Breaking News

પાટણના આ ખેડૂતે પ્રાકૃતિક રીતે 35 વીઘા માં ચણાની ખેતી કરીને કરી લાખો રૂપિયાની કમાણી.. જાણો સફળતા પાછળની મહેનત..!

આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ કે ભારતમાં ખેતી લક્ષી ને ખૂબ વિકાસ થઈ રહ્યા છે. આધુનિક તેમજ ઓર્ગેનીક ખેતીની સમજ દરેક ખેડૂતોને મળતા તેઓ ઓછી જમીનમાં આધુનિક ટેકનીકના કારણે ખૂબ વધારે ઉત્પન્ન કરીને ઢગલા મોઢે પૈસા કમાઈ શકે છે. આજે અમે વાત કરીશું પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં મોટી ચંદુર ગામના એક ખેડૂત ભાઈની…

શંખેશ્વર તાલુકામાં મોટી ચંદુર ગામ આવેલું છે. આ ગામના કેતનભાઇ વાઢેર નામના ખેડૂત પોતાના ખેતરમાં પહેલા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તેમજ હાઇબ્રિડ બિયારણ નો ઉપયોગ કરીને વાવેતર કરતા હતા. પરંતુ ખેતી માં આવેલા આધુનિક પરિવર્તનના કારણે ખેતીથી લોકોના સ્વાસ્થ્ય માં ખૂબ ખરાબ અસર પડતી હતી…

તેમજ દેશના વડાપ્રધાને પણ ખેડૂતોને રાસાયણિક ખેતર છોડીને પ્રાકૃતિક ખેતી તરફ જવા માટે કહ્યું હતું. કેતનભાઇ એ પોતાનામાં જનજાગૃતિઓ લાવીને ખેતીવાડી વિભાગની મદદ લઈને એક માર્ગદર્શન મેળવ્યું હતું. અને ત્યારબાદ તેઓએ પોતાના ખેતરમાં પાંત્રીસ વીઘા નું પ્રાકૃતિક પદ્ધતિથી ચણા ના પાક નું વાવેતર કર્યું હતું.

તેઓએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી ના કારણે ચણાની ઉપજ ખૂબ સારી મળી છે. તેમજ દરેક વસ્તુના ખર્ચમાં પાંચ ઘણો ઘટાડો થયો છે. ૧૦,૦૦૦ના ખર્ચામાં ચણાનું વાવેતર થઇ ગયું હતું. તેઓએ કોઈ રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવાને બદલે દેશી દવા નો ઉપયોગ કર્યો હતો..

જેના કારણે પાક ઉપર કોઈ ગંભીર અસર ન પડે. તેમજ તેને ખાનારા લોકો પણ કોઈ અસર ન થાય. આ દેશી દવાની વાસ ના કારણે ઈયળો તેમજ જીવજંતુઓ નાશ પામે છે. કેતનભાઇ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ખેડૂતોએ રાસાયણિક તેમજ અત્યંત આધુનિક ખેતી મૂકીને પ્રાકૃતિક ખેતી તરફ વળી જવું જોઈએ..

કારણ કે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચમાં ખૂબ વધારે વાવેતર મેળવી શકાય છે. તેમજ પાકની ગુણવત્તા પણ ખૂબ વધારે સારી હોવાના કારણે તમે મનમાં રહેલો ભાવ પણ મેળવી શકો છો. આ ખેડૂતથી પ્રેરિત થઇને ગામના અન્ય ખેડૂત મિત્રોએ પણ પ્રાકૃતિક ખેતી કરવાનું મન બનાવી લીધું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *