Breaking News

પથ્થરવાળા બાબા: 80 વર્ષનો વૃદ્ધ 31 વર્ષથી ખાઈ રહ્યો છે પથ્થર, ડોકટર પણ હેરાન…

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે નાના બાળકોને માટી ખાવાની ટેવ પડી જાય છે. જ્યારે પણ તે પરિવારની નજરથી દૂર થાય છે. ત્યારે માટી ખાવાનું શરૂ કરી દે છે. માટી ખાવાથી તેમના પેટમાં કેટલાક પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. નાના બાળકોનું માટી ખાવું સામાન્ય વાત છે.

પરંતુ તમને કહેવામાં આવે કે, એક સમજદાર અને વૃદ્ધ માણસ રોજ પથ્થર ખાઈ છે તો, તમે વિશ્વાસ કરશો? કદાચ નહી કરો પરંતુ, આ એક સત્ય ઘટના છે. આપણા દેશમાં એક 80 વર્ષનો વૃદ્ધ છે જે દરરોજ લગભગ 250 ગ્રામ પથ્થર ખાઈ છે. તે કેટલાક વર્ષોથી પથ્થર ખાઈ રહ્યો છે. જ્યારે આ વાતની ડોકટરને જાણ થઈ તો તે પણ ચોંકી ગયા હતા.

અચાનક પેટમાં દુખાવો થયો હતો : એક રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રમાં 80 વર્ષનો વૃદ્ધ દરરોજ 250 ગ્રામ પથ્થર ખાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે છેલ્લા 31 વર્ષથી પથ્થર ખાઈ રહ્યો છે. આ વૃદ્ધનું નામ રામભાવ બોડકે છે. ગામના કેટલાક લોકો રામભાવને “પથ્થર વાલે બાબા” કહીને બોલાવે છે.

ત્યારે રામભાવ બોડકેએ જણાવ્યું કે, તે 1989માં મુંબઈમાં કામ કરવા ગયા હતા. ત્યાં અચાનક તેમના પેટનાં દુખવા લાગ્યું હતું. 3 વર્ષ સુધી તેની સારવાર કરાવી. પરંતુ દુખાવો દૂર નહોતો થતો. ત્યારબાદ તે સતારા આવી ગયા અને અહીંયા ખેતીનું કામ કરવા લાગ્યા પરંતુ તેમ છતાં પણ તેમના પેટનો દુખાવો દૂર નહોતો થયો.

ગામની વૃદ્ધ મહિલાએ સલાહ આપી હતી : સમાચાર અનુસાર, ગામની વૃદ્ધ મહિલાએ તેમને પથ્થર ખાવાની સલાહ આપી હતી. વૃદ્ધ મહિલાની સલાહ માની રામભાવ બોડકેએ પથ્થર ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમને થોડોક આરામ થવા લાગ્યો હતો. ત્યારબાદ તે દરરોજ પથ્થર ખાવા લાગ્યો હતો. રામભાવ બોડકે સતત 31 વર્ષથી પથ્થર ખાઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે, પથ્થર ખાવાની તેમને મજા આવે છે. હવે તેમના ખિસ્સામાં પથ્થરના નાના-નાના ટુકડા હોય છે. તેમને જ્યારે મન થાય ત્યારે તે ખાઈ લે છે.

લોકોની સાથે ડોકટર પણ ચોંકી ગયા : આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પેટના દુખાવાના છેલ્લા દિવસે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યા હતા. સીટી સ્કેનથી ખબર પડી કે વૃદ્ધના પેટમાં ઘણાં બધાં પથ્થર જોવા મળ્યા હતાં. દરરોજ 250 ગ્રામ ખાવાથી ગામના લોકોની સાથે ડોકટર પણ હેરાન થઈ ગયા. ત્યારે હાલ રામભાવની હાલત સામાન્ય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *