Breaking News

આ માર્કેટ યાર્ડમાં કલંજીની ખુબ મોટી આવક થતા ભાવ પહોચ્યા આટલા હજારને પાર..! જાણો કલંજીની ખેતી અને કમાણી વિશે..!

રાજ્યના જુદા જુદા માર્કેટયાર્ડોમાં શિયાળુ પાકની ખરીદી ખુબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. આ વર્ષે ઘઉં અને ચણાનું વાવેતર ખૂબ વધારે હેક્ટરમાં થયું હોવાથી મોટા ભાગની આવક ઘઉં અને ચણાની થાય છે. જ્યારે મગ, અડદ, તુવેર, રાયડો, જીરું, અજમો અને ધાણાની સાથે સાથે સૂકા મરચાંની આવક પણ ખૂબ વધારે માત્રામાં થઈ રહી છે.

ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઓછું રહેવાથી ભાવમાં આ વર્ષે ખૂબ મોટો ઉછાળો થયો છે. હાલ જામનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધી સૌથી પ્રથમ વાર કલંજીની આવક થઈ રહી છે. ખૂબ ઓછા ખેડૂતો કલંજીના પાકનુ વાવેતર કરતા હોય છે. કારણકે કલંજીના પાકની જાળવણી તેમજ તેનું વાવેતર કેવી રીતે કરવું અને કેટલી ક્ષમતા સુધી તેમાં નફો લઈ શકાય..

આ તમામ વિગતો પણ ઘણા લોકોને ખબર નથી. એટલા માટે તેનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. જ્યારે તેનો ભાવ કડક લાકડા જેવો બોલાતો હોય છે..જામનગર માર્કેટિંગ યાર્ડ માં કલંજીના એક જ સાથે ૭૦ ગુણ આવક થઇ છે. આટલી મોટી આવક થતાની સાથે જ કલંજીના ભાવ 2450 રૂપિયાથી લઈને 2750 રૂપિયા સુધીના ઊંચા બોલાયા હતા..

આ માર્કેટિંગ યાર્ડમાં ખંભાળિયા ગામના ખેડૂતો વેચવા માટે પહોંચ્યા હતા. કલોંજીનો મુખ્ય ઉપયોગ ઔષધિઓમાં થાય છે. આ અગાઉ પણ ગોંડલના એક ખેડૂતે કલોંજીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. રાજકોટ જિલ્લાના ખેડૂતો અવારનવાર જુદા જુદા વાવેતર કરતા હોય છે અને હવે રાજકોટ ની સાથે સાથે અન્ય જિલ્લાના ખેડૂતો પણ કલોંજીનું વાવેતર કરવા તરફ વળ્યા છે..

કારણ કે કલંજીના ભાવ ખૂબ જ સારા આવે છે. તેમજ વીઘા પ્રમાણે ઉતારો પણ ખૂબ સારો આવે છે. ગોંડલ જિલ્લાના કુંભાજી ગામમાં અશોક ભાઈ પાનસુરીયા નામના ખેડૂત વર્ષોથી ખેતી કરે છે. તેઓએ પોતાના ખેતરના છ વીઘા જમીનમાં વાવેતર કર્યું છે. તેઓ મોટાભાગે ચણા, જીરું, અને ધાણાનું વાવેતર કરતા હતા..

પરંતુ તેઓને જ્યારે કલંજીના પાક વિશે ખબર પડી ત્યારથી તેઓ કલંજીનો પાકનું વાવેતર કરે છે. કારણકે કલંજીના પાકમાં ખર્ચ ખૂબ જ ઓછો થાય છે. જ્યારે પાકમાં રોગચાળો પણ ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે. જેના કારણે ઉતારો ખૂબ વધારે થાય છે. આ સાથે સાથે ભાવ પણ ખૂબ જ મળી રહેતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

કલંજીની ખરીદી કરનાર વેપારીઓનું કહેવું છે કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગુજરાતના ઘણા બધા ખેડૂતોએ કલંજીનું વાવેતર કર્યું છે. આ રેશિયો ગયા વર્ષની સરખામણીમાં 5 ગણો જોવા મળ્યો છે. કલોંજીનો મુખ્ય ઉપયોગ માથામાં નાખવાના તેલ, તેમજ આર્યુવેદિક ઉપચારની સાથે સાથે કોરોના ની સારવારમાં પણ થાય છે એટલા માટે આ પાક ની કિંમત ખૂબ વધારે માત્રામાં રહેલી છે.

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવક થવા લાગી હતી અને હવે જામનગર માર્કેટિંગ યાર્ડમાં પણ કલંજીની આવક શરૂ થઇ ગઇ છે. શરૂઆતમાં કલંજીના પાકના ભાવ ઊંચા 2700 રુપિયા બોલાયા હતા. પરંતુ હવે આ પાકના ભાવ 3300 થી 3500 રૂપિયા સુધી જવાની શક્યતાઓ રહેલી છે. કલોંજીના પાકમાં ખેડૂતોને ખૂબ મોટો નફો મળી રહે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ગુજરાતમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું, ખેડૂતો વાવણી કરતા પહેલા ખાસ વાંચી લે આ આગાહી…

ગુજરાતમાં કાળઝાળ ગરમી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. જ્યારે ગુજરાતના અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *