Breaking News

રાયડાની આવક વધતા જ ભાવ પહોચી ગયા આટલા હજારને પાર, ખેડૂતોએ પાક વેચવા કરી પડાપડી, જાણો દરેક APMCના તાજા ભાવ..!

હાલ ગુજરાતના તમામ માર્કેટયાર્ડોમાં શિયાળુ પાકની આવક ભરપૂર માત્રામાં થઈ રહી છે. આ સાથે સાથે ખેડૂતોને દરેક પાકોના બજારભાવ પણ ખૂબ વધારે માત્રામાં મળી રહ્યા છે. એટલા માટે દરેક ખેડૂત મિત્રો કોઇપણ પાકનો સંગ્રહ કર્યા વગર ખેતરમાંથી તૈયાર થયા બાદ તાત્કાલિક ધોરણે તેને વેચીને રોકડ રકમ મેળવી લેતા હોય છે.

દરેક માર્કેટયાર્ડોમાં ચણા, ઘઉં, મગફળી, કપાસ, બાજરો, રાયડો, જીરુ અને એરંડાની ખૂબ વધારે માત્રામાં આવક થઈ રહી છે. એમાં વાત કરીએ પાલનપુરના માર્કેટયાર્ડની તો આ માર્કેટયાર્ડમાં રાયડાના પાકની આવક ગયા વર્ષ કરતા ડબલ થઇ છે.

પાલનપુર માર્કેટ યાર્ડ રાયડાના પાક માટે ખૂબ જાણીતું છે. આ માર્કેટયાર્ડમાં દર વર્ષે રાયડાના પાકના ભાવ પણ અન્ય માર્કેટયાર્ડ કરતાં ખૂબ વધારે માત્રામાં હોય છે. આ વર્ષે પાલનપુર માર્કેટયાર્ડમાં 1,60,000 બોરી રાયડાની આવક નોંધાઈ ચુકી છે. અને હજુ પણ દિન-પ્રતિદિન ખૂબ વધારે માત્રામાં રાયડાની આવક થઈ રહી છે..

જ્યારે ગયા વર્ષે સમગ્ર સિઝન દરમિયાન માત્ર 80,000 બોરી જ રાયડાની આવક નોંધાઇ હતી. ગયા વર્ષે રાયડા નો ભાવ 1100 રૂપિયાથી લઇને 1200 રૂપિયા સુધી જુદો-જુદો મળ્યો હતો. પરંતુ આ વર્ષે પાલનપુર માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી નોંધાયો છે.

આ ભાવ વધારો નોંધાતાની સાથે દરેક ખેડૂતો રાયડો વેચવા માટે પાલનપુર માર્કેટયાર્ડમાં દોડી આવે છે. તેમજ કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો પણ પાલનપુર માર્કેટયાર્ડમાં રાયડાના પાકના વેચાણ માટે લાંબી લાઈનો લગાવી દે છે. કારણ કે આ માર્કેટયાર્ડમાં રાયડાના ખૂબ સારા ભાવ મળી રહે છે..

આ સાથે સાથે એક ખેડૂત મિત્રે જણાવ્યું છે કે, આ વર્ષે વરસાદી સિઝન ખેડૂતોનો સાથ આપ્યો નથી, એટલા માટે જોઈએ તેઓ પાક પેદા થયો નથી. અને શિયાળુ પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે. અવારનવાર આવતા માવઠા અને વાવાઝોડાના કારણે શિયાળુ પાક જોઈએ તેટલા પ્રમાણમાં ઊતરી શક્યો નથી.

તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ખૂબ વધારે માત્રામાં વધ્યા હોવાથી અને ખેતરોમાં ખેત મજૂરીના ભાવ પણ વધારે હોવાથી પાક.માં થયેલા ભાવ વધારા થી કોઈ વધારે પડતો ફાયદો થયો નથી. પરંતુ પરિસ્થિતિ એની એજ સ્થિતિમાં ચાલી રહી છે. તો બીજી બાજુ લાખણીના માર્કેટયાર્ડમાં એક દિવસમાં 9000 બોરી રાયડા ની આવક થઇ હતી..

લાખણી માર્કેટ યાર્ડમાં 1100 રૂપિયાથી લઇને 1300 રૂપિયા સુધીના ઊંચા ભાવ રાયડાના પાક ના જોવાતા ખેડૂતો ખુશખુશાલ નો માહોલ દેખાયો હતો. આ વર્ષે ખેડૂતોએ રાયડાના પાકનું વાવેતર કર્યું છે. તે ખેડૂતો ખૂબ ફાવી ગયા છે. કારણકે માર્કેટ યાર્ડના મોટા મોટા અધિકારીઓએ જણાવ્યું છે કે..

હજુ પણ ઘણો સમય સુધી રાયડાના પાકની લેવાલી ચાલુ જ રહેશે અને દિવસેને દિવસે રાયડાના પાકના ભાવમાં પણ ખૂબ વધારે વધારો નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે. આવા ભાવ જોઇને ખેડૂતોની આંખો પહોળી થઇ ચુકી છે. તો બીજી બાજુ મગફળી અને કપાસના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *