Breaking News

સૌથી મોટા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ રેકોર્ડ સપાટીને પાર, પાક વેચવા થઈ ખેડૂતોની પડાપડી.. જાણો દરેક APMCના તાજા ભાવ..!

ગુજરાતના દરેક માર્કેટયાર્ડોમાં દરેક પાકના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. એટલા માટે ખેડૂતો કોઈપણ પ્રકારની સંગ્રહખોરી કર્યા વગર જ ખેતરમાંથી તૈયાર થયેલો ભાગ સીધો માર્કેટયાર્ડ વેચવા માટે લઈ જતા હોય છે. એરંડા મગફળી અને કપાસની આવક દરેક APMCમાં ખૂબ વધારે માત્રામાં થઈ રહી છે..

તેમજ રાયડો, સોયાબીન અને ચણાના પાકમાં પણ ખૂબ મહત્વપૂર્ણ આવક નોંધાઇ રહી છે. એવામાં જીરાનો પાક નો ભાવ આસમાનની ઉંચાઈઓ ને અડકી જતાં ખેડૂતો પાક વેચવા માટે પડાપડી કરી રહ્યા છે. જીરાના પાકને વેચવા માટે નું સૌથી સારું માર્કેટયાર્ડ ઊંઝા નું છે. ઊંઝા માર્કેટ યાર્ડ જીરા ના પાક માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે..

તેમજ તે એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ પણ છે. ઊંઝા માર્કેટયાર્ડમાં મોટાભાગના પાકોમાંથી વધુ આવક જીરાના પાકમાં થતી હોય છે. સમગ્ર ભારતમાં જીરૂની મોટા ભાગનું ઉત્પાદન ગુજરાત અને રાજસ્થાન આ બંને રાજ્યોમાં થાય છે. પરંતુ આ બંને રાજયોમાં વાતાવરણની અનિયમિતતાને કારણે જીરાનો પાક ખૂબ જ નબળો રહ્યો છે..

ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે પરંતુ બજારમાં માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલા માટે આ વર્ષે પણ જીરુંના પાકમાં ભાવમાં ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે. મહેસાણા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરા નો ભાવ 2500 થી લઇને 4500 વર્ષ સુધી નોંધાયો છે. આટલા બધા ભાવ મળતા ખેડૂતો પાક વેચવા માટે દૂર-દૂરથી ઊંઝા APMCમાં આવી રહ્યા છે..

APMCના નિષ્ણાતોએ જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં પણ જીરું ના પાકના ભાવ દિવસેને દિવસે વધતા જશે.. કારણ કે આ વર્ષે ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. જ્યારે બજારમાં ખૂબ જ વધારે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં તલ, ઇસબગુલ, વરીયાળી તેમજ મેથીની આવક પણ ખૂબ વધારે થઈ રહી છે..

ઊંઝા માર્કેટયાર્ડમાં રોજ 15000 થી 20000 બોરી જીરુંની આવક થઈ રહી છે. એટલે કે અત્યાર સુધીની મહત્તમ મહત્તમ આવક આ વર્ષે નોંધાય છે. તો બીજી બાજુ સરકારે જાહેરાત કરી છે કે દરેક પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ જાહેરાત કરતાની સાથે જ ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે…

કારણકે પાછળના વર્ષોમાં કુદરતી આફતોના કારણે પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું. પરંતુ સરકાર તરફથી ભાવો મળી રહે છે એટલા માટે આવકમાં વધારો નોંધાયો છે. ઘઉં અને ચણાના પાકમાં ભાવ મધ્યમ રહ્યા છે. શરૂઆતી ચરણોમાં ઘઉં અને ચણાના પાક મહતમ બોલાઈ રહ્યા હતા. પરતું હાલ ભાવ નરમ પડ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *