કહેવાઈ છે ને કે માતા અને પુત્રનો પ્રેમ અજોડ છે. માતા તેના બધા જ બાળકોને ખુબ પ્રેમ કરતી હોઈ છે પરંતુ તેન પુત્ર પ્રત્યે નો પરમે કઈક અલગ જ હોઈ છે. પિતા નો પુત્રી પર અને માતા નો દીકરી પરનો પ્રેમ હંમેશા દેખાઈ જ આવે છે. દરેક દીકરાની પણ ફરજ બને છે કે પોતાના માતા પિતાને પોતાના આદર્શ માનીને આખી જિંદગી તેમની સેવા કરે…
મોટા ભાગે સેવા કરવાનો વારો જ્યારે માતા પિતા ઘરડા થઈ જાય ત્યારે વાતો હોઈ છે.. પરતું આજે અમે તમને એક એવા કિસ્સા વિષે જણાવા જી રહ્યા છીએ જેમાં માત્ર 3 વર્ષના બલકે પોતાની માતાનો જીવ બચાવીને લોકોની નજરમાં ખુબ જ ઉત્તમ કામ કર્યુ છે. હકીકતમાં ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ રેલ્વે સ્ટેશન પર પોતાની ગર્ભવતી માતાને મોતના મુખમાંથી બચાવીને નાનકડો બાળક હીરો બની ગયો છે. મુરાદાબાદ રેલ્વે સ્ટેશન પર આવેલા ઓવરબ્રીજ પર એક ગર્ભવતી મહિલા પોતાના 2 નાના બાળકોની સાથે પસાર થઈ રહી હતી. પોતે ગર્ભવતી હોવાથી શરીરની પરવાહ કાર્ય અગર તે ઓવરબ્રીજ પરથી પસાર થતી હતી…
પરંતુ અસહ્ય ગરમીના કારણે તે મહિલા બેહોશ થઈને નીચે પડી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો પણ તેને બચાવવા માટે ન આવ્યા. એક બાજુ તેના ખોળામાં એક નાનકડું માસૂમ બાળક ભૂખ્યું અને તરસ્યું રડતું હતુ. આ બધા દ્રશ્યો તેનું 3 વર્ષનું માસૂમ બાળક જોઈ રહ્યું હતુ જે તેની માતા બેહોશ થઈને જમીન પર પડી ગઈ છતાં પણ તેને બચાવવા માટે કોઈ નજીક આવી રહ્યું નથી.
બાળકને હજી બરાબર ચાલતા પણ નથી શીખ્યું છતાં પણ તે પોતાની માતાના જીવ માટે ચાલત ચાલતું દાદર ઉતરીને નીચે જાય છે અને કોઈપણ વ્યક્તિની સામે પોતાની કાલીઘેલી ભાષામાં મદદની અપીલ કરતુ જણાઈ છે. એવામાં સ્ટેશન પરના મહિલા પોલીસે આ બાળકને મદદ માંગતું જોઈને તેની નજીક ગયા..
તો બાળકના જીવમાં જીવ આવ્યો અને તે વારવાર ઉપરની તરફ ઈશારો કરીને પોલીસને પોતાની માતા પાસે લઈ જવા માટે આવકારી રહ્યું હતું. મહિલા પોલીસ જયારે તે નાનકડા બાળક સાથે ઓવર બ્રિજ પર પહોંચી ત્યારે જે જોયુ એ પછી તેના હોશ ઉડી ગયા હતા. મહિલા પોલીસે જોયુ કે તેની માતા બેભાન થઈને ઢળી પડી હતી.
અને એક નાનું બાળક બેભાન મહિલાની છાતી પર આમથી આમ રડતું-રડતું ભાગી રહ્યું હતું. ત્યારબાદ મહિલા પોલીસએ પહેલા મહિલાના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો હતો અને તેને હોશમાં લાવવા માટે મથામણ કરી હતી. પરંતુ અથાગ પ્રયત્નો બાદ પણ મહિલા હોશમાં આવી ન હતી.
તેથી મહિલા પોલીસએ કંટ્રોલરૂમને જાણ કર્યા બાદ અને એમ્બ્યુલન્સ બોલાવી હતી અને મહિલાને બચાવી લેવામાં આવી હતી.તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેની સારવાર શરૂ થઈ હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ, મહિલા 3 મહિનાની ગર્ભવતી હતી. ગરમીના કારણે તે બેહોશ થઈ ગઈ હતી.
2-year-old girl, barely able to walk or articulate sought help from RPF jawans after the toddler’s mother went unconscious on platform floor with 6-month old baby beside her. The toddler walked to other platform for help.
Incident took place at Moradabad railway stn on Saturday pic.twitter.com/gjMgM0KG4r
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 5, 2021
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]