Breaking News

ખિસકોલી અને સાપ વચ્ચે જામ્યો શિકારી જંગ, વિડીયો પરથી નજર નહી હટે.. જુવો વિડીયો..!

સાપનું નામ સાંભળીને એક ભયાનક ડર જોવા મળતો હોય છે. સાપ ભલે મસ્તીમાં ચાલતો જતો હોય પરતું લોકો તેનાથી ખુબ જ ડરતા હોઈ છે. મનુષ્યોમાં તો જોવા મળે પરંતુ ઘણા એવા પ્રાણીઓ પણ છે જે સાપને જોયા પછી પોતાનો રસ્તો બદલી નાખે છે. પરંતુ ક્યારેક આ ઝેરી જીવની પણ હવા ટાઈટ થઈ જાય છે. હાલના દિવસોમાં સાપ અને ખિસકોલીનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમારા પણ એક પળ માટે હોશ ઉડી જશે.

સાપ પર ભારી પડી ખિસકોલી : વીડિયોમાં એક ઝેરી સાપે એક નાનકડી ખિસકોલી પર હુમલો કરવાની ભૂલ કરી હતી, ત્યારબાદ ખિસકોલીએ પોતાની ચપળતા અને ચાલાકીથી સાપને એવો પાઠ ભણાવ્યો કે સાપને હારનો સામનો કરવો પડ્યો. આ વીડિયો લાઈફ એન્ડ નેચર નામના પેજ પર ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

ખિસકોલીએ સાપનો ખૂબ હિંમતથી સામનો કર્યો : વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સાપ શિકાર માટે અહીંતહીં ભટકતો હોય છે, જ્યારે તે એક ખિસકોલી જુએ છે તો તે તેનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાપની સળી બાદ ખિસકોલીએ સાપનો ખૂબ હિંમતથી સામનો કરીને ભૂકા બોલાવી દે છે.

સાપ જેવો ખિસકોલી પર હુમલો કરવા માટે તેની ફેણ લંબાવે છે. ત્યારે જ ખિસકોલી તેની ફેણને પકડી લઈને મોઢાથી કચડી નાંખવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, સાપ પોતાનો જીવ બચાવવા માટે ખરાબ રીતે તડપતો નજરે પડી રહ્યો છે.

ખિસકોલી હિંમતને લોકોએ સલામ કરી : ખિસકોલી હિંમતને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આવી લડાઈ ઘણીવાર જોવા મળતી હોય છે. જ્યારે ઝેરીલો સાપ ખિસકોલીઓ અને તેમના બાળકોને પોતાનો શિકાર બનાવવા માટે પહોંચે છે અને તેમના બાળકોનો જીવ બચાવવા ખીસકોલી પોતાનો જીવસટોસટની બાજી ખેલીને બચાવવા પ્રયાસ કરે છે. સાપ સાથે પહેલેથી જ અથડામણ કરે છે જેથી સાપ તેના બાળકોને નુકસાન ન પહોંચાડે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *