એક સમય એવો હતો જ્યારે એક પરિવારમાં લગભગ 10થી 15 બાળકો હતા. જો તમે નાના અથવા મોટા દાદા તરફ નજર કરો તો તેઓના 8 કે 9 ભાઈ-બહેન તો હશે જ. જોકે, હવે સમય બદલાયો છે. ત્યારે આજે દરેકને એક નાનો પરિવાર છે. લોકો ઓછામાં ઓછા 2 બાળકો કરે છે, પરંતુ તાજેતરમાં રશિયામાંથી એક કિસ્સો બહાર આવ્યો છે જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
રશિયામાં રહેતી 23 વર્ષની ક્રિસ્ટિના ઓઝટાર્કના ફોટા જોઈને તમે અનુમાન લગાવ્યું જ હશે કે તે બાળકોને કેટલો પ્રેમ કરે છે. 23 વર્ષની ક્રિસ્ટિના આટલી નાની ઉંમરે 11 બાળકોની માતા છે, પરંતુ તે 11 નહીં પણ વધુ બાળકો ઇચ્છે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રિસ્ટીનાએ 6 વર્ષ પહેલા આ છોકરીને જન્મ આપ્યો હતો અને આ પછી તે સરોગસી દ્વારા બાકીના બાળકોની માતા બની ગઈ છે. પરંતુ, હવે તે વધુ બાળકોની માતા બનવા ઈચ્છે છે. હકીકતમાં, આ સંદર્ભે કપલે કહ્યું હતું કે, તે 100થી વધુ 105 બાળકો ઇચ્છે છે.
જોકે, બાળકોની સંખ્યા અંગે ક્રિસ્ટીનાએ કહ્યું હતું કે,તેણે હજી અંતિમ નંબર અંગે નિર્ણય લીધો નથી, પરંતુ તે વધુ બાળકો ઇચ્છે છે. તમને જણાવી દઇએ કે, ક્રિસ્ટીનાનો પરિવાર જ્યોર્જિયાના બટુમિમાં રહે છે. ક્રિસ્ટીનાના જણાવ્યા મુજબ, તે જે ક્લિનિકમાં સરોગસી માટે જાય છે તે જ તેના માટે સરોગેટ મહિલાઓને પસંદ કરે છે. તે આખી પ્રક્રિયા માટે જવાબદાર છે. તે આ સરોગેટ મહિલાઓ સાથે વ્યક્તિગત રીતે સંપર્કમાં આવતી નથી.
સમાચાર અનુસાર, ક્રિસ્ટીના રશિયાના મોસ્કોની એક સિંગલ માતા હતી. પરંતુ આ પછી, જ્યારે તે ગેલિપને મળી, ત્યારે તેઓ પ્રથમ નજરમાં જ પ્રેમમાં પડ્યાં. ક્રિસ્ટીનાએ એમ પણ કહ્યું હતું કે,તે ગેલિપથી મોટી છે અને ગેલિપને પણ મોટા પરિવાર સાથે કોઈ વાંધો નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]