Breaking News

શું તમે જાણો છો? શ્રીલંકામા આજે પણ ઘણી જગ્યાએ રામાયણ યુગ ની નિશાનીઓ હજુ પણ છે અસ્તિત્વમા, જે આપે છે રામાયણ યુગ ની સત્યતા નુ પ્રમાણ…

મિત્રો, આપણા દેશમા નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધીના દરેક વ્યક્તિ રામાયણની કથા જાણે છે. સૌ કોઈ જાણે છે કે, પ્રભુ શ્રી રામ અને સીતાના વિવાહ બાદ તેમને ૧૪ વર્ષ માટે વનવાસ જવુ પડ્યુ હતુ. વનવાસ દરમિયાન પ્રભુ શ્રી રામ અને સીતાને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ સમય દરમિયાન માતા સીતાનુ લંકાપતિ રાજા રાવણે હરણ કર્યુ હતુ અને પોતાની સાથે લંકા લઈ જઈને અશોક વાટિકામા કેદ કર્યા હતા. આ અશોક વાટિકા આજે પણ લંકામા સ્થિત છે. ફક્ત આટલુ જ નહી શ્રીલંકામા અન્ય અનેકવિધ સ્થળો છે કે, જ્યા આજે પણ રામાયણ કાળના અનેકવિધ નિશાન જોવા મળે છે, જે રામાયણની કથા વાસ્તવિક છે, તે વાસ્તવિકતાને પ્રમાણિકતા આપે છે. તો ચાલો આજે આ લેખમા અમે તમને શ્રીલંકાના એવા અમુક સ્થળો વિશે જણાવીએ કે જ્યા આજે પણ રામાયણ કાળના નિશાન જોવા મળે છે.

રામ અને રાવણનુ યુદ્ધ : શ્રીલંકાની રામાયણ સંશોધન સમિતિ ની માહિતી મુજબ શ્રીલંકામા એક એવુ સ્થાન છે કે જે રામાયણકાળ સાથે સંકળાયેલ છે. પ્રભુ શ્રી બજરંગબલી શ્રીલંકામા પ્રવેશવા માટે ઉત્તર દિશા તરફથી આવ્યા હતા. નાગદીપ તરફ તેમના પગના ચિહ્ન હજુ પણ જોવા મળે છે. આ સ્થાનની તપાસ દરમિયાન એવુ પણ જાણવા મળ્યુ હતુ કે, અહી જ રામ અને રાવણ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયુ હતુ. શ્રીલંકામા આજે પણ આ સ્થળને યુદ્ધગનાવા ના નામે ઓળખવામા આવે છે કે જ્યા પ્રભુ શ્રી રામે રાવણનો વધ કર્યો હતો.

માતા સીતાને લંકામા આ સ્થાને રાખવામા આવ્યા હતા : માતા સીતાનુ અપહરણ કર્યા બાદ રાવણે તેમને મહેલની અશોક વાટિકામા કેદ કર્યા હતા. આ સ્થાન હજુ પણ શ્રીલંકામા અસ્તિત્વમા છે. અહી સીતા માતાના પ્રાચીન મંદિરનુ નિર્માણ કરવામા આવ્યુ છે. આ સ્થાનને “સેતા એલિયા” તરીકે ઓળખવામા આવે છે. તે નુવરા એલિયા નામના સ્થળની પાસે સ્થિત છે. આ મંદિરની સમીપ એક ધોધ પણ છે. એવુ માનવામા આવે છે કે, સીતામાતા આ ધોધમા જ સ્નાન કરતા હતા. આ ધોધની આસપાસના ખડકો પર પ્રભુ શ્રી બજરંગબલીના પગના ચિહ્નો જોવા મળે છે. આ તે પર્વત છે જ્યા પ્રભુ  શ્રી  બજરંગબલી એ પ્રથમ ડગલુ મુક્યુ હતુ.

માતા સીતા ના અશ્રુ આ જગ્યાએ પડ્યા હતા : જ્યારે રાવણ સીતામાતા નુ અપહરણ કરીને તેને લંકા લઈ જઈ રહ્યો હતો ત્યારે તેમણે રાવણને તેમના પતિ પ્રભુ શ્રી રામ પાસે જવા માટે વિનંતી કરી હતી. જો કે, રાવણ તેમને બળજબરીથી લંકા લઈ જતા હતા. તે સમય દરમિયાન સીતા માતાના અશ્રુ જે સ્થળ ઉપર પડયા હતા. ત્યા તળાવ બની ગયુ હતુ. શ્રીલંકામા પણ એવુ જ એક સ્થળ છે જ્યા સીતા માતાના અશ્રુ પડ્યા હતા. આ સ્થાનને “સીતા અશ્રુ તાલ” પણ કહેવામા આવે છે. આ તળાવ શ્રીલંકાના કેન્ડીથી અંદાજે ૫૦ કી.મી. દૂર નંબારા એલીયા માર્ગ પર આવેલુ છે. અમુક લોકો તેને “સીતા ટીઅર તળાવ” તરીકે પણ ઓળખે છે. આ તળાવ ક્યરેય સૂકાતુ નથી અને આ તળાવનુ પાણી પણ ખૂબ જ મીઠુ હોય છે.

માતાસીતા ની અગ્નિપરીક્ષા આ સ્થળે થઇ હતી : શ્રીલંકા મા વેલીમાડા નામનુ એક સ્થાન પણ છે. અહી દીવુ રુમપોલા નામનુ મંદિર છે. એવુ કહેવામા આવે છે કે, માતાસીતા એ અહી અગ્નિપરીક્ષા આપી હતી. જો તમે રામાયણ વાંચી હશે તો તમને ખ્યાલ જ હશે કે, રાવણની કેદમાથી મુક્ત થયા બાદ સીતામાતા ની પવિત્રતા વિશે પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા. તેથી, અગ્નિપરીક્ષા આપીને તેમણે ખાતરી કરી કે, તે પવિત્ર છે. આજે પણ સ્થાનિક લોકો આ સ્થળે સભા બોલાવીને ન્યાય કરવાનુ કાર્ય કરે છે. એવુ માનવામા આવે છે કે, જેમ દેવી સીતાએ આ સ્થાન પર સત્યને સાબિત કર્યું તેમ અહી લેવામા આવતા દરેક નિર્ણય યોગ્ય હોય છે.

પુષ્પક વિમાન અહી ઉતાર્યું હતુ : શ્રીલંકા મા સસીન્હાલા નામનુ એક શહેર છે કે જ્યા વેરાગનટોટા નામનુ એક સ્થળ છે. આ નામનો અર્થ થાય છે, વિમાન ઉતારવા માટેનુ સ્થળ. એવુ કહેવામા આવે છે કે, આ તે સ્થાન છે કે, જ્યા રાવણ પોતાનુ પુષ્પક વિમાન લઈને ઉતરતા હતા. જો તમે આ સ્થાન જુઓ તો તે હેલિપેડ જેવુ લાગે છે પરંતુ, વાસ્તવિકતામા તે એક પર્વત છે જે ઉપરથી સંપૂર્ણ રીતે સપાટ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

જાણો સમુદ્રની વચ્ચે બિરાજતા દાંડીવાળા હનુમાનજીનો ઈતિહાસ, દરેક ભક્તોની મનોકામના થાય છે પૂરી..!

ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે બેટ દ્વારકા પાસેથી કુલ 5 કીલી મીટર જેટલું દુર …

Leave a Reply

Your email address will not be published.