડૂતો આ માર્કેટયાર્ડમાં તમાકુનો પાક વેચવા માટે ખેડૂતો આવ્યા હતા. પ્રથમ દિવસની હરાજીમાં એક સાથે 3100 બોરીની આવક થઈ ચુકી છે..
પહેલા જ દિવસે આટલી મોટી આવક જોતા બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. મહેસાણાની ઉનાવા APMCમાં તમાકુની હરાજી અંદાજે ૪ મહિના જેટલી ચાલે છે. સારી ગુણવત્તા વાળી તમાકુની 2800 બોરીઓ અને હલકી ગુણવત્તા વાળી 3100 બોરીની આવક થતા જ ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સારી ક્વોલિટીના 20 કિલોના ભાવ 1300 થી 1900 રૂપિયા છે અને હલકી ક્વોલીટીના 20 મણના ભાવ 850 થી1200 સુધીની રેન્જમાં વેપાર થયો છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના માર્કેટયાર્ડોમાં મગફળી, કપાસ અને ચણા, ઘઉં તેમજ એરંડા જેવા પાકો નો સારો ભાવ મળી રહ્યો છે.
પાકોનું ઉત્પાદન ઓછું થવાના કારણે સારો ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. માર્કેટયાર્ડની બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે. ખેડૂતોના કહ્યા પ્રમાણે આ વર્ષ પહેલા પોતાના ઉત્પાદનનો આટલો ઊંચો ભાવ તેમને ક્યારેય પણ મળ્યો નથી. જો પાક ની માંગ આવીને આવી રહેશે તો ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા રહેલી છે. માર્કેટયાર્ડ દ્વારા જાહેર થયેલા પાક ના ભાવ ને જોઈને ખેડૂતોમાં આશા નું પ્રમાણ વધી રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]