પાર્ટનરને દગો આપવાના મામલે આયરલેન્ડના લોકો આખી દુનિયામાં સૌથી આગળ છે. આ ખુલાસો કનાડાની એક મેરિડ ડેટિંગ સાઇટના સર્વેમાં થયો છે. અભ્યાસ અનુસાર આયરલેન્ડમાં દરેક પાંચમાંથી એક (20 ટકા) લોકો પોતાના લાઇફ પાર્ટનરને દગો આપે છે.
દગો આપવાના મામલે જર્મનીનું સ્થાન બીજા નંબર પર છે. અહીંયા 13 ટકા લોકોએ સ્વીકાર્યું કે તે દરરોજ પોતાના પાર્ટનરને દગો આપે છે. આ ગ્લોબલ સ્ટડીમાં કોલંબિયા ત્રીજા, ફ્રાન્સ ચોથી અને UK પાંચવા સ્થાન પર છે. આ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના સર્વેમાં મોટાભાગે લોકોએ એ સ્વીકાર્યું કે તે પોતાના પાર્ટનરના અફેર વિશે જાણે છે છતાં તેને માફ કરી દેશે. અભ્યાસમાં દગાની જાણકારી મળવા પર મહિલાઓની તુલનામાં મોટાભાગે પુરૂષ પોતાના પાર્ટનરને માફ કરવા તૈયાર જોવા મળ્યા.
અભ્યાસના ડેટા અનુસાર દગો મળવા બાદ મોટાભાગે મહિલાઓ પોતાના પાર્ટનર પર પહેલાની જેમ આંખો બંધ કરીને ભરોસો કરતી નથી. 80 ટકા પુરુષ અને 85 ટકા મહિલાઓ તેમના પાર્ટનરને છેલ્લા અફેર માટે માફ કરી દીધા છે. સર્વેમાં એ પૂછવામાં આવ્યું કે શું તમે પોતાના પાર્ટનરને તેના અફેર માટે માફ કરી દેશો. 86 ટકા પુરુષોએ હામાં જવાબ આપ્યો. જ્યારે 82 ટકા મહિલાઓએ નામાં જવાબ આપ્યો. મહિલાઓ અને પુરુષોના વૈચારિક મતભેદ પર મનોવૈજ્ઞાનિકોની અલગ રાય છે.
મનોચિકિત્સકોનું કહેવું છે કે અફેરની જાણકારી મળવા પર પુરુષ આ વાત પર વધારે ધ્યાન આપે છે. કે તેના પાર્ટનરનું ફિજિકલ અટેચમેન્ટ કેટલું રહ્યું છે. જ્યારે મહિલાએ જાણવામાં વધારે દિલચસ્પી રાખે છે. કે તેના પાર્ટનરનો બીજી મહિલાથી ભાવનાત્મક લગાવ કેટલો છે. ભાવનાત્મક રૂપથી દગો મળવા પર મહિલાઓ જ્યારે ફિજિકલ ઇંટિમેસી હોવા પર પુરુષ પોતાના પાર્ટનરને સરળતાથી માફ કરી શકતી નથી. અભ્યાસ અનુસાર, દુનિયાભરમાં જાહેર લોકડાઉનના નિયમો છતાં પ્રેમ અને દગાના મામલા સતત સામે આવી રહ્યાં છે.
સર્વેમાં મોટાભાગે લોકોએ સ્વીકાર કર્યો કે તે એક મહિનામાં બે અલગ અલગ લોકો સાથે સંબંધ બનાવે છે. અનેક લોકોનું પણ કહેવું છે કે તે પોતાના સીક્રેટ પાર્ટનરથી કોઇ પણ પ્રકારનું યૌન સંબંધ રાખતા નથી. આ ગ્લોબલ સ્ટડી ડેટિંગ સાઇટના 3000 સદસ્યો પર કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]