મિત્રો લોકો મોટા ભાગે ઉત્તરાયણના સમય દરમિયાન પતંગ હગવતા હોઈ છે. આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતા જોઇને તમને પણ બે ઘડી પતંગ ચગાવવાનું મન થઇ જતું હશે. નાના બાળકોને તો પતંગ ચગાવવાનો ખૂબ શોખ હોય છે. પરંતુ પતંગ ચગાવતા ની સાથે સાથે કેટલી તકેદારીઓ પણ રાખવાની ખાસ જરૂર દેખાતી હોય છે..
અત્યારના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એ વીડિયોને જોઈને કોઈ પણ માણસ વિચારવા પર મજબુર બની જાય કે આ કેવી રીતે શક્ય બન્યું હશે?? આ વાયરલ વિડીયો શ્રીલંકા જાફનાના વિસ્તારનો છે. અહીંયા કેટલાય દિવસોથી કાઈટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે.. ( વિડીયો જુવા માટે લેખને અંત સુધી વાંચો ).
આવા અનેક ફેસ્ટિવલ ઓ ઉતરાયણ દરમિયાન ભારતમાં પણ યોજાતા હોય છે. પરંતુ શ્રીલંકાના કાઈટ ફેસ્ટીવલમાં એક અનોખી ઘટના બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે. હકીકતમાં ખૂબ મોટા પતંગ ચગાવવા માટે એકદમ જાડી દોરી ની જરૂર હોય છે…
આ કાઈટ ફેસ્ટીવલમાં એક યુવક પતંગની જાડી દોરી પકડીને તેની સાથે હિચકા ખાવા ની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ અચાનક જ હવાનું એટલું તેજ જોકું આવ્યું કે પતંગ ૩૦ ફૂટ જેટલો ઉપર જતો રહ્યો હતો. જેના કારણે આ વ્યક્તિએ પકડેલી દોરી ના લીધી તે પણ હવામાં પતંગની સાથે સાથે ચડી ગયો હતો..
આ ઘટના ત્યારે બની ત્યારે સૌ કોઈ લોકો એ હંગામો મચાવી દીધો હતો. પરંતુ હવા એટલી ઝડપથી પસાર થઈ રહી હતી કે આ પતંગ હવામાન દૂર જતો રહ્યો હતો. તેમજ તેને ખેંચીને નીચે ઉતારવામાં પણ લોકો અસમર્થ બન્યા હતા.
આ યુવક પતંગની દોરી પકડી ને આસમાનમાં લગભગ અડધી પહોંચી ગયો હતો. નીચે કોઈ પણ પ્રકારની સેફટી વગર આ યુવક હવામાં લટકી રહ્યો હતો. ત્યારે તેના મનમાં ખૂબ જ ડર પેદા થયો હતો. કારણકે માણસ કોઈ પણ વસ્તુને ઓછામાં ઓછી દસ મિનિટ સુધી એક ધારી પકડી શકે છે..
પરંતુ હવામાન પતંગની દોરી સાથે આવી રીતે લખવું એ બહુ મુશ્કેલ વાત છે તેથી તેને પડી જવાની પણ બીક લાગતી હતી. અંતે હવાનું ઝોકું નબળું પડતાં પાંચથી છ લોકો પતંગ ને ધીમે ધીમે નીચે ઉતારી રહ્યા હતા. તેમ તેમ આ યુવક હવામાંથી નીચે ઊતરી રહ્યો હતો. અંતે આ યુવક જમીનથી માત્ર દસથી પંદર ફૂટ જેટલો ઉપર હતો..
એ સમયે તેના હાથની પકડ તૂટી જતાં તે જમીન પર નીચે પડ્યો હતો જે જોઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. આ યુવકની નાની અમથી ભૂલ ખૂબ મોટી પરિસ્થિતિમાં રૂપાંતરિત થઇ ગઇ હતી. આ યુવાન દોરી સાથે હિચકા ખાવા માંગતો હતો પરંતુ હવાની વધારે પડતી ગતિના કારણે તે જમીનથી ઊંચકાઈને હવામાન સફર કરીને નીચે પરિવાર પાછો ફર્યો હતો..
તે જમીન પર નીચે પટકાતા તેને દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ વિડીયો જોયા પછી સૌ કોઈ લોકો આ યુવકની ખુબ જ મશ્કરી કરી રહ્યા છે. કેટલાક લોકોતો જુદી જુદી ટીપ્પણીઓ કરી રહ્યા છે કે, આ યુવકને એવું તો શું સુજ્યું હશે કે પતંગની સાથે ઉડવા ચાલ્યો ગયો.. તો કોઈ લોકોએ તેને પાગલ સાથે સરખાવ્યો હતો.
Dramatic video shows a youth swept into the air with a kite in Jaffna area.
The youth was reportedly suffered minor injuries.pic.twitter.com/W0NKrYnTe6 #Kiteman #Kite #LKA #Jaffna #SriLanka— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) December 21, 2021
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]