કોરોનાના લોકડાઉન બાદ લોકોમાં ફરવા જવાનું ચલણ ભરપુર માત્રામાં વધી રહ્યું છે. દેખા દેખીના આ જમાનામાં લોકો એકબીજાની ટ્રીપ જોઈને ફરવા જતા હોઈ છે. જીવનમાં કામકાજની લપ મૂકીને મગજ ફ્રેશ કરવા માટે લોકો ટ્રાવેલિંગ કરવાનું વધારે પસંદ કરે છે. હાલ સોશિયલ મીડિયામાં એવા કેટલાય વિડીયો વાયરલ દેખાતા હોઈ છે…
પરતું આપડે સમાચારમાં જોયુ કે છેલ્લા ઘણા સમયથી ફરવા ગયેલા લોકોની મજા મોતની સજામાં પરિવર્તિત થઈ જાય છે. ફરતી વખતે થયેલી સહેજ પણ નાની ભૂલ કોઈનો જીવ લઈ બેસે છે. ડગલે ને પગલે સાવચેતી રાખવી પડે છે. લોકોને વિવિધ એકટીવીટી કરવાનો ખુબ શોખ હોઈ છે.
પર્વતોમાં પેરાગ્લાઇડિંગની મજા માણવી કોને પસંદ ના હોય? જ્યારે પણ કોઈ પહાડી વિસ્તારોમાં ફરવા માટે જાય છે, ત્યારે તે પેરાગ્લાઇડિંગ જરૂર કરે છે પરંતુ, એડવેન્ચર એ બાળકોની રમત નથી. આ એડવેન્ચર કરવા માટે હિંમત હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો બીજાને જોઈને પેરાગ્લાઇડિંગ કરવા તો લાગે છે પરંતુ, પાછળથી તે હાસ્યનો વિષય બની જાય છે.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું બની ઘટના? ઘણા લોકોને તો લિફટ કરા દે વાળો છોકરો યાદ આવી ગયો હતો. પેરાગ્લાઇડિંગ સમયે છોકરી એટલી હદ સુધી ડરી ગઈ હતી કે, તે જોરજોરથી બૂમો પાડવા લાગી. આ યુવતીએ તેના ઇન્સ્ટ્રકટરને નીચે ઉતરવા માટે કહ્યુ.
જયારે મહિલાને ઉપર ખુબ જ દર લાગવા લાગે છે ત્યારે તે પોતાના પતિની બધી પોલ ખોલવા લાગે છે કે મારો પતિ સારો નથી.. મેં લગ્ન કરી ને બહું મોટી ભૂલ કરી છે. હે ભગવાન પ્લીઝ મને બચાવી લો.. આ મહિલાને એ ભાન નોહ્તું કે કેમેરામાં આ બધી વાતો રેકોર્ડ થઈ રહી છે.
આ વીડિયોમાં યુવતી તેના ઇન્સ્ટ્રકટરને એવુ કહેતી જોવા મળે છે, “મને નીચે ઉતારો, મને ડર લાગે છે.” ઇન્સ્ટ્રકટર તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે કે, “કશું નહીં થાય, મેડમ, જરા પણ ચિંતા ન કરો પરંતુ, છોકરી હજી પણ તે વાત માનતી નથી.” આ છોકરી ઇન્સ્ટ્રકટરને કહે છે કે, ” ભાઈ મને કઈ જ દેખાતું નથી, મારી આંખો ખુલી રહી નથી. મને મહેરબાની કરીને નીચે ઉતારો. ઇન્સ્ટ્રકટર છોકરીને સમજાવવા માટે ઘણો પ્રયાસ કરે છે પરંતુ, તે નિરંતર બૂમો પાડતી રહે છે અને નીચે ઉતરવાની ઝિદ પકડીને બેસી રહે છે.
Paragliding is Amazing, isn’t it ? pic.twitter.com/Y6pKUx35sa
— Dr. M V Rao, IAS (@mvraoforindia) January 15, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]