જો તમે પણ પ્રધાનમંત્રી પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા માટે મોટી ખબર છે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં સમિતિનું માનવું છે કે હવે ઘરોને બનાવવામાં ખર્ચ વધી ગયો છે.
એવામાં સરકારને હવે આ યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધી જશે. જો આ પ્રસ્તાવ પર પાસ થયો તો હવે લોકોને પીએમ આવાસ યોજના હેઠળ પહેલાની તુલનામાં 3 ગણા વધારે પૈસા મળશે. ઝારખંડ વિધાનસભાની સમિતિએ રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયા આપવાની ભલામણ કરી છે.
સમિતિના અધ્યક્ષ દીપક બિરુઆએ ચોમાસુ સત્રના છેલ્લા દિવસે અંદાજ સમિતિનો અહેવાલ ગૃહના ટેબલ પર મૂક્યો હતો. દીપક બિરૂઆનું કહેવું છે કે આ વસ્તુની કિંમત વધી છે. હકીકતે સીમેન્ટ, ઈંટ, રેતી, સળીયા મોંઘા થવાના કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા ઘરોનો ખર્ચ વધી ગયો છે.
બિરૂઆએ કહ્યું કે બીપીએલ પરિવાર પોતાની તરફથી 50 હજારથી એક લાખ રૂપિયા આપવામાં સક્ષમ નથી. એવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલી રહેલા પીએમ આવાસ યોજના હેઠળ બની રહેલા ઘરોનો ખર્ચ 1.20 લાખ રૂપિયાથી વધીને ચાર લાખ રૂપિયા કરવામાં આવે.
જેથી વ્યાવહારિક રીતે ઘર બનાવી શકાય અને લોકો તેના માટે આગળ આવે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે રાજ્ય સરકારનો ભાગ વધારવા પર વિચાર કરવામાં આવી શકે છે. પ્રાક્કલન સમિતિમાં સદસ્યના રૂપમાં ધારાસભ્ય વૈદ્ધનાથ રામ, નારાયણ દાસ, લંબોદર મહતો અને અંબા પ્રસાદ હાજર હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]