ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા હોય છે. તમામ શ્રદ્ધાળુની દરેક માનતાને માં મોગલ હસતા મુખે પૂર્ણ કરે છે. અહીંયા રોજબરોજ હજારો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં મોગલ ના દર્શન માટે તેમજ પૂજા અર્ચના માટે આવી પહોંચતા હોય છે.
મા મોગલના આશ્રમમાં મણિરાજ બાપુ અવારનવાર સૌ કોઈ શ્રદ્ધાળુઓને સાચો ઉપદેશ આપીને મા મોગલને રાજી રાખવાની રીત જણાવતા હોય છે. આ ઉપરાંત કેવી રીતે જીવન જીવવું જોઈએ. અને માનવતા અને લોકોને મદદરૂપ થવાઈ તે તમામ બાબતોનો ઉપદેશ આપતા હોય છે.
થોડા દિવસ પહેલા માં મોગલના આશ્રમ ખાતે રીટાબેન જયસ્વાલ કે જેવો હળવદમાં રહેવાસી છે. તેઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યા હતા. તેઓને શરીરના તમામ સાંધામાં દુખાવો થતો હતો. કેટલાય દવાખાનાઓની દવા લીધા બાદ પણ આ દુખાવો સારો થતો ન હતો. જેના કારણે તેઓએ માનતા લીધી હતી.
આ માનતાને પૂર્ણ કરવા અને માં મોગલના આશીર્વાદ લેવા માટે તેવો મોગલ ધામ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓએ મણીધર બાપુને જણાવ્યું કે શરીરના સાંધાના દુખાવાને કારણે તેઓએ 5000 રૂપિયાની માનતા લીધી હતી. ત્યારે મણીધર બાપુએ જણાવ્યું કે તમારે કેટલી દીકરી છે..
તો રીટાબેને કહ્યું કે, તેઓને બે દીકરી છે. અને બંને દીકરી સાસરે છે. મણીધર બાપુએ કહ્યું કે, આ પૈસાની રકમ મને આપવાની કોઈ જરૂર નથી. કારણ કે અહીંયા હજારો-લાખો શ્રધ્ધાળુઓ આવે છે. અને કેટલું દાન આપીને જાય છે. પરંતુ અહીંયા પૈસાની નહીં પરંતુ સાચા શ્ર્ધાળુઓની જરૂર છે..
આ પાંચ હજાર રૂપિયામાંથી 2500 રૂપિયા મોટી દીકરીને અને 2500 રૂપિયાના નાની દીકરીને આપી દેજે અને મા મોગલ તારા દરેક કામ પૂર્ણ કરી દેશે. એવું મણીધર બાપુએ જણાવ્યું હતું. આ પૈસા પરત આપીને મણીધર બાપુએ જણાવ્યું કે, માં મોગલે તારી 51 ગણી માનતાને સ્વીકારી લીધી છે.
આ ઉપરાંત મણીધર બાપુએ જણાવ્યું હતું કે, અહીં કેટલાય લોકો માનતા લેવા માટે અને માનતા પૂર્ણ કરવા માટે આવે છે. કેટલાય લોકો ભેગા થવા માટેની માનતા હોય છે. તો કેટલાય લોકો છૂટા થવા માટેની પણ માનતા લેતા હોય છે. પરંતુ માં મોગલ દરેક સારા કામોને સારી રીતે પૂર્ણ કરે છે.
આ ઉપરાંત મણીધર બાપુએ જણાવ્યું હતું કે, અહી લીધેલી માનતા પૂર્ણ થઈ જાય છે. તે કોઈ ચમત્કાર નથી. પરંતુ લોકોનો વિશ્વાસ છે. માં મોગલ ઉપર લાખો શ્રદ્ધાળુ મન મૂકીને વરસાવી રહ્યા છે. હકીકતમાં માં મોગલના આશ્રમમાં જે ભક્તો જાય છે તેવોઈ દરેક મનોકામના પૂર્ણ થાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]