આ વર્ષે વરસાદ ખુબ વરસ્યો એટલે દરેક રાજ્યોના નદી અને ડેમોમાં પુષ્કળ પાણી ભરાયેલા છે. નદીઓમાં પાણીનો ધોધ એટલો વહીં રહ્યો છે કે, તેના કારણે કેટલાય લોકોની સ્થિતી કફોડી બની છે. મધ્ય પ્રદેશના ભેડાઘાટમાં પણ જળસ્તર વધી ગયું છે. સોશિયલ મીડિયા પર અહીંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નર્મદા નદીના ભારે વહેણના કારણે એક મહિલા તણાઈ ગઈ હતી. (વિડીયો જુવા લેખને અંત સુધી વાંચો.)
મધ્ય પ્રદેશના ભેડાઘાટનો આ વીડિયોમાં એક મહિલા નદીના વહેણમાં તણાતી દેખાઈ રહી છે. અચાનક પથ્થર પરથી પગ લપસી ગયો હતો જેથી મહિલા તણાઈ ગઈ હતી. મહિલાને તરતા નહી આવડતું હોઈ એટલા માટે તે ખાસા પ્રમાણમાં પાણી પણ પી ચુકી હતી. નદીના પાણીમાં તે પડી ગઈ હતી.
વહેણ ભારે ઉછાળા મારતું હોવાથી પોતાનો જીવ બચાવવા માટે મહિલા તરફડીયા મારી રહી હતી. મહિલા ગોળ ગોળ પાણીની ભંવરમાં ફસાઈ ગઈ હતી. આ જોઈને એક ભાઈ કુદી ગયો. પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર છલાંગ લગાવીને કુદી પડ્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને આપનો પણ શ્વાસ અટકી જશે.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નદીના ઝડપી વહેતા પાણીમાં જ્યારે મહિલા તણાઈ રહી હતી, ત્યારે લોકોએ તેને તમાશો બનાવી જોવાનું શરૂ કરે છે, જ્યારે એક પુરુષ પહાડો પરથી નીચે કુદી પડ્યો અને તેના જીવ પર ખેલીને મહિલાને પકડવાનો પ્રયાસ કરે છે. તેનો જીવ બચાવવામાં તેણે એક સેકન્ડનો પણ વિચાર કર્યો નહોતો.
પુરુષ નીચે ઉતરતાની સાથે જ ત્યાં ઉભેલા લોકો આગળ વધે છે અને તેને દોરડા વડે મહિલાને ઉપર ખેંચવામાં મદદ કરે છે. વીડિયોમાં ત્યાં ઊભેલા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે મહિલાને ચક્કર આવ્યા હશે, જેથી તેનો પગ લપસી ગયો અને પડી ગઈ. હકીકતમાં પર્વત અને પહાડી વિસ્તાર તેમજ નદી કિનારાના વિસ્તારોમાં પગ મુકવામાં ખુબ કાળજી રાખવી પડે છે કારણકે ત્યાં લીલ નું પ્રમાણ વધારે હોઈ છે.
આ યુવકે પોતાના જીવને જોખમમાં મૂકીને આ મહિલાનો જીવ બચાવ્યો અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ લોકો સામે જાહેર કર્યુ તે કોઈ ચમત્કારથી ઓછું નથી. કાશ એ યુવક એ સમયે ત્યાં હાજર નો હોત તો પરીસ્થિત કઈક જુદી જ હોત. એટલા માટે આ બચાવ કામગીરીને કોઈ ચમત્કારથી ઓછું ન આંકી શકાય..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]