Breaking News

શું આવો રેડિયો ક્યારેય જોયો છે? માચીસની સળીઓમાંથી આ કલાકારે બનાવ્યો અદભૂત રેડિયો…

એક જમાનો હતો જ્યારે સવારની ચાયની સાથે ઘરો અને બજારોમાં રેડિયો શરૂ થતો હતો. આજના આધુનિક યુગમાં અનેક લોકો રેડિયો પર ગીત અને ન્યૂઝ સાંભળવાનું પસંદ કરે છે. ભારતમાં રેડિયોની શરૂઆત 1924થી થઇ હતી. એ બાદ વર્ષ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો બન્યું.

1957માં ઓલ ઇન્ડિયા રેડિયોને આકાશવાણી નામ આપવામાં આવ્યું. આજસુધી તમે અનેક પ્રકારના રેડિયો જોયા હશે અને તેમાં ગીતો સાંભળ્યા હશે. પરંતુ આજે અમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ, એક માચીસના ડબ્બામાંથી બનેલો રેડિયો. માચીસની સળીઓનો ઉપયોગ કરીને ઓડિશાના પુરી જિલ્લામાં રહેનારા સાસ્વત રંજન સાહુએ અનોખું કામ કરીને બતાવ્યું છે.

મોટાભાગે માચીસની સળીઓનો ઉપયોગ ગેસ, દીવો અથવા સિગારેટ સળગાવવા કરવામાં આવે છે. પરંતુ આ નાની એવી માચીસની સળીઓથી શું ક્યારેય રેડિયો બનાવતા જોયો છે. ઓડિશાના પુરીમાં રહેનારા સાસ્વત રંજન સાહુએ પોતાની ક્રિએટિવિટીથી એવું જ કારનામું કરીને બતાવ્યું છે. તેમને 3130 માચીસની સળીઓનો ઉપયોગ કરીને આ ખાસ રેડિયો બનાવ્યો છે.

આ રેડિયોને જોઇને આપ પણ દંગ રહી જશો. અને કલાકારની કલાકૃતિને જીભરીને શાબાશી આપશો. તમે આ રેડિયો વિશે સાસ્વત રંજન સાહુ જણાવે છે કે તેમને માચીસની સળીઓથી રેડિયો બનાવવામાં લગભગ 4 દિવસ લાગ્યા. તમને જણાવી દઇએ કે આ કલાકાર 1980માં આવેલા પેનાસોનિક સ્ટીરિયોની જેમ આ માચીસના રેડિયો બનાવવાની કોશિશ કરી છે.

ઓડિશાના આ કલાકારે માચીસની સળીઓથી ભારતીય સેનાના ટેંક પણ બનાવ્યું હતું. તેમાં 2256 માચીસની સળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેને જગન્નાથ પુરીની આકૃતિ બનાવી હતી. વર્લ્ડ રેડિયો ડે પર રંજન રેડિયો કાર્યક્રમોને સાંભળવા માટે લોકોને અનુરોધ પણ કરે છે. તેઓ કહે છે કે હું તમામ રેડિયો કાર્યક્રમોમાં પોતાનું સમર્થન આપું છું.

આજે ભલે આખી દુનિયા સ્માર્ટફોનના ટ્રેંડ હોય પરંતુ રેડિયોના પ્રતિ લોકોની દીવાનગી આજે પણ ઓછી થઇ નથી. મોટા વડીલોને લઇને યુથ સુધી પોતાના ફ્રી ટાઇમમાં રેડિયો સાંભળવો પસંદ કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *