Breaking News

રસ્તે મળેલા અજાણ્યાએ પીવરાવેલી સોડાથી થયું એવું કે બે યુવકોને પછતાવાનો વારો આવ્યો, સમાજ માટે ડોળા ફાડતો કિસ્સો આવ્યો સામે..!

અત્યારના સમયમાં આપણે આપણા નજીકના વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ મૂકતા પહેલા 100 વખત વિચાર કરવો પડે છે કારણ કે, ગમે તેટલો સગો સંબંધી હોય કે ઓળખી તો વ્યક્તિ હોય છતાં પણ તે આપણી સાથે ભવિષ્યમાં કોઈને કોઈ બાબતોને લઈને છેતરપિંડી કે સ્વાર્થ કરીને જતો રહે છે અને આપણને ખબર પણ રહેતી નથી..

આ પ્રકારના ઘણા બધા બનાવો આપણે અવારનવાર અનુભવતા હોઈએ છીએ એવામાં પણ અત્યારે અજાણ્યા વ્યક્તિઓ સાથે તો વાતચીત કરવી પણ અમુક વખત ખૂબ જ નુકસાન ભરી સાબિત થઈ જતી હોય છે, અત્યારે રસ્તે મળેલા અજાણ્યાએ બે યુવકોને સોડા પીવડાવી હતી અને આ સોડા પિતાની સાથે જ તેમની સાથે એવી ઘટના ઘટી ચૂકી હતી કે, તેમને પછતાવાનો વારો આવી ગયો હતો..

શુભમ અને પરિમલ નામના બે યુવકો કારખાનામાં મશીનરીની કામગીરી કરતા હતા, તેઓ કારખાનાના માલિક હતા. જ્યારે તેમની નીચે કુલ પાંચ વ્યક્તિઓ કામકાજ કરી રહ્યા હતા, શુભમ અને પરિમલ બંને પહેલેથી ખાસ મિત્રો હતા, તેઓએ બંને સાથે જ આ બિઝનેસ શરૂ કર્યો હતો આ બિઝનેસ માટે તેઓને ઘણી બધી વાર પેમેન્ટ લેવા માટે જુદી જુદી જગ્યાએ જવું પડતું હતું..

તેઓ મધ્યમ વર્ગી પરિવારમાંથી અવડો મોટો બિઝનેસ શરૂ કરી દેતા તેમની પાસે વાહન વ્યવહારની પણ બરાબર સુવિધા ન હોવાને કારણે ઘણી બધી વાર રીક્ષા અને ટેક્સીનો પણ તેમને સહારો લેવો પડતો હતો. પરિમલ અને શુભમ બંને બપોરના બે વાગ્યે આસપાસ તેમના કારખાનેથી 60 કિલોમીટર દૂર આવેલા એક ક્લાઇન્ટની પાસે પેમેન્ટ લેવા માટે નીકળી ગયા હતા..

તેમની પાસે બાઈક કે કાર ન હોવાને કારણે તેઓએ રીક્ષા પકડીને ત્યાં જવાનું નક્કી કર્યું હતું અને ત્યાંથી તે આઠ લાખ રૂપિયાનું પેમેન્ટ લઈને પોતાના કારખાના તરફ નજીક આવી રહ્યા હતા, એ વખતે તેઓએ થોડું અંતર ચાલીને પસાર કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ જો કોઈ વ્યક્તિ તેમને મદદ આપી દેશે તો તેમને કાર કે ગાડીમાં બેસી જશે..

જો કોઈ વ્યક્તિની મદદ નહીં મળે તો તેઓ રીક્ષા ભાડું કરીને તેમના કારખાને પહોંચી જશે તેવું તેઓએ નક્કી કર્યું હતું, આ સમય દરમિયાન તેમને રસ્તા ઉપર એક કાર લઈને યુવક મળ્યો હતો. પરિમલભાઈ હાથ ઊંચો કરીને આ કારણે ઉભી રખાવી હતી અને પૂછ્યું કે તમે શું આગળ તરફ જઈ રહ્યા છો..

ત્યારે કારના માલિકે પરિમલભાઈ અને શુભમ ભાઈને તેમની કારમાં બેસાડીને તેઓ જ્યાં કહે ત્યાં તેમને મૂકી આપવાનું નક્કી કર્યું હતું, જ્યારે આ બંને વ્યક્તિઓએ આ અજાણ્યા કારચાલક ને પૂછ્યું કે તમે કેટલા રૂપિયા ભાડું લેશો ત્યારે તેઓએ કહ્યું કે ભાડાની કોઈ જરૂરિયાત નથી..

પરંતુ રસ્તામાં કોઈ જગ્યાએ આપણે ઊભા રહીએ તો ત્યાં થોડો ચા પાણી કે નાસ્તો કરી લેશું. આમ વાત કરીને તેઓ બંને વ્યક્તિની કારમાં બેસી ગયા હતાં થોડી દૂર પહોંચતાની સાથે જ બપોરના સમયે કારચાલકે સોડા પીવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, અને તેણે જણાવ્યું કે હું તમારા માટે સોડા લઈને આવું છું..

અને ત્યારબાદ આપણે સોડા પીઈને અહીંથી રવાના થશે, અજાણ્યો કારચાલક પોતાની કારને રસ્તા ઉપર મૂકીને જ પરિમલભાઈ અને શુભમભાઈ માટે સોડા લેવા માટે ગયો હતો અને તે યુવક સોડાની દુકાનેથી જ સોડા પીઈને પરત આવી ગયો હતો, જ્યારે પરિમલભાઈ અને શુભમ ભાઈએ અજાણ્યા યુવકે આપેલી આ સોડાને પીઈ લીધી હતી..

ત્યારબાદ થી તેઓને ધીમે ધીમે ચક્કર આવવાના શરૂ થઈ ગયા અને શું થયું તેની કોઈ ખબર નહીં જ્યારે તેમની આંખ ઉઘડી ત્યારે તેમને ખબર પડી કે, આ અજાણ્યો યુવક તેમને રસ્તા ઉપરથી નીચે ઉતારીને તેમની પાસે રહેલી 8 લાખ રૂપિયાની થેલી લઈને ભાગી ચૂક્યો છે. આ ઘટના જ્યારે સમાજના દરેક લોકો સુધી પહોંચી ત્યારે સૌ કોઈ લોકોના ડોળા ફાટી ગયા હતા..

કારણ કે, આવી ઘટનાઓમાંથી દરેક લોકોએ શીખ લેવી જોઈએ આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં બની ચૂક્યા છે, છતાં પણ પરિમલભાઈ અને શુભમભાઈ ખૂબ જ મોટી ભૂલ કરી બેસી હતા અને અજાણ્યા વ્યક્તિની વાતમાં આવી જઈને તેમના પર વિશ્વાસ મૂક્યો અને આ અજાણ્ય વ્યક્તિ તેમની આઠ લાખ રૂપિયાની રોકડ રકમ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો..

આ ઘટનાને લઇ પરિમલભાઈ તેમજ શુભમ ભાઈએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પોલીસ ફરિયાદમાં સીસીટીવી કેમેરાની મદદથી તપાસ મેળવવામાં આવી અને જેમાં જણાવ્યું કે, આ યુવક જે કારને લઈને ફરી રહ્યો હતો, તે કારની નંબર પ્લેટ નકલી હતી જે અન્ય કોઈ વ્યક્તિના નામ પર બોલાઈ રહી હતી..

ચોરી લૂંટફાટ કરનારા વ્યક્તિ ક્યારેય પણ પોતાની ઓળખ સાબિત થઈ જાય તેવું કામકાજ કરતા નથી, એટલા માટે આ લોકોને પકડવા ખૂબ જ મુશ્કેલ છે. હાલ પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ મેળવી રહી છે અને આ ચોર લુટારાને પકડી પાડી તેમને કડકમાં કડક સજા થશે તેવી પણ બાંહેધરી આપી છે..

પરંતુ ડગલેને પગલે અત્યારના સમયની અંદર દરેક લોકોએ ચેતીને જીવન જીવવું જોઈએ, તેનું જીવતું જાગતું ઉદાહરણ આપણે આ બંને ભાઈઓની સાથે થયેલી ઘટના પરથી શીખી શકીએ છીએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *