Breaking News

મોદી સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે? જાણો શું છે સરકારની વિચારણા

રાજકારણીઓ જે રીતે લોન માફીની લોલીપોપ બતાવે છે, તેટલી સહેલાઈથી ખેડૂતોની લોનની રકમ માફ થતી નથી. કેટલીકવાર કહ્યા કરતાં ઓછી રકમ માફ કરવામાં આવે છે અને તેને ચગાવવામાં આવે છે.

ચૂંટણીના સમયગાળામાં પક્ષો સામાન્ય રીતે અન્ન દાતાઓને લોન માફી આપવાનું વચન આપે છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી લોન માફી માટેનું ફોર્મ્યુલા બદલાય જાય છે. સરકાર બદલાય છે અને ખેડૂતોને વાયદા મળતા રહે છે. આટલા વર્ષોથી ખેડૂતો(Farmers) ની દુર્દશાનું ચિત્ર જેવું છે એવું જ રહ્યું છે.

હકીકતમાં જેટલા રાજકારણીઓ જે રીતે લોન માફીની લોલીપોપ બતાવે છે, તેટલી સહેલાઈથી ખેડૂતોની લોનની રકમ માફ થતી નથી. કેટલીકવાર કહ્યા કરતાં ઓછી રકમ માફ કરવામાં આવે છે અને તેને ચગાવવામાં આવે છે. ત્યારે લોન માફી મામલે ફરીથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ બાબતે સંસદમાં સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર લોન માફીની યોજના બનાવી રહી છે?

લોન માફી અંગે સંસદમાં સરકારે આપી આ માહિતી : રાજ્ય નાણાંમંત્રી ભાગવત કિશનરાવ કરાડે (Minister of State for Finance Dr. Bhagwat Karad) સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં સરકારની આવી કોઈ યોજના નથી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ-નાબાર્ડ મુજબ આ વર્ષે 31 માર્ચ સુધી કુલ બાકી કૃષિ લોન આશરે 16,80, 367 કરોડ રૂપિયા હતી.

એક નજર લોન માફી પર : જો તમે નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના ડેટાનું વિશ્લેષણ કરો તો તમે જોશો કે વર્ષ 2014 પછી 12 રાજ્યોએ કૃષિ લોન માફીની જાહેરાત કરી છે. પરંતુ જે રકમ માફ કરવાની દરખાસ્ત હતી તે ખેડૂતો સુધી પહોંચી ન હતી. કૃષિ કર્જમાફીની યોજનાઓ હેઠળ લગભગ 3.65 કરોડ અન્ન દાતાઓને લાભ મળ્યો. કુલ રૂ. 1,59,589.14 કરોડ રૂપિયા માફ કરાયા હતા, જ્યારે જાહેરાત લગભગ 2.25 લાખ કરોડની કરવામાં આવી હતી.

ઉદાહરણ તરીકે, યુપીમાં 36,359 કરોડની રકમ માફ કરવાની દરખાસ્ત હતી, પરંતુ માત્ર 25 હજાર કરોડ જ માફ કરાયા હતા. એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ 54 હજાર કરોડના પ્રસ્તાવ પર માત્ર 37 હજાર કરોડ રૂપિયા માફ કરાયા હતા

મોદી સરકારનું ધ્યાન ખેડૂતોની આવક બમણી કરવા પર : મોદી સરકારે પોતાના કાર્યકાળમાં હજુ સુધી કોઈ લોન માફી કરી નથી. કેન્દ્ર સરકાર પાક નિષ્ફળતા, દુષ્કાળ અને દેવાને ખેડૂતોની આત્મહત્યાનું કારણ માને છે. પરંતુ તે લોન માફી માટે કોઈ સપોર્ટ નથી કરી રહી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગૃહમાં પહેલેથી જ કહ્યું છે કે અમારી સરકાર લોન માફ કરવાને બદલે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામ કરી રહી છે.

મોદી સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોને ખેડૂતોની લોન માફ કરવા માટે નાણાં પૂરા પાડશે નહીં. જે રાજ્યો ખેડૂતની લોન માફ કરવા માગે છે, તેઓએ આ માટે સંસાધનોને જાતે જ એકત્રીત કરવા પડશે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017ની યુપી ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને વચન આપ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકારની રચના થતાં જ તેઓ નાના ખેડૂતોની લોન માફ કરશે.

મોદીની આ અપીલની અસર ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. યુપીમાં પણ ભાજપને ભારે બહુમતી મળી. સરકારની રચના બાદ યોગી આદિત્યનાથે 36,000 કરોડ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી. મહારાષ્ટ્રમાં પણ ભાજપે લોન માફીનું વચન આપ્યું હતું.

કોંગ્રેસ અને લોન માફીની શરત : કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબની ચૂંટણી પહેલા લોન માફીનો જુગાર રમ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતોના સમર્થન મેળવવામાં સફળ રહી હતી. છત્તીસગઢમાં કોંગ્રેસના પદાધિકારીઓએ હાથમાં ગંગાજળ લઈને સરકાર બનાવવામાં આવે તો 10 દિવસમાં લોન માફ કરવાનું વચન આપ્યું હતું. તેનો પણ ફાયદો થયો. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે 2008માં દેશભરના ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સરકારે ખેડૂતોની 65 હજાર કરોડની લોન માફ કરી દીધી અને તેનો લાભ પણ મળ્યો હતો.

દેવું માફી ખરેખર જરૂરી કે રાજકીય મજબૂરી : દેશમાં લગભગ 14.5 કરોડ ખેડૂત પરિવારો છે. એક પરિવારમાં સરેરાશ ચાર પુખ્ત સભ્યોની ધારણા કરીએ તો પણ 50 કરોડથી વધુ મતદારો છે. તેથી કોઈ પણ પક્ષ તેમને અવગણી શકે નહીં. આટલી મોટી વોટબેંકને કારણે જ લોન માફી રાજકીય પક્ષો માટે મજબૂરી બની જાય છે. રાજકીય પક્ષોને સત્તા મેળવવા માટેનું આ બ્રહ્માસ્ત્ર છે.

બીજી તરફ સરકાર પોતે પાક નિષ્ફળતા, દુષ્કાળ અને દેવાને ખેડૂતની આત્મહત્યાનું કારણ માને છે. કૃષિ અર્થશાસ્ત્રી દેવીન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર બેંક લોન ન ભરવાના કારણે લગભગ 80 ટકા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. હાલમાં દેશમાં આશરે 58 ટકા ખેડૂત પરિવારો દેવામાં ડૂબેલા છે.

ભારતમાં દરેક ખેડૂત પરિવાર પર આશરે 47,000નું દેવું છે. આશરે 68 ટકા ખેડૂત-પરિવારોની આવક નકારાત્મક છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર છેલ્લા બે દાયકામાં (1995-2015), દેશભરમાં 3,21,407 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વર્ષ 2016માં પણ 11,370 ખેડૂતો મોતને ભેટ્યા હતા. એવું કોઈ રાજ્ય બાકી નથી જ્યાં અન્નદાતા પોતાનો જીવ આપી રહ્યો ન હોય. તેથી જ લોન માફી જરૂરી પણ લાગે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *