Breaking News

ખેડૂત પાક વેચીને પૈસા થેલીમાં નાખી બસમાં ઘરે આવતો હતો અને થયું એવું કે તમે પણ જોતા રહી જશો..!

ઈમાનદારી સાબિત કરતો એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના એક ખેડૂતની તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ મોટા ભાગે ખેતરમાં શાકભાજી અને ફળોના પાક લે છે.

ખેડૂત રાજા રમેશ સાહુ એ પોતાના ખેતરમાં કોબીજ નો પાક કર્યો હતો જે સમયસર પાકી જતા તેને વેચવા માટે મોટા શહેરમાં કૃષિ બજારમાં ગયા હતા. ત્યાં યોગ્ય ભાવ સાથે રમેશ સાહુએ પાક વેચ્યા બાદ તેઓ પૈસાને થેલીમાં નાખીને બસ દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. બસમાં તેઓ સાથે એવ બનાવ બન્યો જે ઈમાનદારીની મિસાલ બનીને રહી ગયો છે.

તેઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પૈસા ભરેલી થેલીને પોતાની સીટ નીચે મૂકી હતી. રમેશ સાહુની સ્ટેશન આવતા તેઓ બસમાંથી ઉતરી ગયા હતા પરતું તેમની પૈસા ભરેલી થેલી સીટ નીચે જ રહી ગઈ હતી. આ તમામ દ્રશ્યો બસમાં બેઠેલી એક દીકરી જોઈ રહી હતી. રમેશ સાહુ તો ઉતાવળ ઉતાવળમાં બસમાંથી નીચે ઉતરી ગયા પરતું તેમને થેલી યાદ ન આવી.

એ થેલીને દીકરીએ સીટ નીચેથી બહાર કાઢી અને જોયુ તો તેમાં પૈસા હતા. દીકરી પણ એક ખેડૂતની દીકરી જ હતી. તેથી તે જાણતી હતી કે તેઓએ કેટલી મહેનત બાદ આટલા પૈસા ભેગા કર્યા હશે. તેથી દીકરી તરત જ પોલીસ સ્ટેશન ગઈ અને આ પૈસા ભરેલી થેલી પોલીસને જમા કરી દીધી એ કહ્યું કે આ ખેડૂતની થેલી છે તેને સમયસર પહોચાડી દેજો.

પોલીસે આ થેલીના અસલી માલિક રમેશ સાહુને શોધી કાઢ્યા હતા અને પૈસાની થેલી તેમને સુરક્ષિત પાછી કરી હતી. આ દ્રશ્ય જોઈને ત્ય ઉભેલા દરેક વ્યક્તિના મનમાં તે દીકરી માટે માં સન્માન વધી ગયું હતું, જો એ ચાહેત તો બધા પૈસા તેની પાસે રાખી લેત અને કોઈને ખબર પણ ન પડેત પરતું તેણે ઈમાનદારી દાખવીને માં-બાપ એ આપેલા સંસ્કારોનું પાલન કર્યુ હતું.

લોકોએ તે દીકરીનું સન્માન કર્યુ હતું. દીકરીએ વધુમાં જણાવ્યું હતું કે એક વાર તેના પિતાજીના બેંક ખાતામાં કોઈક અજાણ્યા વ્યક્તિના 40 હાજર રૂપિયા આવી ગયા હતા જે સહી સલામત તેને પાછા આપ્યા હતા. દીકરીનું આ સાહસિક અને ઈમાનદારી ભર્યું કામ જોઈને ખેડૂત રમેશ સાહુએ તેને ભેટ પણ આપી હતી.

હકીકતમાં સમાજમાં આવા સાચા અને ઈમાનદાર લોકોની જરૂરિયાત છે. આજકાલ તો લુંટફાટ અને પડાવી પચાવી લેવાના જ કિસ્સા સામે આવે છે. આ દીકરીએ ઈમાનદારી દાખવીને તેના માતા-પિતાનું નામ રોશન કરી દીધું છે. આ બદલ પોલીસ વિભાગે પણ તેનું સન્માન કર્યુ હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *