Breaking News

પત્નીના ઓપરેશન માટે પૈસા ઓછા પડયા તો અડધી રાત્રે મંદિરે પ્રાર્થના કરવા માટે ગયો, પાછળ ફરીને જોયુ તો…

ઘનઘોર અંધારી રાત્રીનો સમય હતો. એ માણસની ૫ લાખ રૂપિયાની કિંમતી ઘડિયાળ માં રાતના ૨ વાગ્યા હતા. એ માણસ પણ ખુબ અજીબ હતો. ઘડિયાળનો ખૂબ જ શોખીન માણસ હતો. અને સાથે સાથે કરોડપતિ હોવાથી તેની પાસે ઘડિયાળનું ખૂબ જ સારું કલેક્શન પણ હતું.

રાતના ૨ વાગ્યા હતા પણ થોડીક વાર થાય ને તે માણસ વારંવાર પડખા ફર્યા કરે. આ માણસને ગમે તે વાત ખટકતી હોય કે શું પણ તેને નિંદર આવતી ન હતી. થોડી વાર થાય ને ઘડિયાળમાં જોયા કરે. થોડીવાર બાદ નીંદર ન આવી તો તેને થયું ચાલને ધાબા પર આટો મારી આવું. એમ કહીને તે ધાબા પર ગયો અને ત્યાં પણ ઘણા ચક્કર માર્યા પરંતુ તેને ઊંઘ આવી જ નહિ. ત્યારબાદ ચા પીધી, સાથે સાથે અડધી રાત્રે સિગરેટ પણ પીધી પરંતુ તેને ઊંઘ આવતી ન હતી.

આખરે ઊંઘ ના આવતા આ માણસ ધાબા પરથી નીચે આવી ગયો અને વિચાર કર્યો કે ચાલ હવે બહાર એક આંટો મારી આવું. પાર્કિંગમાંથી પોતાની ગાડી બહાર કાઢીને બહાર જવા નીકળ્યો, સિક્યુરિટી ગાર્ડે દરવાજો ખોલ્યો. ગાર્ડને પણ નવાઈ લાગી કારણ કે શેઠ કોઈ દિવસ પોતે ગાડી ચલાવતા જોયા ન હતા. અને આજે ડ્રાઈવર વગર જ તેઓ અડધી રાત્રે પોતે ગાડી ચલાવીને જતા હતા.

જતી વખતે સિક્યુરિટી ગાર્ડને એમ પણ કહ્યું કે હું હમણાં જ આવું છું. અડધી રાત્રે શહેરની સુમસામ જેવી સડકો ઉપર ગાડી ચલાવતા-ચલાવતા એને એક મંદિર દેખાયું એટલે તેને વિચાર્યું કે ચાલ થોડીવાર આ મંદિરમાં જઈને ભગવાન પાસે જઈ આવું અને પ્રાર્થના કરી લઉ જેથી મને મરી ચિંતામાં થોડી રાહત થાય અને શાંતિ મળે. પછી ઘરે પાછા ફરીને સરસ ઊંઘ આવી જશે.

આથી તે ગાડીમાંથી ઉતરીને મંદિરમાં અંદર ગયો. મંદિરમાં જઈને જોયું તો ઈશ્વરની મૂર્તિ તો હતી જ પરંતુ તેની સામે એક માણસ બેઠો હતો. અડધી રાત્રે પણ આ માણસનો ચહેરો એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો પરંતુ તે માણસના હાવભાવ ઠીક લાગી રહ્ય ન હતા.

ભગવાનની મૂર્તિની એકદમ સામે જ બેઠેલા આ માણસના આંખમાં કરુણતાના દેખાઈ રહી હતી. બસ આંખમાંથી અશ્રુધારા વહેવાની બાકી હોય એટલો ચહેરો ઉદાસ પડી ગયો હતો. આ માણસનું મોઢું જોઈને તેને થયું કે લાવ હું પૂછી લઉં કે શું આ માણસને કોઈ તકલીફ છે? આથી તેની પાસે જઈને પૂછ્યુ કે કેમ ભાઈ આટલી મોડી અંધારી રાત્રે મંદિરમાં બેઠો છે?

પેલા માણસે જવાબ આપ્યો કે મારી પત્ની અહીં નજીકના એક દવાખાનામાં દાખલ થયેલી છે. તેનું ઓપરેશન કરવાનું છે. મારી પાસે સવાર સુધીનો જ સમય છે અને જો સવારે ઓપરેશન નહીં કરવામાં આવે તો મારી પત્ની બચી શકે તેમ નથી. મેં મારાથી બને તેટલા રૂપિયાની ગોઠવણ કરી પરંતુ હજુ પણ મારે રૂપિયા ઓછા પડે છે.

પેલો માણસ કરોડપતિ તો હતો પરંતુ આવી રીતે કોઈ અજાણ્યા માણસને આર્થિક રીતે મદદ કરવી કે કેમ તેના વિષે તેના મનમાં ગડ-મથલ થવા લાગી. પછી તેના ચહેરા ઉપર જોઈને ચોખ્ખું દેખાતું હતું કે તે માણસ કેટલો ઉદાસ અને ગમગીન છે. માટે પોતાના ખિસ્સામાં થી તરત જ રૂપિયા કાઢી અને પેલા માણસના હાથમાં આપીને કહ્યું કે આ લે રૂપિયા અને તારી પત્નીનું ઓપરેશન વિના સંકોચે કરાવી નાખ. રૂપિયા આપ્યા એટલે પહેલા માણસના ચહેરા ઉપર જાણે અચાનક જ ચમક દેખાવા લાગી.

પછી કરોડપતિ માણસને થયું કે જો આ માણસને હજુ પણ કામ હશે તો? આથી તેને પોતાનું પર્સનલ કાર્ડ ખિસ્સામાંથી કાઢીને પેલા ગરીબ માણસને આપતા કહ્યું કે જો ભાઈ હજુ પણ તારે કંઈ પણ જરૂર હોય તો મને ગમે તે સમયે ફોન કરજે, અથવા આ કાર્ડમાં સરનામું પણ લખેલું છે મને વિનાસંકોચે મળી પણ શકે છે.

આટલુ કહીને તેને વીઝીટીંગ કાર્ડ તેના હાથમાં આપ્યું. પરંતુ પહેલા ગરીબ માણસે બે હાથ જોડીને કાર્ડ લેવાની ના પાડી. અને માત્ર એટલું કહ્યું કે મારી પાસે તો સરનામું છે જ. આ સરનામાની મારે કોઈ જરૂરીયાત નથી. માટે પેલા કરોડપતિ માણસને ખૂબ જ આશ્ચર્ય થયુ અને તરત જ તેને પૂછ્યુ કે કોનું અને કયું સરનામું છે?

ત્યારે પેલા માણસે જવાબ આપતા કહ્યું કે જેને અડધી રાત્રે તમને અહીં મોકલ્યા તેમનું સરનામુ મારી પાસે છે. કરોડપતિ માણસ પેલા ભાઈ નો જવાબ સાંભળીને કંઈ જ બોલ્યા વગર તેની સામે જ એકીટસે જોતો રહી ગયો. એટલે જ કહેવાય છે કે સાહેબ ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો રાખજો, ક્યારે પણ તમારું કોઈ કામ અટકવા નહીં દે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *