Breaking News

મગફળીના ભાવે ભુક્કા બોલાવી દેતા ખેડૂતો આંખો ફાડી ગયા, આજ સુધીના સૌથી વધારે ભાવ મળતા જ વેચવા માટે બોલી ગઈ પડાપડી..!

અત્યારે ગુજરાતની તમામ APMCમાં દરેક પાકોની આવક ખૂબ વધારે માત્રામાં થઈ રહી છે. કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં દરેક પાકના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ખેડૂતો પાક વહેંચવા માટે પડાપડી કરી રહ્યા છે. ઓછી ગુણવત્તાના પાક પણ ખૂબ સારા ભાવે વેચાઇ રહ્યા છે…

એટલા માટે દરેક APMCની બહાર લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. છેલ્લા ત્રણ દિવસની અંદર મગફળીના મહત્તમ પાકમાં સો રૂપિયા જેટલો વધારો થયો છે. અને આગામી દિવસોમાં પણ મગફળીના ભાવ અત્યાર સુધીના સૌથી મહત્તમ ભાવ ની સપાટી કુદાવી દેશે એવું નિવેદન અનુભવી વેપારીઓ આપી રહ્યા છે.

કારણ કે આ વર્ષે મગફળીનું પાકનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે. જ્યારે બજારમાં સીંગતેલની માંગ ખુબ ઉંચી બોલઈ રહી છે. એટલા માટે મગફળીના પાક આ વર્ષે ખૂબ ઊંચા જ રહેશે તેવું જણાવ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસની આવક આટલી બધી થઈ રહી છે…

કે માર્કેટ યાર્ડમાં પાક ભરવા માટે જગ્યાઓ ઓછી પડે છે. મગફળીની આવકમાં રાજકોટ માર્કેટયાર્ડમાં 70 હજાર બોરીની આવક થઇ છે. જ્યારે ગોંડલમાં 20 હજાર બોરી, તો ધાનેરામાં 3 હજાર બોરી, ઇડરમાં એક હજાર બોરી. ડીસામાં 20 હજાર બોરી તેમજ હિંમતનગર અને પાલનપુરમાં આશરે 15 હજાર બોરીની આવક નોંધાઇ છે.

સૌરાષ્ટ્રના બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 90 0 થી 1170 છે. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 1010 થી 1170 છે. જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1400 થી 2250 છે. તો ધાનેરા માર્કેટિંગ યાર્ડમાં 1020 થી 1380 સુધીના ભાવ નોંધાયા છે. તેમજ તલોદ માર્કેટિંગ યાર્ડમાં 980 થી 1410 ભાવ રહેલા છે.

ઢસા માર્કેટિંગ યાર્ડમાં 930 થી 1580, ધારી 1150 થી 1420, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 900 થી 1240, તળાજા માર્કેટિંગ યાર્ડમાં 1250 થી 1570, હળવદ માર્કેટિંગ યાર્ડમાં 975 થી 1255, રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 890 થી 1030, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 950 થી 1380, તેમજ બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1020 થી 1255 સુધીના ભાવ નોંધાયા છે.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં 930 થી 1250, કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં 850 થી 1250, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 965 થી 1565, મહુવા 1100 થી 1600, જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 1020 થી 1650, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1345 થી 1890, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 850 થી 1265 સુધીના ભાવ નોંધાયા છે.

વિસનગર માર્કેટિંગ યાર્ડમાં 810 થી 1250, ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં 880 થી 1250, કડી માર્કેટિંગ યાર્ડમાં 1050 થી 1810, હિમ્મત નગર માર્કેટિંગ યાર્ડમાં 1300 થી 1780, મોડાસા માર્કેટિંગ યાર્ડમાં 1060 થી 1900, પાટણ માર્કેટિંગ યાર્ડમાં 1200 થી 1870, વિરમગામ 900 થી 1270 સુધીના ભાવ નોંધાયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *