Breaking News

પરિવારે 10 વર્ષ પેલા દીકરાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા તે દીકરો પાકિસ્તાનથી મળી આવ્યો, હોશ ઉડાવે તેવી ઘટના..

હકીકતમાં હાલના સમયમાં એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે સાંભળતા જ આપડા હોશ ઉડી જાય.. થોડા દિવસ પહેલા એક વ્યક્તિની લાશનું અંતિમ સંસ્કાર વિધિ કરવા ગયા ત્યારે ખબર પડી કે આ લાશ કોઈક બીજા જ વ્યક્તિની છે. ત્યાર બાદ મૃતક વ્યક્તિના પરિવારજનોને મોટો હંગામો કર્યો હતો..

અત્યારે બિહાર રાજ્યના બક્સર જીલ્લામાં એક એવો જ અજીબોગરીબ કિસ્સો બન્યો છે. જે વાંચીને તમારા પણ હોશ ઉડી જશે. આ કિસ્સો હકીકતમાં ચૌસા તાલુકાના ખિલાફતપુરનો છે જ્યાં એક પરિવારનો દીકરો 2011માં અચાનક જ ગાયબ થઈ ગયો હતો. આ દીકરાનું નામ છવી હતું.

આ દીકરાના લગ્ન પણ થઈ ગયા હતા. તેનો પરિવાર પોલીસની મદદ લઈને દીકરાને બધી બાજુ ગોતી રહ્યા હતા. પરંતુ 5 વર્ષ ની ઘણી મેહનત બાદ તે દીકરો મળ્યો નોહ્તો. અંતે પરિવારે તેના દીકરાની વહુના બીજા લગ્ન પણ કરાવી નાખ્યા હતા. દીકરો ન મળવાને કારણે તેનો પરિવાર ખુબ જ ચિંતિત હતો.

આ અગાઉ પણ દીકરો અનેક વાર ઘર મૂકીને ચાલી ગયો હતો પરંતુ સમય અને પૈસા ખુટતા તે ઘરે આવી જતો હતો. પરંતુ આ વખતે તે 5 વર્ષ સુધી પાછો ન આવતા તેઓએ ધાર્મિક અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. ઘરના લોકોએ આશા મૂકી દીધી હતી કે હવે તેમનો દીકરો પાછો આવશે એટલે અંતિમ સંસ્કારની વિધિ કરીને તેઓ દીકરાને ભૂલી ગયા હતા..

એક વાર એક સ્પેશિયલ બ્રાંચ ખાતેથી આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે છવિ નામનો કોઈ માણસ બિહારના બક્સરનો રહેવાસી છે કે કેમ તેની તપાસ કરવામાં આવે. ત્યારબાદ અમે તપાસ કરી હતી. હવે વિસ્તૃત રિપોર્ટ મોકલીશું. તે પાકિસ્તાનમાં અત્યારે ક્યાં છે અને કેટલા સમયથી છે તે અંગેની જાણકારી અમારી પાસે નથી. સબંધિત વિભાગ જ આ મામલે કોઈ જાણકારી આપી શકે છે.

હવે દસ વર્ષ વતી ગયા પછી પરિવારને ખબર પડી કે જેના તેમણે અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હતા તે યુવક પાકિસ્તાનમાં રહે છે. તે પાકિસ્તાનની જેલમાં બંધ છે. પોલીસ આ યુવકની તસવીર લઈને તેના પરિવાર પાસે પહોંચી હતી, ત્યારબાદ પરિવારે તસવીર જોઇને તરત તેને ઓળખી લીધો હતો.

યુવકના ભાઈએ મીડિયાને કહ્યું, ‘મારો ભાઈ મળી ગયો તેનો આનંદ છે. 10 વર્ષ પહેલા ગાયબ થઇ ગયો હતો, પણ નહીં મળ્યો તો વર્ષ બાદ તે મૃત્યુ પામ્યો છે તેવું માનીને અમે ક્રિયાકાંડ પૂર્ણ કરી લીધા હતા. ભાઈ જીવિત હોવા અંગે પોલીસ મથકેથી જાણકારી મળી હતી.

એક પોલીસકર્મી ભાઈની તસ્વીર લઈને આવ્યો અને અમને પૂછ્યું હતું કે, ‘શું તમારો છવિ નામનો કોઈ ભાઈ છે?’ અમે હા પાડતા ભાઈના કેટલાક ઓળખ માટેના દસ્તાવેજો માગ્યા, પછી પુષ્ટિ કરી લીધી. અમે પોલીસ મથકે પણ ગયા હતા. સરકાર પાસે એટલી જ માગણી છે કે અમારો ભાઈ ઘરે પરત ફરી જાય.’

આ યુવક પાકિસ્તાન કઈ રીતે પહોંચી ગયો તે અંગે હજુ સુધી કોઈ અધિકારીક જાણકારી મળી નથી. પરંતુ એક સામાજિક સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે માનસિક હાલત ઠીક ન હોવાના કારણે છવિ પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. ત્યાં તેને પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે, જેથી સ્વદેશ પરત લાવવામાં આવે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *