Breaking News

રાતો-રાત બદલાઇ શાકભાજી વેચનારની કિસ્મત, નગરનિગમનો ચેરમેન બન્યો આ વ્યક્તિ…

કહે છેને કે જ્યારે આપનારો આપે છે તો છપ્પર ફાડીને આપે છે. કંઇક આવું જ થયું છે આંધ્રપ્રદેશના રાયચોટીમાં શાકભાજી વેચનાર એક યુવકની સાથે. જેની કિસ્મત રાતો-રાત બદલાઇ ગઇ અને આ વ્યક્તિ શાકભાજીના વેપારીથી સીધો નગરપાલિકાનો અધ્યક્ષ બની ગયો. શેખ બાસા નામનો આ શખ્સ બેરોજગારીના કારણે ગામમાં શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ બાશાને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ રાયચોટી નગરપાલિકાનો અધ્યક્ષ બનાવ્યો છે.

ગ્રેજ્યુઅટ હોવા બાદ પણ શાકભાજી વેચતો હતો : તમને જણાવી દઇએ કે બાસા ગ્રેજ્યુએટ ડિગ્રી હોલ્ડર છે. પરંતુ બેરોજગારીના કારણે તે ગામમાં શાકબાજી વેચવા માટે મજબૂર બન્યો હતો. બાસાનું કહેવું છે કે ડિગ્રીઓ હોવા છતાં નોકરી મળી નહીં. બેરોજગારીના કારણે મારે શાકભાજી વેચીને ઘર ચલાવવું પડતું હતું. મારી જીંદગીમાં કોઇ દિશા નહતી. પરંતુ વાઇએસઆર કોંગ્રેસે મને પહેલા પાર્ષદની ચૂંટણી લડવાનો ચાન્સ આપ્યો અને હવે નગરપાલિકાના અધ્યક્ષ બનાવી દીધો છે. આ માટે તેમને મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનો આભાર માન્યો હતો.

વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીએ આ શેખ બાસાને પાર્ષદની ચૂંટણી લડવાનો ચાન્સ આપ્યો અને તેમને ભારે મતથી જીત મળી. જે બાદ વાઇએસઆરના અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ બાસાને જીતના આંકડા પર નજર નાખી અને એ બાદ તેમને બાશાને નગરપાલિકાના અધ્યક્ષ બનાવી દીધા હતા.

86માંથી 84 સીટ પર વાઇએસઆરનો કબજો : આંધ્રપ્રદેશમાં ગયા હપ્તે નગરીય નિકાય ચૂંટણી થઇ હતી. જેમાં વાઇએસઆરે 86 નગરપાલિકાઓમાં નગરનિગમોમાં 84 પર કબજો કર્યો છે. મહાપોર અને અધ્યક્ષોની ચૂંટણીમાં મહિલાઓને 60.47 ટકા અને પછાત વર્ગના ઉમેદવારને 78 ટકા પદ આપવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *