Breaking News

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ કૈક જુદી હોઈ છે, જે લોકોને નવરાત્રી જેવા પવિત્ર તહેવાર ખુબ જ ગમે છે. તેઓ મન મૂકીને માતાજીની પૂજા અર્ચના કરીને ગરબે ઘૂમતા હોઈ છે, પરતું અત્યારે દરેક જગ્યાએ ડગલેને પગલે ખુબ જ સાવચેતી રાખવી જરૂરી છે..

હાલ અમે એક એવા માં-બાપની વાત કરવા જઈ રહ્યા છીએ કે, તેમના માટે દુઃખની ઘડીને સહન કરવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગયું છે. આ ઘટના મધ્યપ્રદેશના સાગર વિસ્તારની છે. જ્યાં મોતી નગર પાસે હરિદાસ રજક નામના વ્યક્તિ તેમના પરિવારજનો સાથે રહે છે..

તેઓ છત્રાલ નગરના બાઘરાજો વોર્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. પરિવારમાં તેમની પત્ની તેમજ દીકરો અને એક દીકરીનો સમાવેશ થાય છે. તેમનો 17 વર્ષનો દીકરો વિક્રમ હાલ નવરાત્રિના પવિત્ર તહેવારની વચ્ચે મિત્રો સાથે બહાર ગરબા જોવા માટે જવાની જીદ પકડી હતી. માતા-પિતાએ તેને કહ્યું હતું કે આપણે આવતીકાલે સમગ્ર પરિવાર ગરબા જોવા માટે જઈશું…

પરંતુ આજે તારે ગરબા જોવા માટે જવું નથી. પરંતુ આ દીકરો જીદે ચડ્યો હતો અને તેના દરેક મિત્રો જતા હોવાથી અંતે માતા પિતાએ દીકરાની ઈચ્છા રાખી તેને પણ મિત્રો સાથે જુદા-જુદા ગરબા આયોજનોમાં ગરબા જોવા માટે જવા દેવામાં આવ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યાનો સમય થઈ ગયો છતાં પણ આ દીકરો ઘરે ન આવતા તેના માતા-પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી હતી..

દીકરો ઘરેથી કહીને ગયો હતો કે, મમ્મી, ‘હું ગરબા જોવા માટે જાઉં છું’ એટલા માટે થોડું મોડું થશે. પરંતુ માતાને એવી તો શી ખબર કે, હવે તેનો દીકરાના આ શબ્દો ફરી ક્યારેય સાંભળવા મળશે નહીં. તેને ગોતતા ગોતતા તેના માતા-પિતા જુદી જુદી કોલોનીમાં નજર ફેરવીને જતા હતા. એવામાં એક કોલોનીમાં વિક્રમને જમીન પર પડેલો જોતા જ તેના પિતા તેને ત્યાં જ ઢળી ગયા હતા..

તો માતાના ડોળા અધ્ધર ચડી ગયા હતા. વિક્રમને કોઈક અજાણ્યા વ્યક્તિએ ધડાકે દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. માત્ર 17 વર્ષની ઉંમરના દીકરાને સાથે એવી તો કયા વ્યક્તિએ દુશ્મનાવટ કરી કે, જેમાં વિક્રમને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. વિક્રમની લાશ જોતાની સાથે જ માતા પિતા માટે આ દુઃખની ઘડી સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામૂમકીન સામાન બની ગઈ હતી..

ત્યારબાદ વહેલી સવારે આ ઘટનાની જાણકારી મોતી નગર પોલીસને પણ આપવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સાથે પહોંચી અને પંચનામાની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત બાબતને લઈ વિક્રમની સાથે ગરબા જોવા માટે ગયેલા અન્ય મિત્રોને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે..

હજુ સુધી આ બાબતે કોઈપણ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. કડક પૂછતાછ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓ સાથે વાટાઘાટો ચાલી રહ્યા છે. આ બાબતને લઈને એકાએક ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાએ ચારેકોર ચકચાર મચાવી દીધો છે, વિક્રમની માતા તો વારે વારે પોક મૂકીને રડવા લાગી હતી..

તેને સતત વિચારો આવવા લાગ્યા હતા કે તે તેના દીકરાએન ગરબાનું આયોજન જોવા દેવા જવા ઈચ્છતી ન હતી છતાં પણ દીકરાની જીદની સામે માં-બાપ જુકી ગયા અને અંતે પરવાનગી આપી હતી. પરતું તેમની પરવાનગીના કારણે જ તેમનો દીકરો ઘરની બહાર ગયો અને તેની સાથે આવી અજુગતી કાળ ફાડતી ઘટના બની ચુકી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રસ્તે મળેલા અજાણ્યાએ પીવરાવેલી સોડાથી થયું એવું કે બે યુવકોને પછતાવાનો વારો આવ્યો, સમાજ માટે ડોળા ફાડતો કિસ્સો આવ્યો સામે..!

અત્યારના સમયમાં આપણે આપણા નજીકના વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ મૂકતા પહેલા 100 વખત વિચાર કરવો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *