Breaking News

પોલીસ કચેરીમાં આપઘાત કરીને જીવ ટૂંકાવ્યો, પરિવાર-જનો એ કર્યો મોટો હંગામો.. વાંચો..!

આજકાલ આરોપીઓ એટલી હદે કંટાળા જનક અણી જતા હોઈ છે કે જેની ન્પુચો વાત.. બનાસકાંઠાઈ પોલીસ કચેરીમાં એક યુવકે આપઘાત કરી લેતા ચારેકોર ચકચાર મચી ગયો છે. આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક લોકોને તેમજ તે યુવકના પરિવાર જનો ને થતા તેઓ તરત જ પોલીસ કચેરી એ પહોચી ગયા હતા.

હકીકતમાં બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના આબુ રોડ પર આવેલા બોસા ગામના પ્રકાશ મેઘડા નામના યુવકની પોલીસે અટકાયત કરી હતી. આ અટકાયત કોઈક ગુના અંતર્ગત કરવામાં આવી હતી જેની કોઈ જાન હજુ સુધી ન્યુઝ મીડિયાને મળી નથી.

અટકાયત કરીને લવાયેલા યુવકને કેદ કરવામાં આવ્યો હતો. એ વખતે તે યુવકેને એવું તો શું સુજ્યું કે કે તેને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બનતા જ ચકચાર મચી ગયો હતો. આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરી લેતા તેના સગા-સબંધીઓ દ્વારા હડાદ પોલીસ મથકે હોબાળો કરવામાં આવ્યો છે.

જેને હડાદ પોલીસ મથકે નજરબંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કથિત આરોપીએ મનદુ:ખ રાખીને રાત્રિ દરમિયાન પોલીસ મથકમાંજ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું.

આપઘાતની આ સમગ્ર ઘટના પોલીસ મથકના CCTVમાં કેદ થઈ ગઈ હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓના સગા-સબંધીઓ સહિતનો કાફલો હડાદ પોલીસ મથકે આવી પહોંચ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો.

જેના પગલે જિલ્લા જિલ્લા DySp સહિતનો પોલીક કાફલો હડાદ પોલીસ મથકે દોડી આવ્યો હતો અને બેકાબૂ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *