કપાસના ભાવમાં લાંબી ટૂંકી લેવાલી જોવા મળી રહી છે. તેના કારણે ભાવમાં તરત જ ઉછાળો નોંધાયો છે. કપાસના ભાવ આ વર્ષે ખુબ ઊંચા બોલાઈ રહ્યા છે. જુદી જુદી APMCના અગ્રણી વેપારીઓ એ જણાવ્યું હતું કે હાલ કપાસની ડીમાન્ડ ખુબ જ ઊંચા લેવલે છે. જેના કારણે કાપડ મિલોને સારી ગુણવતા વાળા કપાસની ખાસ જરૂર દેખાઈ છે..
વધતી માંગના કારણે કપાસના ભાવમાં ફરીએક વાર મોટો ઉછાળો આવ્યો છે. બીજી બાજુ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના બજારમાં પણ કપાસના ભાવો એકદમ ઉપલા સ્તરે પહોચ્યા હતા. આ વર્ષની ખેતીમાં પાકોનું ઉત્પાદન ઓછું છે પરતું ભાવ સારા મળી રેહતા ખેડૂતોને રાહતનો શ્વાસ મળ્યો છે. તો ચાલો જાણીએ જુદી જુદી APMC મુજબ જુદા જુદા કપાસના ભાવો…!
સૌરાષ્ટ્રના બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1270 થી 2065 છે. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 1065 થી 2055 છે. જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1560 થી 2110 છે. તો ધંધુકા માર્કેટિંગ યાર્ડમાં 1600 થી 2020 સુધીના ભાવ નોંધાયા છે. તેમજ ગઢડા માર્કેટિંગ યાર્ડમાં 1410 થી 2040 ભાવ રહેલા છે.
ઢસા માર્કેટિંગ યાર્ડમાં 1360 થી 1950, ધારી 1400 થી 1890, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1565 થી 2070, તળાજા માર્કેટિંગ યાર્ડમાં 1110 થી 2120, હળવદ માર્કેટિંગ યાર્ડમાં 1580 થી 2060, રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 1490 થી 2060, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1500 થી 2020, તેમજ બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1670 થી 2050 સુધીના ભાવ નોંધાયા છે.
જામનગર માર્કેટિંગ યાર્ડમાં 1560 થી 2070, કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં 1120 થી 2050, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1120 થી 1965, મહુવા 1070 થી 1965, જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 1620 થી 2045, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1470 થી 2080, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1215 થી 2085 સુધીના ભાવ નોંધાયા છે.
વિસનગર માર્કેટિંગ યાર્ડમાં 1355 થી 2035, ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં 1605 થી 2005, કડી માર્કેટિંગ યાર્ડમાં 1240 થી 2070, હિમ્મત નગર માર્કેટિંગ યાર્ડમાં 1510 થી 2070, મોડાસા માર્કેટિંગ યાર્ડમાં 1580 થી 1940, પાટણ માર્કેટિંગ યાર્ડમાં 1550 થી 2010, વિરમગામ 1520 થી 2075 સુધીના ભાવ નોંધાયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]