“જેવા સાથે તેવા”તમે આ કહેવત તો સાંભળી હસે. માણસોને પોતાના કરેલા કર્મોનું ફળ અહીં જ ભોગવવું પડે છે. જ્યારે કોઈ માણસ ને હેરાન કરે છે ત્યારે તે માણસ તેનો બદલો અચૂક લે છે. તેવી જ રીતે માત્ર માણસ જ નહીં પરંતુ પ્રાણીઓ પણ પોતાનો બદલો લેવાનું જાણે છે.
જો તે પ્રાણી પોતે તેનો બદલો લેવા માટે સક્ષમ ન હોય તો તેના સાથીઓ પણ તેને મદદ કરે છે. આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર હાલમાં વાઇરલ થયો છે. આ વિડીયો તમને સમજાવે છે કે કર્મોના ફળ તો અહીં ભોગીને જવું પડે છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક અજાણ્યો યુવક કૂતરાને હેરાન કરતો જોવા મળી રહ્યો છે.
આ યુવક એક કૂતરાના ગળા તેમજ કાન ને પકડી ને ખેંચી રહ્યો છે. મૂંગા જીવો સાથે આવું વર્તન કરવું કેટલી હદે યોગ્ય ગણાય?? એવા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જોઇ શકાય છે કે વ્યક્તિના વર્તન થી કૂતરો દર્દ થી ચીસો પાડી રહ્યો છે. ત્યારે જ અચાનક તે વ્યક્તિને તેનું કર્મનું ફળ દેવા માટે એક ગાય કૂતરા ની મદદ કરવા માટે ત્યાં પહોંચે છે.
આ ગાય સૌપ્રથમ કૂતરાને ત્યાંથી બાજુમાં ખસેડે છે. અને ત્યારબાદ કુતરા ને હેરાન કરતા વ્યક્તિને તેની જ ભાષામાં જવાબ આપે છે. આ પરથી બોધ લઈને અન્ય લોકો મૂંગા પ્રાણીને હેરાન કરતા પહેલાં એક નહીં પણ સો વખત વિચાર કરશે.
આ વીડિયો ઇન્ટરનેટ પર IFS ઓફિસર સુશાંત નંદા શેર કર્યો હતો. જેથી આ વીડિયોને અત્યાર સુધીમાં અઢળક વ્યૂઝ મળી ચુક્યા છે. આ વિડીયો જોઈને વીડિયોના દર્શકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવી રહ્યા છે. એક યૂઝરે પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે તેને ઇન્સ્ટન્ટ રીઝલ્ટ કહેવાય….
આવા લોકો સાથે આવું જ થવું જોઈએ…! તેમજ એક અન્ય યૂઝરે લખ્યું છે કે ગાય ખૂબ જ સારું કામ કર્યું, આવા લોકો તો જ સુધરશે. આ ઉપરાંત અન્ય પણ ઘણા લોકોએ આ વિડીયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Karma ?? pic.twitter.com/AzduZTqXH6
— Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]