સાધુ મહંતે આપ્યો કચ્છના આ ગામને શ્રાપ, આજે એ ગામ નકશામાં પણ ગોત્યે નથી જડતું, જીવતા લોકો ગુમ થઈ ગયા.. વાંચો..!

કહેવાઈ છે કે પહેલાના જમાનામાં આપેલા શ્રાપ અને પરચાઓ હંમેશા સાચા જ પડે છે. જોઈ કોઈ સાધુ મહાત્મા નારાજ કે ક્રોધિત થઈ જાય તો તેઓ શ્રાપ આપી દેતા હતા જેના વશ થઈને આખી જિંદગી કાઢવી પડતી હતી. એવો જ એક કિસ્સો કચ્છના વાવડી ગામ સાથે બન્યો છે.

આજથી અંદાજે 400 થી 500 વર્ષ પહેલા વાવડી ગામ કચ્છમાં આવેલું હતું. ત્યાં લોકોની મોટી વસ્તી વસવાટ કરતી હતી. આ ગામમાં કરમટા અટકના રબારી સમાજનો વસવાટ હતો. તે સમગ્ર રીતે પશુપાલન સાથે સંકળાયેલા હતા. આ ગામ ખુબ જ સુખી અને સમૃદ્ધ હતું.

પરંતુ એક મહંત સાધુના શ્રાપને લીધે આજે આ ગામનું નામું નિશાન નથી બચ્યું. વેરાન અને ઉજ્જડ થઈ ગયેલા ગામોના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ શ્રાપના લીધે આખું ગામ જ ગાયબ થઈ ગયું એવો કિસ્સો તમે ક્યાંય નહીં સાંભળ્યો હોય, આ ગામની વસ્તી ખૂબ જ મોટી હતી છતા પણ એક શ્રાપ ના લીધે જ આખા ગામની વસ્તી તેમજ પશુઓ પણ ગાયબ થઇ ગયા.

તેમજ ઘર બધા ખંડેર બની ગયા. કચ્છના વાવડી ગામની લુપ્ત થવાની અનેક લોક કથાઓ પ્રચલિત બની છે. આ ગામ સાથે સાધુ મહંતની શ્રાપની કહાની જોડાયેલી છે. તે મુજબ આ ગામના ત્રણ કિલોમીટર દૂર નાથ સંપ્રદાય સાધુઓએ ઉતારો લીધેલો હતો. એ વર્ષે વરસાદ ખૂબ ઓછો વરસ્યો હતો.

તે કૂવાનું પાણી સુકાઈ ગયું હતું. ગામના લોકોને પણ પીવાના પાણીના પણ ફાફા હતા. એવા સમયે તે સાધુ મહંતો પીવાના પાણીની શોધમાં વાવડી ગામની પાદરમાં પહોંચી આવ્યા હતા. જ્યાં એક વાવ હતી. પરંતુ તેમાં પાણી ખૂબ જ ઓછું હતું. છતાં પણ સાધુઓએ ત્યાંથી પાણી ભરવાનું શરૂ કર્યું હતું.

એવા સમયે ત્યાંથી ગામની મહિલાઓ પસાર થઇ રહી હતી. અને તેઓએ સાધુ અને ત્યાંથી પાણી ન લેવા માટે કહ્યું હતું. આ સાંભળીને તરત જ સાધુઓનો પીતો હલી ગયો અને તેઓએ માટીના વાસણો તોડી નાખ્યા અને કુવામાં ફેંકી દીધા. તેમજ ગામના યુવકે આ મહંતને લાકડીના ઘા પણ માર્યા હતા.

જેથી મહંતનું મોત થયું હતું. એ સમયે મહંતે મરતા મરતા ગામ ને શ્રાપ આપી દીધો હતો કે આ ગામ વેરાન બની જશે અને નકશામાં પણ નહીં જડે. તેમજ આ ગામના દુઃખના દિવસો હવે શરૂ થઈ જશે. એ વખતે એક ગામ પર એવી મુસીબત તો આવા લાગી કે લોકોને વસ્તુઓ મૂકીને ત્યાંથી ભાગી જવું પડયું.

આખુ ગામ ખાલી કરી દેવું પડ્યું. આજે એ ગામમાં કશું જ બચ્યું નથી ત્યાં ઉભેલા ઘરના અવશેષો મળી આવ્યા છે. એ પરથી નક્કી થયું કે અહી વર્ષો પહેલા પણ એક ગામ હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment