Breaking News

નાની દીકરીએ થર થર કાંપતા કુતરા માટે જે કર્યું તે જોઇને તમે પણ દંગ રહી જશો.. જુવો અનોખો વિડીયો..!

પાલતું પ્રાણીઓ માલિક પ્રત્યે ખુબ જ વફાદાર હોઈ છે. તેઓ માલિકનો જીવ બચાવવા માટે હરહમેશાં તત્પર રેહતા હોઈ છે. સોશિયલ મીડિયામાં પ્રાણીઓની પ્રેમભરી કરતૂતો ખુબ જ વાયરલ થાય છે. કારણ કે વન્ય જીવો તેમજ પાલતું પ્રાણીઓ પ્રત્યે લોકોને ખુબ જ પ્રેમભાવ રહેલો હોઈ છે.

હાલ સોશીયલ મીડિયામાં એક દીકરી અને કુતરાનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આજકાલ આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપણે બધા જાણીએ છીએ કે ફટાકડાનો અવાજ ખુબ જ ભયંક હોઈ છે. માણસ પણ આ આવાજથી ડરી જાય છે તો પાલતું પ્રાણીઓ આ આવાજને સહન જ કરી શકતા નથી…

ખાસ કરીને કૂતરાઓ આ આવાજથી ખુબ જ પરેશાન થઇ જાય છે. કારણ કે તેઓ આપણા કરતાં 25 ટકા વધુ સાંભળે છે. એટલા માટે ફટાકડાનો અવાજ સાંભળીને કૂતરાઓ પરેશાન થઈ જાય છે. હાલમાં જ એક કૂતરાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં કૂતરો ફટાકડાના અવાજથી પરેશાન થઈ ગયો હતો.

પણ તેની બાજુમાં એક સુંદર છોકરી ઉભી હતી. તેણે એવું કંઈક કર્યું જેણે દરેકનું દિલ જીતી લીધું. યુવતીની આ માસૂમિયતે યુઝર્સના દિલ જીતી લીધા છે અને આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, એક છોકરીએ પોતાના હાથથી કૂતરાના કાન ઢાંકી દીધા હતા…

જેથી તેને ફટાકડાના અવાજથી પરેશાન ન થાય. ફટાકડા પડતાની સાથે જ તેણે તેનો હાથ તેના કાન પરથી લઈ લીધો. તેણીએ કૂતરાના માથા પર થપ્પડ મારી અને તેને દિલાસો આપ્યો અને તેની સુરક્ષા માટે તેની બાજુમાં ઉભી છે. કુતરો ફટાકડાના અવાજને કારણે થર થર કાંપવા લાગ્યો હતો પરતું આ દીકરીએ જે કુતરા માટે કર્યું ત્યારબાદ તેણે રાહત અનુભવી હતી.

આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ 16 સેકન્ડનો વાયરલ વીડિયો ટ્વિટર યુઝર @Yoda4ever દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને 2 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. વીડિયો સાથેના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે આ હૃદયસ્પર્શી ક્ષણ ચાઈનીઝ નવા વર્ષની ઉજવણી દરમિયાન કેમેરામાં કેદ થઈ હતી.

ફટાકડાના ડરથી બચવા માટે, એક નાની છોકરી તેના પાલતુના કાન ઢાંકે છે. આ વીડિયો દક્ષિણપૂર્વ ચીનના જિયાંગસી પ્રાંતમાં શૂટ કરવામાં આવ્યો છે. હાલ આ વિડીયો માનવતાના ઉદાહરણના નામે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો તમે નીચે જોઈ શકો છો..!

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *