Breaking News

મહાદેવના મંદિરમાં સુતી હતી આ મહિલા, અચાનક જ પગ ઉપરથી સાપ નીકળ્યો અને થયો મોટો ચમત્કાર.. જુવો વિડીયો..!

સોશિયલ મીડિયામાં આજકાલ કેટ કેટલાય વિડીયો વાયરલ થતા હોઈ છે. પરંતુ અત્યારે એક વાયરલ વિડીયો સામે આવી રહ્યો છે જે રાજસ્થાનના બાંસવાડા વિસ્તારનો છે. આ વિડીયોમાં સાક્ષાત મહાદેવની હાજરીના પુરાવા મળી આવ્યા છે. ખરેખર મહાદેવની કૃપાનો કોઈ પાર નથી…

રાજસ્થાનના બાંસવાડા સ્થિત મંદરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સૌ કોઈ લોકો પૂજા આરાધના અને દર્શન માટે જાય છે. મંદિરની પરિસર એકદમ ખુલ્લું હોવાના કારણે રાત્રેના સમયે ત્યાં કોઈપણ રાહદારીઓ આવીને આશરો લે છે. મહાદેવના મંદિરમાં આશરો લેવો એ બહુ મોટી વાત છે.

મંદિરની આસપાસ ગાઢ જંગલ અને જાડી છે. તેથી ત્યાંથી જંગલી જનાવરો અને જીવજંતુઓ ચડી આવવાની ખુબ બીક રહેલી હતી. પરંતુ વિસામો માટે આવેલા લોકોને આ બાબતની જાણ ન હોવાને કારણે તેઓ પોતાના જીવને મહાદેવના શરણે મૂકીને નિરાંતે ઉંઘી જતા હોઈ છે..

દર વખતની જેમ એક મહિલા રાત્રીના સમયે મંદિરના પરિસરમાં વિસામો લેવા માટે આવ્યો હતો. તે ખુબ જ નિંદ્રામાં હોવાને કારણે આડા પડતા ભેગી જ સુઈ ગઈ. અતિશય ઠંડી હોવાને કારણે તે ચાદર ઓઢીને સુતી હતી. અને એ જ વખતે મહાદેવના મંદિરની બાજુની વાડીમાંથી જેરી સાપ આવી પહોચ્યો..

આ મહિલા શાંતિથી ઊંઘ લઈ રહી હતી અને સાપ સરકતો સરકતો તેની ચાદરમાં ઘુસી ગયો. મહિલાની ઊંઘમાં ખલેલ પહોચતા જ તેણે હલચલ ચાલુ કરી. ફરી પાછી સુઈ ગઈ. ફરીવાર કૈક વસ્તુ તેના શરીરને અડકતી હોઈ તેવો ભાસ થતા તે ઉભી થઈ અને ચાદર ખંખેરીને જોયુ તો તેના હોશ ઉડી ગયા..

ચાદર સાથે ઘણો લાંબો અને જેરી લીલા કલરનો ભયંકર સાપ ત્યાં આવી પહોચ્યો હતો. આ સાપ તેની એટલી નજીક હતો કે કોઈપણ સમયે તેના ઉપર હુમલો કરીને ડંખ મારી લેત. પરંતુ આ સાપે ડંખ મારવાના બદલે એવું કર્યુ કે તે મહિલાને સાક્ષાત મહાદેવના દર્શન થઈ ગયા હતા..

હકીકતમાં એ સાપે મહિલાને ડંખ ન માર્યો અને તેના બદલે તે મહિલાના પગ નજીક ગયો અને તેના પગ સાથે વીંટળાઈ ગયો હતો. વાંરવાર તે ફેણ ઉચી કરીને મહાદેવની મૂર્તિ બાજુ મહિલાને લઈ જવાની કોશીસ કરતો હતો. આ જોઈને મહિલાના મનમાં એક બાજુ અતિશય ડરનો માહોલ હતો જ્યારે બીજી બાજુ મહાદેવ ખુદ સાપના સ્વરૂપમાં દર્શન આપવા આવ્યા હશે તેવો ભાવ હતો..

તમને જણાવી દઈએ કે તેમની શ્રદ્ધાને કારણે તેઓ દરરોજ મંદિરમાં સૂતા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને, ઘણા લોકો ભગવાનના દર્શન કરવાનું કહી રહ્યા છે, જ્યારે ઘણા લોકો કહે છે કે, સારું કેહવાય કે મહિલા સાપના ડંખથી બચી ગઈ. સાપનું નામ પડતા સૌ કોઈના મનમાં એક અલગ જ પ્રકારનો ભય ઉભો થતો હોઈ છે.

સાપનો સ્વભાવ એવો હોઈ છે કે તે ક્યારે કોને ડંખ મારી તેનું નક્કી હોતું નથી. તેથી સૌ કોઈ લોકો તેને દુરથી જ પ્રણામ કરે છે. અને આ સાપ મહિલાની આટલી નજીક આવીને તેના પગ સાથે વીંટાળી ગઈ તે મહાદેવના સાક્ષાત ચમત્કારથી કાઈ ઓછું નથી. હર હર મહાદેવ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *