Breaking News

નાની ઉંમરે અઢળક ભજન ગાઈ ભક્તો ને પોતાના ભજનો થી મંત્રમુગ્ધ કરનાર આ ભજનિક આજે દેખાય છે આવો, પ્રથમ નજરે ઓળખવો છે મુશ્કેલ…

મિત્રો, હરિ ભરવાડ કે જેણે નાની ઉંમરે જ પોતાના ભજનોથી લોકોનું દિલ જીતી લીધું હતું. હરિ ભરવાડનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૯૫ ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન હતું. હરિ ભરવાડના મોટા ભાઈ શિક્ષક હતા. જેનો, હરિભાઈની સફળતામાં કીમતી સહારો રહ્યો છે.

હરિ ભરવાડને તેના પરીવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેમના કાકા રહ્યા છે, કારણ કે તેના કાકા ને સંગીત અને ભજનો વિશે સારી એવી માહિતી હતી. હરિ ભરવાડ ના સૂરીલા અવાજને સાંભળી કાકાએ તેમને ભજન ગાતા શીખવ્યું હતું. હરિ ભરવાડે તેમના વતન છપડીમાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.

અભ્યાસ દરમિયાન પ્રાર્થના બોલાતી વખતે એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને, તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી. હરિ ભરવાડે સાત વર્ષની નાની વયે જ ગાવાનું શરૂ કરી દીધું હતું. તેમનો પહેલો આલ્બમ ‘હરિનો મારગ’ બનાવ્યો હતો, જેને લોકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવ્યો હતો. આ આલ્બમમાં લગભગ ૭-૮ ભજનોનો સમાવેશ થાય છે. હરિ ભરવાડે એ લગભગ ૩૦ જેટલા આલ્બમ બહાર પાડ્યાં છે.

જેમાં ગરબા અને ભજનોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૯ માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે” માં અભિનય કર્યો હતો, જેના માટે તેમને ટ્રાન્સ મિડિયા તરફથી પારિતોષિક મળ્યું હતું. વર્ષ ૨૦૧૧ માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત તેમને વર્ષ ૨૦૧૪ માં ગુજરાત બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ, દિલ્હી ખાતે મળ્યો હતો. હરિ ભરવાડે વિદેશમાં પણ અનેક કાર્યક્ર્મો ક્યાઁ છે. તેમણે પ્રથમ વખત 2012 માં લંડનમાં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો.

વર્ષ ૨૦૧૪ મા અમેરિકાના ગુજરાત સમાજના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી દરમિયાન તેમણે પ્રોગ્રામ કર્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૯ માં લંડન નવરાત્રિ સમયે પ્રોગ્રામ માટે તેઓ ગયા હતાં. હાલમાં તેઓને અમદાવાદ થી ૩૦  કિલોમીટર દૂર આવેલ કઠલાલ ગામમાં સ્ટુડિયો છે. જ્યાં તેઓ પોતાના ભજનો અને ગરબાઓનું નિર્માણ કરે છે.

થોડા સમય બાદ તેઓ પ્રસિદ્ધ ગાયક કલાકાર ધવલ બારોટ સાથે મળીને મોગલ માં નો ગરબો પ્રસ્તુત કરવાના છે. હરિ ભરવાડ નાના નાના ગામોમાં ભજન ગાતા અને ધીમે ધીમે લોકોના દિલમાં સ્થાન પામીને જાણીતા બન્યા હતા. આ અરસામાં ગાંધીનગર પાસેના પેઠાપુર ગામના રહેવાસી રતનસીંહ વાઘેલાએ તેમને સાંભળેલા.

રતનસીંહ વાઘેલાએ એકતા સાઉન્ડના માલિક રમેશ પટેલને હરિ ભરવાડની ભલામણ કરી હતી અને ત્યારબાદ તેઓએ આલ્બમ હરિનો મારગ બનાવ્યો હતો. હરિ ભરવાડની આ સફળતા પાછળ તેમના પરિવાર એ ખૂબ જ ફાળો આપ્યો છે. હરિ ભરવાડને જ્યારે આ સફળતા મળી ત્યારે તે નાના બાળક હતાં અને પરિવારના વડીલ જયારે એમ કહેતા કે, ભજન ગાવા જવાનું છે તે, ત્યારે તેમને ફરવા જવા જેવું લાગતું હતું.

તેઓને આ સમજણ આવી એ સમયે લગભગ ગામમાં પ્રોગ્રામ થવાના બંધ થઈ ગયા હતા અને યુ-ટ્યુબ નો યુગ આવી ગયો હતો. હરિ ભરવાડે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો બનાવવા માટે તનતોડ મહેનત કરી છે.  વર્ષ ૨૦૦૯  માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે” માં અભિનય કર્યો હતો, જેના માટે તેમને ટ્રાન્સ મિડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *