Breaking News

લંકાનરેશ દશ માથારો રાવણ કોનો અવતાર હતા? ૯૯ ટકા લોકો છે આ વાત અજાણ, જાણો તેમના પુર્વજન્મ ની કથા…

મિત્રો, સોનાની નગરી લંકા પર રાજ કરતા રાવણને કોણ નથી ઓળખતું? તેણે માતા સીતાનુ હરણ કર્યુ હતુ અને પ્રભુ શ્રી રામના હાથે મૃત્યુ પામ્યા હતા. લોકો લંકાપતિ રાવણને અનીતિ, અનાચાર, દંભ, કામ, ક્રોધ, લોભ અને અધર્મના પ્રતિક તરીકે યાદ કરે છે અને તેનાથી ઘૃણા કરે છે. પરંતુ, સૌથી અગત્યની વાત એ છે કે, રાવણમા ભલે ગમે તેટલુ રાક્ષસત્વ હોય પરંતુ, તેનામા ગુણો પણ હતા જેને અવગણી શકાય નહીં. તેનામા અવગુણ કરતા ગુણ વધારે પ્રમાણમા હતા.

તે એક પ્રચંડ વિદ્વાન હતો. વેદશાસ્ત્રો પર તેની સારી એવી પકડ હતી અને તે પ્રભુ શંકરના અનન્ય ભક્ત હતા. તેને તંત્ર-મંત્ર અને સિદ્ધિઓ તથા ગૂઢ વિદ્યાઓનુ જ્ઞાન હતું. જ્યોતિષવિદ્યામાં પણ તેણે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી હતી. પરંતુ, શું તમે રાવણના પૂર્વજન્મ વિશે જાણો છો? પુરાણોમા તેમના પૂર્વજન્મનુ પણ વર્ણન મળી આવે છે. જેમા તેઓ પ્રભુ નારાયણના દ્વારપાલ હતા. પરંતુ, એક શ્રાપના કારણે તેમનો જન્મ રાક્ષસ કુળમા થયો હતો. તો ચાલો આ વિશે થોડી વધુ ચર્ચા કરીએ.

એક પૌરાણિક ગાથા મુજબ સનક, સનન્દ, સનાતન અને સનત્કુમાર આ ચારેય સનકાદિક ઋષિ કહેવાય છે. તે સદાય એક નાના બાળકના સ્વરૂપમા રહે છે અને તે બ્રહ્માના પુત્ર તરીકે ઓળખાય છે. સંપૂર્ણ લોકોમા તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે કોઈપણ જગ્યાએ જઈ શકે છે. એકવાર તેમના મનમા પ્રભુ નારાયણના દર્શન કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. એટલા માટે તે વૈકુંઠ લોકમાં ગયા. ત્યાના દ્વાર પર જય અને વિજય નામના બે દ્વારપાળ હતા. જય અને વિજયે સનકાદિક ઋષિને દ્વાર પર જ રોકી લીધા અને અંદર જવા માટે મનાઈ કરવા લાગ્યા.

આ કારણોસર સનકાદિક ઋષિઓ ક્રોધમાં આવી ગયા અને કહ્યું, “ અરે મૂર્ખાઓ, અમે પ્રભુ નારાયણના ભક્ત છીએ. અમારી ગતિ કોઈપણ જગ્યા રોકી શકાતી નથી. અમે પ્રભુ નારાયણના દર્શન કરવા માંગીએ છીએ. તમે અમને તેમના દર્શન કરવાથી શા માટે રોકો છો? તમે લોકો તો પ્રભુની સેવામાં રહો છો. તમારે તો તેમની જેમ સમદર્શી હોવું જોઈએ. જેમકે, પ્રભુનો સ્વભાવ પરમ શાંતિમય છે, તમારો સ્વભાવ પણ તેવો જ હોવો જોઈએ. અમને પ્રભુ નારાયણના દર્શન માટે જવા દો.” સનકાદિક ઋષિઓના આ પ્રકારના નિવેદન છતાં પણ જય અને વિજય તેમને વૈકુંઠની અંદર જવાથી રોકવા લાગ્યા.

સનકાદિક ઋષીઓએ આપ્યો શ્રાપ : “શાપ” શબ્દ સંસ્કૃત ભાષાના “શ્રાપ” નો અપભ્રંશ છે. જય અને વિજયના આ પ્રકારના વર્તનના કારણે સનકાદિક ઋષિઓએ ક્રોધિત થઈને તેમને શ્રાપ આપ્યો કે, પ્રભુ નારાયણની સમીપ રહેવા છતાપણ તમારા લોકોની અંદર અહંકાર આવી ગયો છે અને આ અહંકારને વૈકુંઠમા કોઈ જ જગ્યા નથી. એટલા માટે અમે તમને શાપ આપીએ છીએ કે તમે લોકો મૃત્યુ લોકમાં જાઓ. તેમના આ પ્રકારે શાપ આપવા પર જય અને વિજય ભયભીત થઈને તેમના ચરણોમાં પડી ગયા અને ક્ષમા માંગવા લાગ્યા.

નારાયણનુ આગમન : સનકાદિક ઋષિઓના સ્વાગત માટે પ્રભુ નારાયણ અને માતા લક્ષ્મી પોતાના સમસ્ત દ્વારપાળની સાથે પધાર્યા. પ્રભુ નારાયણે તેમને કહ્યું, હે મુનિશ્વરો ! જય અને વિજય મારા દ્વારપાલ છે. તે બંનેએ અહંકારમાં આવીને તમારું અપમાન કરવાનો અપરાધ કર્યો છે. તમે લોકો મારા પ્રિય ભક્ત છો અને તેમણે તમારી અવગણના કરીને મારી પણ અવગણના કરી છે. તેને શાપ આપીને તમે ઉત્તમ કાર્ય કર્યું છે. તેમણે બ્રાહ્મણોનો તિરસ્કાર કર્યો છે અને તેને હુ મારો પણ તિરસ્કાર સમજ છુ. હું તેમના તરફથી ક્ષમા માંગુ છુ. સેવકોનો અપરાધ થવા પર પણ સંસાર સ્વામીનો જ અપરાધ માને છે. એટલા માટે હું તમારા લોકોની પ્રસન્નતાની ભીખ ઇચ્છું છું.

પ્રભુના આ મધુર વચનોથી સનકાદિક ઋષિઓની ક્રોધાગની શાંત થઈ જાય છે. પ્રભુની આવી ઉદારતાથી તે આનંદિત થયા અને બોલ્યા, તમે ધર્મની મર્યાદા રાખવા માટે બ્રાહ્મણોને આટલો આદર આપો છો. હે નાથ ! અમે આ નિરપરાધ દ્વારપાલને ક્રોધમાં આવીને શાપ આપી દીધો છે, તેના માટે અમે ક્ષમા માંગીએ છીએ. તમને યોગ્ય લાગે તો તમે આ દ્વારપાળોંને ક્ષમા કરીને અમારા શાપમાથી મુક્ત કરી શકો છો.

શ્રાપ પાછળની વાસ્તવિકતા : ત્યારે પ્રભુ નારાયણે જણાવ્યુ કે, હે મુનીગણ ! હુ સર્વશક્તિમાન હોવા છતાપણ બ્રાહ્મણોના વચનને અસત્ય કરવા ઈચ્છતો નથી. કારણકે, તેનાથી ધર્મનું ઉલ્લંઘન થાય છે. તમે જે શાપ આપ્યો છે તે મારી જ પ્રેરણાથી થયો છે. ત્યારે સનકાદિક ઋષિઓએ કહ્યુ કે, જય અને વિજયે ત્રણ જન્મ લેવા પડશે, ત્યારે તેઓ શ્રાપમાંથી મુકત થઇ જશે. અહીંયા ધ્યાન આપવાની બાબત છે કે, જે ભક્ત ભગવાનને મેળવી લે છે તેને મહાવીર પુરુષ કહે છે.

તેના પર માયા , કામ , ક્રોધ , લોભ વગેરે ભાવ ક્યારેય પણ હાવી થઈ શકતા નથી એટલા માટે સનક, સનન્દન, સનાતન અને સનત્કુમાર તથા જય અને વિજય આ મહાપુરુષ છે. કારણકે, વૈકુંઠ લોકમા માત્ર મહાપુરુષો જ રહે છે એટલા માટે જય અને વિજયને અહંકાર થયો ના હતો અને ઋષિઓને પણ ક્રોધ થયો ન હતો, તે તો ફક્ત પ્રભુની લીલા હતી. આ વાતને લઈને બાદમા વિષ્ણુજીએ જણાવ્યુ કે, જે કઈ પણ થયું છે તે મારી પ્રેરણાથી થયું છે.

ત્રણ જન્મમા મૃત્યુલોક પર અવતરિત થયા જાય અને વિજય : પહેલા જન્મમાં હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષના રૂપમા જન્મ લીધો ત્યારે વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષનો વધ અને નરસિંહ અવતાર લઈને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. બીજા જન્મમા બંને રાવણ અને કુંભકર્ણના રૂપમાં જન્મ્યા અને રામ અવતારના હાથે મૃત્યુ પામ્યા. ત્રીજા જન્મમા બંને શિશુપાલ અને દંતવક્રના રૂપમા જન્મ્યા અને શ્રીકૃષ્ણ અવતારના હાથે મૃત્યુ પામ્યા અને અંતતઃ તેમને શ્રાપમાંથી મુક્તિ મળી ગઈ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *