હાલ શિયાળુ પાકની સીઝન હવે પૂરી થવા આવી છે. એવામાં શાકભાજી અને ફળફળાદીના ભાવ આસમાનની ઉંચાઈઓને અડકી રહ્યા છે. મોટાભાગના માર્કેટયાર્ડમાં શાકભાજી અને ફળફળાદીના ભાવો એટલા બધા ઊંચા રહ્યા છે. કે જેની ન પૂછો વાત ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુ નું વેચાણ ખૂબ જ વધી જતું હોય છે…
કારણ કે ઉનાળા ની અંદર લોકો લીંબુ શરબત અને લીંબુ સોડા ખૂબ જ પીવે છે. આ સાથે સાથે લીંબુની બનાવટો પણ વધારે પ્રમાણમાં બનતી હોય છે. એટલા માટે ઉનાળામાં સૌથી વધારે વપરાશ લીંબુનો થાય છે. ઊનાળાની સિઝન શરૂ થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોચવા લાગ્યા છે.
ગુજરાતમાં લીંબુનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. જ્યારે મોટાભાગના લીંબુ અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. અત્યાર સુધી દેશી લીંબુના ભાવ ૮૦ થી ૧૦૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા. પરંતુ લીંબુની આવક ધીમે-ધીમે ઓછી થઈ જવાથી લીંબુને દક્ષિણ ભારતમાંથી લાવવામાં આવે છે.
દક્ષિણ ભારતથી ગુજરાત સુધી લીંબુને પહોંચાડવા માટે નો ખર્ચ પેટ્રોલ-ડીઝલ પર આધારિત છે. અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે લીંબુ ખૂબ જ મોંઘા થયા છે. છૂટક શાકમાર્કેટ ની વાત કરીએ તો વડોદરાના શાકમાર્કેટમાં કિલો લીંબુ નો ભાવ 170 રૂપિયા પહોંચ્યો છે. જ્યારે જુદા જુદા જિલ્લાઓમાં આવેલા શાકમાર્કેટમાં લીંબુનો સરેરાશ ભાવ ૨૦૦ રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધી પહોંચ્યો છે.
જયારે 10 કિલોના ભાવ 2000ને પાર અને 20 કિલોના ભાવ 4000 ને પાર પહોચી ગયો છે. મોટાભાગના વેપારીઓનું કહેવું છે કે અત્યારે બજારમાં જે લીંબુ વેચાય છે તે બહારના રાજયોમાંથી લાવેલા લીંબુ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ અતિશય માત્રામાં વધી જવાથી આ લીંબુ ખૂબ જ મોંઘા પડે છે..
પરંતુ બજારમાં માંગ વધારે છે તેમજ ભાવ પણ વધારે છે એટલા માટે અને હાલ કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ લીંબુ ખરીદનાર ગૃહિણીઓને લીંબુના ભાવ જોતાની સાથે જ આંખો લાલઘૂમ થવા લાગે છે. કારણ કે લીંબૂના આટલા બધા માં તેઓએ આજ પહેલા ક્યારેય પણ જોયા નથી.
લીંબુ ઉનાળાની સિઝનમાં ખૂબ જ ઠંડક આપે છે. શેરડીનો રસ, છાશ, લીલું નાળિયેર સહિતના ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. અને તેની સાથે સાથે લીંબુના ભાવ પણ વધી ગયા છે. લાંબા સમયથી લીંબુ નો વેપાર કરતા વેપારી મુકેશભાઈ જણાવ્યું છે કે આ વર્ષે લીંબુ નો ભાવ 250 રૂપિયાને પણ પાર કરી જાય તેવી શક્યતાઓ રહેલી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]