Breaking News

માત્ર 2000 રૂપિયા માટે દીકરાએ તેના દાદાને પીવડાવ્યું ગટરનું પાણી, વિડીયો જોઈને દંગ રહી જશો..!

પૈસા માટે આજકાલ લોકો અંદરો અંદર ઝઘડો પણ કરી લેતા હોય તો ગટરનું પાણી પીવું શુ મોટી વાત છે.. હકીકતમાં પારિવારિક સંબંધોમાં તિરાડ પડવાનું મુખ્ય કારણ પૈસા જ હોય છે. પૈસો એવી વસ્તુ છે કે જે ભલ ભલાને ભેગા પણ કરી શકે છે. અને ગાઢ સંબંધ ધરાવતા લોકોને જુદા પણ કરી શકે છે..

સોશિયલ મીડિયામાં અવારનવાર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અત્યારે મધ્યપ્રદેશનો એક વિડીયો હાલના સમયમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કારણ કે આ વીડિયોમાં એક દીકરો તેના પિતાને ગટરનું પાણી પીવા પર મજબૂર કરી બેસે છે. આ વીડિયો જોયા બાદ સૌ કોઈ લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે માનવતા મરી પડી છે કે શું? એક સગો દીકરો પોતાના બાપ સાથે આવું શા માટે કરી શકે?

હકીકતમાં વાયરલ વિડીયો મધ્યપ્રદેશના વિદિશા ગામનો છે. ગામમાં લોકો એકબીજા સાથે શરત લગાવી રહ્યા હતા. તેમાં એક શરત એવી લાગતી હતી કે જે પણ વ્યક્તિ ગટરનું ગંદુ પાણી પી જશે તેને બે હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે. પૈસાની લાલચમાં ઘેલો થઈ ગયેલા પુત્રએ 2000 રૂપિયા માટે પોતાના ૬૦ વર્ષના પિતાની ગંદુ પાણી પીવા માટે મજબૂર કરી દીધા હતા..

પિતાએ પણ પુત્રના ભાગ દબાણમાં આવીને ગંદુ પાણી બેસીને 2000 રૂપિયા પોતાના ઘરે લાવ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે યુવક પોતાના ખોબામાં ગટરનું પાણી લઈને પી રહ્યો છે. તે પાણી કેટલું ગંદુ છે. ગંદા પાણી જ શરીરમાં રોગ પ્રસરાવે છે પછી તે ડેન્ગ્યુ હોય કે મલેરિયા..

સરકાર એક બાજુ ગટરના ખુલ્લા પાણીને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ મોજ મસ્તી અને મજાક ખાતર શરતો લગાવી ને લોકો ગટરના ગંદા પાણી પી રહ્યા છે. અને રોગચાળાને ખુલ્લે ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ સૌ કોઈ લોકો આ ગામના સરપંચની સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે..

તે પોતાના ગામમાં આ પ્રકારની પ્રવુતિઓ ચાલતી હોવા છતાં પણ સરપંચ કોઈપણ પ્રકારનું ધ્યાન શા માટે આપતા નથી. જે વ્યક્તિ ગટરનું ગંદુ પાણી પી રહ્યો છે. તેની ઉંમર ૬૦ વર્ષ છે. અને તેમનું નામ પન્નાલાલ છે. તેનું ગામ વિદિશા છે. જે મધ્યપ્રદેશમાં આવેલું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *