Breaking News

કપાસના ભાવમાં જંગી વધારો થતા ખેડૂતમાં આનંદનો માહોલ..! જાણો જુદી જુદી APMCના તાજા ભાવ..!

ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધારે થાય છે અને તેમાં પણ ગુજરાત રાજ્યમાં ઉગતો કપાસ સૌથી સારી ક્વોલીટીનો હોઈ છે. આ વર્ષે વાતાવરણની અનિયમિતતાને લીધેથી કપાસનું ઉત્પાદન ખુબ જ ઓછું થયું છે અને બીજી બાજુ કપાસની માંગ ખુબ મોટા પ્રમાણમાં હોવાથી ખેડૂતોને કપાસના મોઢે માંગ્યા ભાવ મળી રહ્યા છે.

કોટન એસોસિએશનએ એક યાદી બહાર પાડી છે એ મુજબ આ વર્ષે દેશમાં કપાસનું ઉત્પાદન 12 લાખ ગાંસડી કરતા પણ વધારે ઓછુ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જો હજી કોઈ જગ્યાએ વરસાદી આફત કે વાવાઝોડા આવશે તો આ આંકડામાં હજી પણ વધારે ઘટાડો આવી શકે છે.

સૌરાષ્ટ્રના બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1400 થી 2170 છે. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 1100 થી 2080 છે. જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1600 થી 2200 છે. તો ધંધુકા માર્કેટિંગ યાર્ડમાં 1600 થી 2080 સુધીના ભાવ નોંધાયા છે. તેમજ ગઢડા માર્કેટિંગ યાર્ડમાં 1550 થી 2080 ભાવ રહેલા છે.

ઢસા માર્કેટિંગ યાર્ડમાં 1400 થી 2120, ધારી 1400 થી 2200, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1600 થી 2150, તળાજા માર્કેટિંગ યાર્ડમાં 1270 થી 2110, હળવદ માર્કેટિંગ યાર્ડમાં 1700 થી 2180, રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 1365 થી 2075, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1485 થી 1905, તેમજ બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1610 થી 2095 સુધીના ભાવ નોંધાયા છે.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં 1400 થી 2070, કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં 1540 થી 2010, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1250 થી 2115, મહુવા 1235 થી 2075, જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 1550 થી 2040, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1570 થી 2280, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1380 થી 2060 સુધીના ભાવ નોંધાયા છે.

વિસનગર માર્કેટિંગ યાર્ડમાં 1230 થી 2085, ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં 1780 થી 1950, કડી માર્કેટિંગ યાર્ડમાં 1500 થી 2300, હિમ્મત નગર માર્કેટિંગ યાર્ડમાં 1600 થી 2210, મોડાસા માર્કેટિંગ યાર્ડમાં 1760 થી 2180, પાટણ માર્કેટિંગ યાર્ડમાં 1670 થી 2265, વિરમગામ 1420 થી 2175 સુધીના ભાવ નોંધાયા છે.

આ વર્ષે ઉત્પાદન ઓછું થતા ભાવમાં જંગી વધારો નોંધાયો છે. હજી પણ થોડાક દિવસો સુધી ભાવમાં રોજ રોજ વધારો થશે તેવું બજારના મોટા મોટા વેપારીએ જણાવ્યું છે. કોટન મિલોમાં કપાસની માંગ ખુબ જ વધારે છે અને સામે વેચાલીનું પ્રમાણ ખુબ ઓછી હોવાથી ડીમાંડ ખુબ વધી ચુકી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *