મુકેશ અંબાણી ને લાખો ની આવક, તેમની સમ્પતિ તો અમુક દેશો ની જી.ડી.પી. કરતા પણ વધુ, જાણો માત્ર ૬૦ સેકન્ડ મા કમાય છે આટલા રૂપિયા…

મિત્રો, રિલાયન્સ ઉદ્યોગજગતના ઓનર મુંકેશ અંબાણી એ વિશ્વના પાંચમા નંબરના ધનવાન વ્યક્તિ છે. તેમના વિશે એવુ કહેવામા આવે છે કે, એક વ્યક્તિને ચા પીતા જેટલી વાર લાગે છે એટલી જ વારમા તેમની મિલકતમા લાખો રૂપિયાનો વધારો થાય છે. માટે જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, મુકેશ અંબાણી એ ભારત સહિત આખા એશિયામાં સૌથી ધનવાન વ્યક્તિ છે.

હાલ, છેલ્લા દસ વર્ષમા તેમની સંપત્તિમા અંદાજે ત્રણ ગણો વધારો થઇ ચુક્યો છે. વર્ષ ૨૦૧૦ મા તેમની મિલકત અંદાજે ૨૭ બિલિયન ડોલર આસપાસ હતી. જ્યારે વર્ષ ૨૦૨૦ મા તે વધીને અંદાજે ૮૦ બિલિયન ડોલર આસપાસ પહોંચી છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર મુંબઈમા ૨૭ માળના ઘર એન્ટીલિયામાં રહે છે. મીડિયા એક અહેવાલ પ્રમાણે આ ઘરને તૈયાર કરવા પાછળ અંદાજે સાત હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. આ ઘર વિશ્વના સૌથી મોંઘા અને ભવ્ય ઘરોમા સ્થાન ધરાવે છે.

એક અહેવાલ મુજબ મુકેશજી એ આપણા દેશ ના બીજા સૌથી વધુ શ્રીમંત માણસ છે. રાધા કિશન દમાણી તેમના કરતા પણ ચાર ગણા વધુ ધનિક છે, તેમની મિલકત અંદાજે ૧૭.૮ કરોડ ડોલર બતાવવામા આવે છે. એક ખાનગી મીડિયા ના અહેવાલ પ્રમાણે મુકેશજી દર મિનિટે અંદાજે ત્રેવીસ લાખ રૂપિયા થી વધુ ની કમાણી કરે છે.

વર્ષ ૨૦૧૯ મા મુકેશ અંબાણીની મિલકતમા દરરોજનો ૩૩ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો હતો. જો આપણે વૈશ્વિક ભૌગોલિક સ્તરે જોવા જઈએ તો અફઘાનિસ્તાન, બોત્સવાના અને બોસ્નિયા જેવા દેશોની કુલ જી.ડી.પી. ને એકત્રિત કરવામા આવે તો તે પણ મુકેશ અંબાણી ની મિલકત કરતા ઓછી થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment