Breaking News

જુનાગઢનો આ યુવાન છે શાહરુખ ખાનની હમશકલ , ફોટો જોઈને આંખો થઇ જશે પહોળી…..!!

ઈબ્રાહિમ કાદરી મૂળ આર્ટિસ્ટ છે : જૂનાગઢમાં ભાઈ-ભાભી સાથે રહેતા ઈબ્રાહિમ કાદરી મૂળ આર્ટિસ્ટ છે. તે એડવર્ટાઈઝિંગ તથા પેઈન્ટિંગ્સ બનાવે છે. ઈબ્રાહિમ કાદરીએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું, ‘જ્યારે શાહરુખ ખાનની ‘દીવાના’ રિલીઝ થઈ ત્યારે મારા પરિવાર તથા મિત્રો મને શાહરુખ ખાન કહેતા હતા. પછી તો શાહરુખ ખાનની ‘ડર’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી ફિલ્મ આવી હતી.

આ ફિલ્મ જોઈને મને આસપાસના લોકો શાહરુખ કહીને બોલાવવા લાગ્યા હતા. તે સમયે મારું વજન થોડું વધારે હતું, તો પણ મારી ડ્રેસિંગ સ્ટાઈલ જોઈને બધા શાહરુખ કહેતા હતા. ત્યારે મેં આ વાતને સહેજ પણ ગંભીરતાથી લીધી નહોતી. હું તો મારું કામ જ કરતો હતો. હું શાહરુખ ખાનની ફિલ્મ જોવા મિત્રો સાથે જતો હતો, પરંતુ ક્યારેય એવું વિચારીને નહોતો જતો કે હું શાહરુખ જેવો લાગું છું.’ ઈબ્રાહિમ હજી સુધી શાહરુખને મળ્યા નથી.

‘રઈસ’ બાદ જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો : વધુમાં કાદરીએ કહ્યું હતું, ‘2017માં શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ આવી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન દાઢી તથા મૂછમાં જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ થઈ, તેના થોડાં સમય પહેલાં જ મેં પણ આ જ રીતે દાઢી તથા મૂછ રાખી હતી. જોકે, મને ‘રઈસ’માં શાહરુખ પણ આવો દેખાય છે, તેની કંઈ જ ખબર નહોતી.

ફિલ્મ રિલીઝ થઈ તો હું મિત્રો સાથે ફિલ્મ જોવા ગયો હતો. જ્યારે થિયેટરમાંથી બહાર આવ્યો ત્યારે લોકો મારી સામે ધારી ધારીને જોવા લાગ્યા હતા. થોડીવાર તો મને બહુ જ વિચિત્ર લાગ્યું કે લોકો કેમ આ રીતે સામે જુએ છે. સામાન્ય રીતે લોકો મને આ રીતે જોતા નહોતા. એટલે મને બહુ જ નવાઈ લાગી હતી. પછી મારા મિત્રોએ મને કહેવા લાગ્યા કે ફિલ્મમાં શાહરુખ ખાનને જોયા બાદ તને જોઈએ તો એવું જ લાગે છે કે તું શાહરુખ છો.

બૉડી પર કામ કરવાનું શરૂ કર્યું : કાદરીએ આગળ કહ્યું હતું, ‘આ ઘટના બાદ મેં શાહરુખ ખાન જેવા અદ્દલો અદ્દલ દેખાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મેં મારી બૉડી પર કામ કર્યું. મેં વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. મને શરૂઆતમાં એક્ટિંગ કે ડાન્સ કંઈ જ આવડતું નહોતું. આ સાથે જ શાહરુખ ખાનની જેમ ડાન્સ, સ્ટાઈલ તથા બોલવાની પ્રેક્ટિસ ઘરમાં જ શરૂ કરી દીધી હતી.

મેં યુ ટ્યૂબ ચેનલ પર આ બધું જોઈ જોઈને શીખવાનો પ્રયાસ કર્યો હતો. અત્યાર સુધી હું શાહરુખ ખાનની ફિલ્મ એક ચાહક તરીકે જોતો હતો, પરંતુ હવે મેં ફરીથી બધી જ ફિલ્મ જોવાની શરૂ કરી હતી. હું આ ફિલ્મમાં જોતો કે શાહરુખ કેવી રીતે સંવાદો બોલે છે, કેવી રીતે ડાન્સ કરે છે, સ્માઈલ સહિતની નાનામાં નાની બાબતો ધ્યાનથી શીખી હતી. અવાજ માટે પણ સારી એવી પ્રેક્ટિસ કરી હતી.’

એકવાર શાહરુખ ખાનનો પૉઝ પણ સરખી રીતે થયો નહોતો : કાદરીએ એક પ્રસંગ યાદ કરતાં કહ્યું હતું, ‘એકવાર મને મેરેજમાં શાહરુખ ખાનના લુકઅલાઈક તરીકે બોલાવવામાં આવ્યો હતો. ત્યાં મને એમ કહેવામાં આવ્યું તમે ડાન્સ નહીં કરો તો ચાલશે, પરંતુ શાહરુખ ખાનનો એક પોઝ તો આપવો જ પડશે. તે સમયે મને કંઈ ખાસ આવડતું નહોતું. મેં ગમે તે રીતે પોઝ આપી દીધો હતો.’

સ્ટેડિયમમાં લોકોની ભીડ જમા થઈ ગઈ : કાદરીએ કહ્યું હતું, ‘2017માં IPLની કોલકાતા નાઈટ રાઈડર્સ તથા ગુજરાત લાયન્સ વચ્ચેની એક મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. મિત્રે મારી ટિકિટ લીધી હતી અને અમે સાથે મેચ જોવા ગયા હતા. સ્ટેડિયમમાં મારી જેવી એન્ટ્રી પડી તો લોકો ભેગા થઈ ગયા હતા.

લોકોએ મને શાહરુખ સમજી લીધો અને પછી તેમણે શાહરુખના નામની બૂમો અને ચિચિયારીઓ પાડવાની શરૂ કરી હતી. મારી આસપાસ લોકોની ભીડ જમા થઈ હતી. સૌથી નવાઈની વાત એ છે કે સામેના સ્ટેન્ડ પર જ રિયલ શાહરુખ ખાન મેચ જોતો હતો. લોકો મારી સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા હતા. મને તો તે સમયે એમ જ થયું કે ‘આઈ એમ ધ કિંગ.’ મેં કલાક સુધી બધા સાથે સેલ્ફી પડાવીને બધું કર્યું હતું. કલાક સુધી મેં કોઈને કહ્યું જ નહોતું કે હું શાહરુખ ખાન નથી, પરંતુ પછી મને ડર લાગવા લાગ્યો હતો.

પછી મેં સિક્યોરિટીને આ વાત કરી હતી. પછી લોકલ પોલીસને કહ્યું કે હું સામાન્ય વ્યક્તિ છું અને લોકો મને શાહરુખ ખાન સમજી રહ્યા છે. તો પોલીસ પણ ફોન કાઢીને મારી સાથે સેલ્ફી લેવા લાગી હતી. આ જોઈને મનમાં થયું કે હવે મરી જ ગયા. પછી અમે મેચ જોયા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. લોકો અમારી પાછળ પાછળ આવવા લાગ્યા હતા. લોકોએ કારની પાછળ દોટ મૂકી હતી.’

મન્નતની બહાર લોકો શાહરુખ સમજી બેઠા : રાજકોટ જ નહીં, પરંતુ મુંબઈમાં પણ લોકો ઈબ્રાહિમ કાદરીને શાહરુખ સમજીને સેલ્ફી લેવા લાગ્યા હતા. આ અંગે વાત કરતાં ઈબ્રાહિમે કહ્યું હતું, ‘2017માં જ હું શાહરુખ ખાનના જન્મદિવસ (2 નવેમ્બર) પર મુંબઈ ગયો હતો. શાહરુખ ખાનને જોવા માટે હું મન્નત ગયો હતો. અહીંયા એકદમ ટાઈટ સિક્યોરિટી હતી ને કીડિયારું ઊભરાયું હોય એમ લોકો જમા થયા હતા.

મેં ત્યાં જેવી એન્ટ્રી કરી એટલે મહારાષ્ટ્ર પોલીસ કે અન્ય સિક્યોરિટીએ અમને રોક્યા જ નહીં. એ લોકોને એમ લાગ્યું કે હું જ રિયલ શાહરુખ ખાન છું. ભીડ પણ એવું માનવા લાગી કે હું જ SRK છું. બહાર ઊભેલા બાઉન્સરથી લઈ તમામ લોકો એમ જ વિચારવા લાગ્યા કે શાહરુખ કેમ આ રીતે સિક્યોરિટી વગર બહાર આવી ગયો. એ લોકો મારી આસપાસ ભીડ જમા ના થાય તેનું ધ્યાન રાખતા હતા અને મને રસ્તો કરી આપતા હતા. જોકે, અહીંયા પણ મારી પાછળ ભીડ એ હદે ગાંડી થઈ હતી કે હું ત્યાંથી ભાગી આવ્યો હતો.’

સૌ પહેલાં યુ ટ્યૂબ પર વીડિયો શૅર કર્યા : સૌ પહેલાં ઈબ્રાહિમ કાદરીએ યુ ટ્યૂબ પર શાહરુખ ખાનના લુકઅલાઈક તરીકેના વીડિયો શૅર કર્યો હતો. અહીંયા વીડિયો ચાલ્યો પછી સો.મીડિયામાં વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. લૉકડાઉનને કારણે ઈબ્રાહિમને લાખોનું નુકસાન થયું છે

ગુજરાત સહિત ભારતનાં વિવિધ શહેરોમાં શો કર્યાં : ઈબ્રાહિમ કાદરીએ અમદાવાદ, સુરત, ભાવનગર, જામનગર, ઉના, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ સહિત ગુજરાતના મોટાભાગના શહેરોની ઈવેન્ટ્સમાં હાજરી આપી છે. આ ઉપરાંત મુંબઈ, ઔરંગાબાદ, દિલ્હી, પૂનામાં પણ શો કર્યાં છે. કોરોનાને કારણે વિદેશના શો હાલ પૂરતા પોસ્ટપોન થઈ ગયા છે, જેમાં કેનેડા, ઈઝરાયેલ, દુબઈ, ઈન્ડોનેશિયા, જર્મની સહિતના દેશોમાંથી ઑફર આવી છે.

લૉકડાઉનને કારણે લાખો રૂપિયાનું નુકસાન : ઈબ્રાહિમ કાદરી ગુજરાતમાં જો કોઈ વેડિંગ, બર્થડે પાર્ટી કે ઓપનિંગ હોય તો 35-40 હજાર રૂપિયા અને ગુજરાત બહાર 90 હજારથી લઈ 1 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. કોરોનાને કારણે ઈબ્રાહિમ કાદરીને 10થી 12 લાખનું નુકસાન થયું છે. કોરોનાને કારણે હવે વીડિયો ક્લિપ્સ બનાવીને વેડિંગ, બર્થડે પાર્ટીમાં મોકલે છે. આ વીડિયો ક્લિપ્સનો ચાર્જ 15થી 20 હજાર રૂપિયા હોય છે.

શાહરુખ ખાન જેવા દેખાવા માટે મહિને ધૂમ ખર્ચો : ઈબ્રાહિમ કાદરી પોતાની બૉડી પર વધુ ધ્યાન આપે છે. તે માટે રેગ્યુલર એક્સર્સાઈઝ કરે છે. આ ઉપરાંત હેવી પ્રોટીન્સવાળો ખોરાક વધુ લે છે. ઈબ્રાહિમ કાદરી રેગ્યુલર સો.મીડિયામાં શાહરુખ ખાનના વીડિયો અને તસવીરો શૅર કરે છે. આ તમામ પાછળ તે મહિને 20થી 25 હજાર જેટલો ખર્ચ કરે છે.

શાહરુખ ખાન છેલ્લે 2018માં ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. એવું કહેવાય કે સ્ટાર ચાલે તો તેમના ડુપ્લિકેટ ચાલે. આ અંગે જ્યારે ઈબ્રાહિમ કાદરીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, ‘શાહરુખ ખાને જે હાંસલ કરવાનું હતું, તે બધું જ હાંસલ કરી લીધું છે. તેણે બધું જ કરી બતાવ્યું છે. હવે તેની ફિલ્મ ચાલે કે ના ચાલે તેનાથી શાહરુખ ખાનને બહુ ફેર પડતો નથી. ચાહકો માટે તે સુપરસ્ટાર છે. એટલે શાહરુખ ખાનને કોઈ ફેર ના પડે એટલે અમને પણ કોઈ ફેર ના પડે.’

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *