Breaking News

સરકારની આ યોજનાથી દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા, આજે જ જાણી લેજો આ યોજનાની માહિતી..!

દરેક માતા પિતા પોતાના બાળકોને લગ્નને લઈને હમેશા ચિંતિત હોઈ છે. તેમાં પણ મધ્યમ અને ગરીબ વર્ગીય લોકો માટે લગ્નનો ખર્ચો ઉપાડવો ખુબ જ મુશ્કેલ બની જતો હોઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે દીકરીના લગ્નમાં સહાય યોજનાની જાહેરાત કરી છે. દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર અવાર નવાર કેટલીય સહાય પૂરી પાડે છે.

અને હવે સરકારે  સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) જાહેર કરી છે. આ યોજના હેઠળ દીકરીને ખુબ ઉંચી સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના થકી ખાતું ખોલાવ્યા બાદ માતા-પિતાને દીકરીના ભવિષ્યની ચિંતાનો મોટાભાગનો બોજ હળવો થઇ જશે..

આજે અમે તમને એક એવી સરકારી યોજનાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જેમાં દરેક માતા-પિતા ખુબ જ  ઓછા રૂપિયાનું રોકાણ કર્યા બાદ ક્યારેય જોઈ ન હોઈ એટલી મોટી રકમ ઉભી કરી શકશો. આ સાથે સાથે દીકરીના લગ્ન, ભણતરનો ખર્ચ, ધંધા માટે ઇન્વેસ્ટમેન્ટ વગેરે જેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી જશો..

તમને જણાવી દઈએ કે આ યોજના માત્ર એ જ દીકરીઓને લાગુ પડે છે કે જેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી હોઈ. 10 વર્ષની વય કરતા નાની ઉંમરની દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમજ સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના થકી પોતાના નામ પર ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક બચત યોજના શરુ કરી છે…

આ યોજના થકી બચત યોજના ની સુકન્યા શ્રેષ્ઠ વ્યાજદરવાળી યોજના છે. આ યોજના જેટલું વ્યાજ અન્ય કોઇપણ યોજનામાં આપવામાં આવતું નથી. આ યોજનામાં તમે માત્રને માત્ર 250 રૂપિયામાં જ પોતાના નામે ખાતું ખોલાવવું પડે છે. તેમજ આ યોજના મારફતે જો તમે તમે દરરોજ 1 રૂપિયો બચાવતા હો તો પણ તમે આ યોજનાનો લાભ ચોક્કસ પણે લઈ શકો છો.

એક વર્ષમાં આ યોજના હેઠળ ઓછામાં ઓછા 250 રૂપિયા તો જમા કરાવવાના રહેશે જ. એક વર્ષમાં સુકન્યા યોજનાના ખાતામાં રૂ. 1.5 લાખથી વધુ રકમ જમા કરાવી શકાતી નથી. જે તેની મર્યાદા છે. હાલ આ યોજના થકી દીકરીઓ માટે ખાતામાં જમા કરાવેલી રકમ માટે કુલ 7.6 ટકાના દરે વ્યાજ મળે છે.

આ વ્યાજ તમામ વેરાથી મુક્ત રાખવામાં આવેલ છે. આ અગાઉ આ યોજનામાં 9.2 ટકા સુધીનું મહત્તમ વ્યાજ પણ મળી ચૂક્યું છે. આ યોજનામાં દીકરી 18 વર્ષની થાય પછી તેના ઉચ્ચ અભ્યાસ માટે પૈસાને ઉપાડી શકાય છે. જો આ યોજના દરમિયાન તમે દર મહિને 3,000 રૂપિયા એટલે કે દરરોજ 100 રૂપિયા એટલે કે વાર્ષિક 36,000 રૂપિયાના જમા કરાવો છો..

તો 14 વર્ષ પછી 7.6 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર પ્રમાણે 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષે પાકતી મુદતે આ રકમ આશરે 15,22,221 રૂપિયા હશે. જો તમે દરરોજ 416 રૂપિયાની બચત કરો છો તો તમે 21 વર્ષે 65 લાખ રૂપિયાનું ભંડોળ ઊભું કરી શકો છો.

આ યોજનાનું ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે. આ યોજના હેઠળ 10 વર્ષની ઉંમર પહેલા બાળકીના જન્મ પછી ઓછામાં ઓછા 250 રૂપિયાની ડિપોઝિટ સાથે ખાતું ખોલાવી શકાય છે. ચાલુ વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.

ખાતું ખોલાવ્યા પછી જ્યાં સુધી છોકરી 21 વર્ષની ન થાય અથવા 18 વર્ષની ઉંમર પછી તેના લગ્ન ન થાય ત્યાં સુધી ચાલું રાખી શકાય છે. જો દર વર્ષે 250 રૂપિયાની ન્યૂનતમ ડિપોઝિટ કરવામાં નહીં આવે તો ખાતું બંધ થઇ જશે અને તે વર્ષ માટે જમા કરવાની આવશ્યક ન્યૂનતમ રકમની સાથે વાર્ષિક 50 રૂપિયાના દંડ સાથે તેને રિવાઇઝ કરી શકાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

PM આવાસ યોજનામાં ઘર બનાવવા માટે મળશે ત્રણ ઘણી વધારે રકમ, આજે જ જાણી લો યોજનાની માહિતી..

જો તમે પણ પ્રધાનમંત્રી પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા માટે મોટી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *