Breaking News

શેરડીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી દેખાતા ખેડૂતો ખુશખુશાલ, જાણી લો આજ સુધી ન જોયા હોઈ તેવા શેરડીના ભાવ..!

શેરડીના મોટાભાગના ઉત્પાદનો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થાય છે. કારણ કે દક્ષિણ ગુજરાતની જમીન શેરડીને ખૂબ જ માફક આવે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની જમીનમાં પાણીનો ખૂબ મોટો ભાગ રહેલો છે. એટલા માટે અહીં શેરડીનો પાક મબલક પ્રમાણમાં થાય છે…

એટલા જ માટે દક્ષિણ ગુજરાતમાં શેરડીની ઉપપેદાશો જેવી કે ખાંડ સાકર અને ગોળની બનાવટો પણ ખુબ મોટી માત્રામાં બનતી હોય છે. મોટાભાગના ખેડૂતો અહીંયા શેરડીનો પાક લેતા હોય છે. અને જ્યારે શેરડી પાકી જાય ત્યારે તેને એક જ સાથે કાપીને સુગર ફેકટરીઓમાં મોકલાવી દઈને સીધું વેચાણ કરતા હોય છે..

જ્યારે અમુક ખેડૂતો APMC માર્કેટ યાર્ડમાં પણ શેરડીનો પાક વેચીને ટેકાના ભાવો મેળવતા હોય છે. દક્ષિણ ગુજરાતની સુગર મિલો દર વર્ષે ખાંડઅ સ્ટોકભાવ જાહેર કરતા હોય છે. જેથી કરીને ખેડૂતોને શેરડીના પાકના સારા ભાવો મળી રહે. થોડા દિવસ પહેલા ગણદેવી સુગર મિલમાં એક બેઠક યોજાઇ હતી..

જેમાં ખાંડની સ્ટોક વેલ્યુ 100 કિલો પર 3200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ વેલ્યુ પાછળના વર્ષો કરતાં સૌથી વધારે છે. એટલે કે આ વર્ષે જે ખેડૂતોએ શેરડીનો પાક લીધો છે. તે ખેડૂતોને અંદાજે 200 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધી વધુ રકમ મળશે. ગયા વર્ષે આ સ્ટોક વેલ્યુ માત્ર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો..

જ્યારે આ વર્ષે સ્ટોક વેલ્યુમાં ખુબ મોટો વધારો કરતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. દક્ષિણ ગુજરાતની સુગર મિલોના પ્રમુખ તેમજ ચેરમેનની બેઠકમાં સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. કોરોનાના સમય દરમિયાન દરેક બજારો બંધ હતા. જ્યારે ખાંડના ભાવ પણ ખૂબ ઓછા થયા હતા..

પરંતુ બજાર ધીમે ધીમે સુધરવા લાગ્યું હતું અને ખાંડની વેલ્યુ પણ વધવા લાગતાં સ્ટોક વેલ્યુના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે સાથે સારી ગુણવત્તાવાળી ખાંડ બનાવવા માટે ખૂબ ઊંચી ગુણવત્તા વાળી શેરડીનું પણ જરૂરીયાત રહેલી હોય છે. શેરડીના પાકને ઊંચા બોલાયેલા ભાવના કારણે આ વર્ષે ખાંડ, સાકર અને ગોળના ભાવમાં પણ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ નોંધાય છે..

તો બીજી બાજુ ખેતીવાડી બજાર ના મોટા મોટા અધિકારીઓ પણ જણાવ્યું છે કે, આ વર્ષે શેરડીના પાકની આવક ખૂબ વધારે માત્રામાં નોંધાઈ છે. તેમજ ભાવ પણ ખૂબ જ સારો નોંધાયો છે. એટલા માટે ખાંડ, ગોળ અને સાકર જેવી શેરડી ની ઉપપેદાશોની કિંમત પણ ખૂબ વધારે રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *